Book Title: Vihar Varnan 1 2 3
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230238/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિહારવણું ન [ ૧ j શ્રી ૧૦૦૮ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્ત્યાદિગુણણણાલંકૃત વૃદ્ધ ગુરુદેવ પ્રવર્તી કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજજી તથા પૂજ્ય ગુરુવર્ય શ્રો ૧૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ આદિ મુનિ મંડળની સેવામાં શિશુ પુણ્ય-પ્રભા–રમણીકની સવિનય સબહુમાન વંદના ૧૦૦૮વાર સ્વીકૃત હે. આપ ગુરુદેવા ધર્મપ્રસાદે સુખશાતામાં હશે. અમે શિશુએ પણ આપની કૃપાદૃષ્ટિથી આનંદમાં છીએ. વિશેષ, આયુરેાડ સુધીના અમારા વિહારના સમાચાર શ્રી મેઘવિજયજી મહારાજના પત્રમાં લખ્યા હતા તે આપે વાંચ્યા હશે. હવે આગળના સમાચાર આપની સેવામાં નિવેદન કરું છું. આબુરાડથી અમારે ઇરાદા આનુગિરિ ઉપર જવાના હતા, પણ ઠંડીના કારણે ઉપર જવાની ના આવવાથી આપથી આજ્ઞાનુસાર ઉપર જવાના વિચાર અમે માંડી વાળ્યા, અને તુરતમાં નાની મેાટી પંચતી યાત્રાના ક્રમ ગાવ્યા. પણ તે અરસામાં અમને સમાચાર મળ્યા કે ખીવાણુવીમાં મહા સુદી ૧૦ પ્રતિષ્ઠા મહેાત્સવ છે અને તે સમયે ૫. શ્રી લલિતવિજયજી મહારાજ પણ ત્યાં પધારવાના છે. આ ખબર મળવાથી મારવાડમાં પ્રતિષ્ઠા મહાત્સવ કેવા થાય છે, એ જેવાની ઉત્કંઠાથી પંચતીર્થયાત્રાના વિચારને વહેતે મૂકી અમે આબુરોડથી મહા સુદિ ૬ ના દિવસે ખાવાદી તરફ પ્રયાણ કર્યુ. આબુરાડથી વિહાર કરતાં અમને— मरुदेशे पश्च रत्नानि वांटा भाठाश्व पर्वताः । चतुर्थी राजदण्डश्च पञ्चमं वस्त्रलुण्ठनम् ॥ * એ મારવાડ દેશનાં પ’કાતાં પાંચ રત્નો પૈકીનાં ‘ કાંટા ' ‘ભાઠા' અને ‘પર્યા’ એ ત્રણ રત્નાને, ડગલે ને પગલે સાક્ષાત્કાર થવા લાગ્યા. જોકે સામાન્ય રીતે આ રત્નેનું દર્શન તે અમને પાંથાવાડાથી જ થવા લાગ્યું હતું, પણ મભૂમિનાં અલ'કારભૂત એ રત્નો પેાતાની રાજધાનીમાં સવિશેષ શેાભી રહે એમાં પૂછ્યાનુ શુ હોય વારુ ? રાજદંડ અને વસ્ત્રલૂટન એ બે કીંમતી રત્નેનું દર્શન અમને આપના પ્રતાપે નથી થયું. અહીં'ની પ્રજાને એ બન્નેય રત્નાનું ન અવારનવાર થતું જ રહે છે. ખાસ સિરાહી રાજ્યમાં પ્રજાને એને Page #2 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન [ ૨૩૯ અનુભવ વધારે થાય છે, એમ સાંભળવામાં આવ્યું છે. રાજદંડની અસર અહીંની પ્રજા ઉપર એટલી તીવ્ર થઈ છે કે અહીંના રહેવાસીમાં લક્ષાધિપતિ કણું અને ગરીબ કણ એ જાણી શકાય જ નહિ, કારણ ધનવાન હોય કે ગરીબ, દરેકનાં ઘર, પહેરવેશ, ખાનદાન બધું એકસરખું જ સાદું હોય છે. જોકે અત્યારે અહીંની રાજનીતિમાં ફેરફાર થવાના કારણે તેમ જ અહીંની પ્રજાના પરદેશમાં રહેવાને લીધે ઉપરોક્ત બાબતમાં ઘણાય અપવાદ નજરે આવે છે, તેમ છતાં હજુયે પ્રજાને મોટો ભાગ એવો છે જે એકસાથે બેઠા હોય તો એ પારખવું શક્ય નથી કે આમાં ધનાઢ્ય કોણ છે અને સાધારણ કેણ છે ? એક સમય એવો હતો કે જ્યારે અહીંના રાજાઓ પ્રજા પૈકીના કેઈને પણ ખાનપાન, પહેરવેશ આદિમાં ઠાઠમાઠવાળો જુએ કે તરત જ તેને લૂંટી કરીને ખાલી કરી નાખે. આજે એ સ્થિતિ તો અહીંના રાજકર્તાઓની નથી રહી. વસ્ત્રલૂંટનાને અર્થાત લૂંટાવા ભય હજી સિરોહી રાજ્યમાં છે ખરો. જે એક ગામથી બીજે ગામ જતાં ચોકીદાર મીણો ન લીધે હોય તે જરૂર રસ્તામાં લૂંટાવાનો ભય રહે છે જોધપુર રાજયમાં એ ભય રહ્યો નથી, કારણ કે જોધપુર સરકારે રસ્તામાં ઠેકઠેકાણે ચોકીઓ બેસાડી દીધી છે. એટલે એ રસ્તેથી જનારે નિયમ પ્રમાણે ચોકી આપી દેવી જોઈએ. સાથે વળાઉ લેવાની જરૂરત રહેતી નથી. સિરોહી રાજ્યને લગતી કેટલીયે એબ લગાડે એવી વાતો સાંભળવામાં આવે છે; પણ એ સાથે આપણને અત્યારે કાંઈ લેવાદેવા નથી. આબુરોડથી પ્રયાણ કરી અમે પાંચમે દિવસે ખીવાણુદી પહોંચ્યા. અહીંથી ચાલતાં ચાલતાં અમે પાંચપચાસ મારવાડી ભાષાના શબ્દ અને કેટલાંક વાળો શીખી લીધાં. અને જ્યાં ત્યાં ભેળસેળવાળી મારવાડી ભાષા હાંકે રાખવા લાગ્યા. કેટલીક વાર અમારી ભાષા સામો માણસ ન સમજે ત્યારે અમને છે કે “ થે કણ દેશરા આદમી હો ? થારી બોલીમેં ઠા કે નહીં પડે, થારી બેલી અઠારી નહી વે.” અમો આ સાંભળી અગડબગડે ઉત્તર આપીએ અને મજા થાય. આખરેડથી અમે પહેલા બે દિવસ રેલવે સડક ઉપર ચાલ્યા. રેલવે સડક ઉપર ચાલતાં વળાઉની આવશ્યકતા રહેતી નથી, પણ સડક ઉપર પથરા અને કાંકરી એવી પાથરેલ છે કે પગનાં તળિયાં છલાઈ જાય. અતુ. બે દિવસ ચાલ્યા અને અઠ્ઠાવીસ માઈલની મુસાફરી કરી. ત્રીજે દિવસે રેલવે સડક પડતી મૂકી અને વળાઉ લઈ અમે ગાડા રસ્તે ચાલ્યા, ચોથે દિવસે અમારે ગડારતે જ શિવગંજ જવું હતું. પણ મારવાડી સેવકોની–મંદિરના પૂજારીની-હરામખોરીને લીધે વળાઉ ન આવવાથી અંતે અમારે રેલવે સડકનું જ શરણું લેવું પડયું. પ્રસંગોપાત્ત એક અનુભવ જણાવી દઉં કે આ સેવકે ગાળેથી જ સીધા થનાર હોય છે. ભલમનસાઈથી તેમની સાથે વાત કરવામાં આવે તો જાણે કોઈ કાંઈ કહે તું જ નથી, તેમ આંખ આડા કાન કરે અને જ્યારે તેમની સાથે કડકાઈથી વાત કરવામાં આવે ત્યારે જ સીધા રહે. મારી સાથે પ્રભાવિજયજી હોવાથી અને તે આ દેશના પરિચિત હોવાથી બધાંયને પહોંચી વળતા હતા. અસ્તુ. પહેલા બે દિવસ રેલવે સડક ઉપર ચાલવાથી અમારા પગનાં તળિયાં એવાં ઘસાઈ ગયાં હતાં કે આજે સાત માઈલ ચાલતાં ત્રણ કલાક લાગ્યા. આટલું ચાલ્યા પછી શિવગંજ પહોંચવા માટે અમારે નવ માઈલ ચાલવાનું બાકી જ હતું. શિવગંજ જવા માટે અમારે રેલવે ફાટકથી ઊતરવાનું હતું રસ્તામાં અમે પૂછીએ કે, “શિવગંજરો રસ્તો કઠેસ જાવે છે ?” ત્યારે જવાબ મળે કે “ધકે આવે. જેટલી વાર જે કોઈનેય પૂછો : એક જ નિશાળે ભણેલા હોય તેની જેમ એનો એ જ જવાબ મળે. છેવટે ફાટક આવ્યું અને અમે ગાડારતે ઊતરી શાન્તિનો શ્વાસ - લીધેઃ જેકે ચાલવાનું તો હતું જ-પણ રેલવે સડક ઉપર કાંકરીને લીધે પગ મુકાતો નહોતો તેને 1. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] જ્ઞાનાંજલિ બદલે આરામ મળ્યેા. આગળ ચાલતાં અમે કોઈ ને પૂછીએ કે · શિવગંજ અાસુ કતરો વે? ’ ત્યારે એ લાકે કેટલીક વાર સુધી અમારી સામે જ જોઈ રહે. જ્યારે એ ત્રણ વાર પૂછીએ ત્યારે ખેલે કે થારે સવગજ જાણે! વે?' અમે સમજી ગયા કે અમે શિવગંજ જેવુ અશુદ્ધ (?) નામ ઉચ્ચારીએ તે આ લેકે શી રીતે સમજી શકે? છેવટે અમે કહ્યુ` કે ‘હાં, સવગજ જાણા વે.' ત્યારે કહે કે ‘તીન કેહુ વે.' અમે આગળ રસ્તા કાપવા માંડયો અને મનમાં ને મનમાં વિચાર થયા કે મેગાસ્થિનિસ જેવા વિદ્વાન રાજદૂત ચદ્રગુપ્ત'ને બદલે ‘સેન્ડ્રોકાર્સ ' ઇત્યાદિ લખે અને અત્યારની વિજ્ઞ બ્રિટિશ પ્રજા ‘ગગાજી' આદિ શબ્દોને બગાડી · ગેરેંઝ' (Ganges) આદિ લે -લખે તે। ગામડાની અભણ પ્રજા, ગામનાં નામેા બગાડે એમાં શી નવાઈ ? અસ્તુ અમે કેટલુંય ચાલીએ અને રસ્તે મળનારને પૂછીએ પણ શિવગ ંજ ત્રણ કાસનું એ કાસ ન થાય. આખરે ત્રણ ત્રણ માઈલના એક કેસને લેખે, ત્રણ કાસ ભૂમિ વટાવી પારના દેઢ વાગે અમે સવગજસવજગ ઉર્ફે શિવગંજના પાદરનાં દર્શન કર્યાં અને ગામમાં પહેોંચ્યા. ત્યાંથી ખાવાદી સાત માઈલ જ દૂર હતું એટલે બીજે દિવસે ત્યાં ઘણા આરામથી પહેાંચ્યા. ખીવાણુદી ગામમાં પ્રતિષ્ઠામહેાત્સવ હોવાને કારણે ખૂબ માનવમેદની જામી હતી. મારવાડમાં એવે નિયમ છે કે પ્રતિષ્ઠામહોત્સવ વખતે આજુબાજુના ગામના લોકોને નાતરવા જોઇએ. આજુબાજુના લોકો કોઈ કારણસર ન આવતા હોય તે। પ્રતિષ્ઠા કરનારે પાઘડી ઉતારીને પણ સૌને મનાવવા પડે છે અને લેાકેા પણ પ્રતિષ્ઠા કરાવનારના ગૌરવ ખાતર માર્ગ કાઢી મનાઈ જાય છે અને પ્રતિષ્ઠામહાત્સવમાં ભળી શેશભામાં વધારા કરે છે. ભારતીય આર્ય પ્રજાના સમર્થ શાસ્તાઓએ આ પ્રજાના જીવનની પવિત્રતાના સુકાતા પ્રવાહને સજ્જન રાખવા માટે જે બુદ્ધિમત્તાભર્યા રીતરિવાજો ચાલુ કર્યા હતા તે બધાયના મૌલિક ઉદ્દેશો જેમ પ્રજાએ ભૂંસી નાખ્યા છે, તેમ આવા મહેાત્સવપ્રસંગે પરસ્પરથી વિખૂટી પડી ગયેલી આંતર તથા બાહ્ય એકતા તેમ જ મીઠાશ સાધવા માટે જે નમ્રતા વગેરે પ્રગટ કરાતાં તેમ જ મિષ્ટ ભોજન જમાતાં તે આજે માત્ર બાહ્ય અને તે પણ ક્ષણિક મિત્રતા અને મીઠાશના રૂપમાં પરિણમી ગયાં છે. અહીયાં સ્ત્રીએનાં ટોળાં ગાતાં ગાતાં દોડાદોડી કરતાં હેાય છે, પણ તે શું ગાય છે. એ જરાય સમજાય નહિ; તેમ જ કુદરતી સ્ત્રીજનસુલભ !'ઠમાધુર્યાં પણ તેમનામાં હોતું નથી. માત્ર બધી ભેગી થઈ તે હાહા કરતી હાય એમ લાગે છે. આ કાંઈ જૈન સ્ત્રીઓ માટે જ નથી, પણ અન્ય કામની સ્ત્રીએ ગાતી હોય તેમના પણ એ જ હાલ છે. સ્ત્રીએ દેડાદોડ કરતી હોય ત્યારે સામે આવનારની દરકાર તેમને હાતી નથી. જે સામે આવનાર પેાતાને સંભાળે નહિ તેા ઉભયપક્ષ જરૂર પરસ્પરમાં અથડાઈ પડે. ઘણી વાર એવા બનાવેા બની જાય છે કે સામે આવતાં ગાય, ભેંસ કે ઘેાડામેની પણ તેમને પરવા હેાતી નથી. જ્યારે સામેા માણસ બૂમ પાડે ત્યારે મુશ્કેલીથી દૂર હઠે. આવા બનાવેા બનવામાં તેમને છૂટ અને તે સાથે તેમની શૂન્યતા એ જ કારણભૂત છે. અહીંની પ્રજાનાં ખાન-પાન, પહેરવેશ, ભાષા, ક આદિ જે જુએ તે બધું જાડુ જ જાડુ છે. વિધાતાએ આ દેશમાં એકલા પાણીને જ કેમ પાતળું રહેવા દીધુ' હશે ? એ સમજાતું નથી ! અહીંના ગાઉ બહુ મેટા. કેટલીક વાર ત્રણ માઈલના એક ગાઉ થઈ જાય છે; પણ મેટે ભાગે અઢી માઈલના ગાઉ તેા હાય જ. ગાઉ ’ તે ‘ કાસ ' કહે છે. અહીના લોકો સામાન્ય રીતે ‘ સ ’ તે ચ' ખેલે છે અને ‘ચ' ને ‘ સ ’ તરીકે ઉચ્ચારે છે. તથા ૨' અક્ષરને મૂન્ય હાવા છતાં કુડચ અક્ષરની જેમ ખેલે છે. એટલે એ ઉચ્ચારમાં ‘ગ ’ અક્ષરના ભાસ થાય છે. અસ્તુ. આ તા Page #4 -------------------------------------------------------------------------- ________________ વિહારવન [ ૨૪૧ બધી સામાન્ય વાત થઈ. સાથે એ પણ કહેવું જોઈએ કે, અહીંના લોકો-શ્રાવકોને સાધુ પ્રત્યે અતીવ પ્રેમ છે. સાધુએ માટે તે ખૂબ જ તલસે છે. સાધુઓને જોઈને તેઓ હર્ષ ગદ્ગદ બની જાય છે. તેમને પ્રેમભર્યાં આગ્રહ તરહેાડવા ઘણા જ મુશ્કેલ થઈ પડે છે. અમે તે ધ્યેય ઠેકાણે એવા પ્રેમભર્યાં આગ્રહને તરછેડીને આગળ ચાલ્યા છીએ, કારણ કે અમારે અમારી સ્વેચ્છાએ વિહરવાનું નહાતું. જો આપણા મુનિવને આવાં ક્ષેત્રામાં વિહાર થાય તે! ઘણા જ લાભ થાય. અહીંની પ્રજામાં ઉદારતા ઘણી જ છે. અહીંના લોકો પ્રતિષ્ઠા, જિનમ ંદિર વગેરેમાં દર વર્ષે હજારા હિ પણ લાખે। રૂપિયા ખરચે છે. જો પ્રતિભાસ'પન્ન સાધુપુરુષો તેમને સમયાનુકૂલ જૈન ધર્મની વૃદ્ધિનાં કારણેા સમજાવે તેા જરૂર તેએ પાતાની ખરી ફરજ સમજે અને પેાતાની ઉદારતાના પ્રવાહને તે માર્ગમાં વહાવે એમાં જરાયે શક નથી. મારવાડના જૈનમ દિામાં, ખાસ કરી તીર્થ સ્થાનેમાં જે જાતની ચાખવા, સફાઈ કે ઉજળાશ હાવી જોઈએ એ અમુક સ્થાનેા બાદ કરીએ તે બહુ જ એછા પ્રમાણમાં હાય છે અથવા નથી જ હાતી. એનું મુખ્ય કારણ એ છે કે, એ તીસ્થાનેાના રક્ષણ માટે તેમ જ તેના ઋદ્ધિાર માટે જે આવશ્યક ધન જોઈ એ એ ત્યાં નથી હોતું, તેમ જ તેવી આવક પણ ત્યાં હાતી નથી. કેટલેક ઠેકાણે એમ પણ હાય છે કે, પરાપૂર્વથી ચાલ્યા આવતા વહીવટકર્તાએ પેાતે એ મદિરેાની સંભાળ રાખતા નથી—રાખી શકતા નથી અને પેાતાની સત્તા તૂટી જવાના ભયે એ મદિરા શ્રીસંધને પણ સાંપતા નથી. અહીંના મદિરામાં ક્ષણવાર આંખને સાષવા ખાતર ટાઈલ્સના ( રંગબેરંગી વિલાયતી ઈ ટાના) ઉપયોગ મેટા પ્રમાણમાં કરવામાં આવે છે; તેમ જ હજારો રૂપિયા ખર્ચી કાચના ટુકડાઓનુ` મનમેાક પણ તકલાદી કામ કરાવવામાં આવે છે, જે થાડાં વર્ષોમાં ઊખડીને નાશ પામી જાય છે અને મંદિરની રોાભાને બેડાળ બનાવે છે. હજાર રૂપિયા ખર્ચી મૂર્ખતાને ખરીદનાર આ બુદ્ધિમાને તે (?) કાણુ સમજાવી શકે? દર વર્ષે આવા તકલાદી કામમાં હારા રૂપિયાના દુરુપયેાગ થતા જોઈ જરૂર દુ:ખ થયા વિના રહેતું નથી. અસ્તુ. ઉપલક દષ્ટિએ જોતાં આ બધી મારવાડની જે વાતેા ધ્યાનમાં આવી તે જણાવી છે. ખીવાણુદીમાં મંદિરના પ્રતિષ્ઠામહાત્સવ જોયા. ગૂજરાત કરતાં કાંઈ ખાસ નવીનતા મને તે લાગી નથી. અહી મદિર ઉપર ઈંડુ કે કળશ ચડાવનારની ધણી ઇજ્જત ગણાય છે. એ કરતાંય વધારે ધ્વજ ચડાવનારની કીર્તિ ગણાય છે. અને મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવનારને તે સૌ કરતાં વધારે યશ ફેલાય છે. આપસમાં લેકે લડતા હોય ત્યારે એ જાતના મહેણા તરીકેના શબ્દો પણ સંભળાવામાં આવે છે. જેમ કે: “ થારે બાપને મિંદરજી ઉપર અડે। તે નહિ ચડાયા વૈ ? ' ઇત્યાદિ. આ રીતે એકબીન્ન એકબીજાને કહે છે એમ સાંભળવામાં આવ્યું છે. ખીવાદીથી વિહાર કરી અમે તખતગઢ ગયા. ત્યાં વિદ્વાન મુનિવર શ્રી કલ્યાણવિજયજી મહારાજનાં દર્શન કર્યાં અને તેમની સાથે ત્રણ દિવસ રહી વિવિધ વાર્તાવિનાદ કરી આનંદ અનુભવ્યો. આગળની હકીકત હવે આવતા પત્રમાં નિવેદન કરીશ. સર્વે મુનિમડળની સેવામાં સાદર વંદના. સેવકા ઉપર કૃપાદિષ્ટ રાખશેા, યાગ્ય સેવા ક્રમાવશે।જી. જ્ઞાનાં. ૩૧ દા. શિશુ પુણ્યવિ.ની ૧૦૦૮ વાર વંદના. [ ‘ પ્રસ્થાન ’, આષાઢ-શ્રાવણ, સં. ૧૯૮૮] Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૨૪ર ] વિહારવર્ણન [૨] પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાત્યાદિગુણગણપત વૃદ્ધ ગુરુવર પ્રવર્તકજી મહારાજજી તથા પૂજ્ય ગુવર શ્રી ચતુરવિજયજી મહારાજજી આદિ મુનિમંડલની પવિત્ર સેવામાં. ચરણે પાક શિશુલેશ પુણ્ય-પ્રભા-રમણીકની ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. આપની કૃપાથી અમે આનંદમાં છીએ. આપ ગુરુદેવો પણ ધર્મપસાથે સુખશાંતિમાં હશે. વિ. તખતગઢ સુધીના સમાચાર આપની સેવામાં નિવેદન કરી ચૂક્યો છું. તખતગઢથી વિહાર કરી અમે ઉમેદપુર ગયા. ઉમેદપુરા એ જોધપુર નરેશ શ્રી ઉમેદસિંહજીના નામથી નવું વસાવવામાં આવેલ ગામ છે. ત્યાં પ્રવેશ કરવા પહેલાં દૂરથી બાળકના જ્યનાદ સંભળાવા લાગ્યા. અમે જાણતા જ હતા કે એ જયનાદ ઉચ્ચારનાર બાળકે “શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાળાશ્રમના વિદ્યાર્થીઓ હતા. એ બાળાશ્રમ આપણા પં. શ્રી લલિતવિજયજી મહારાજના અવિરત શ્રેમથી કહે, ચહાય ઉપદેશથી કહો, ઉઘાડવામાં આવ્યું છે. વિદ્યાવિહીન મારવાડમાં જૈન પ્રજા માટે વિદ્યાનાં મીઠાં ઝરણું વહેવડાવનાર મુખ્યતયા આપણા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિ છે. એઓશ્રીના અવિરત શ્રેમથી મારવાડમાં સૌ પહેલી વિદ્યાલય ખોલવાની ભાવના જન્મી છે. એઓશ્રીના નિઃસ્વાર્થ ઉપદેશથી જન્મતી ભાવનાઓને કચરી નાખવા માટે કેટલાક આપણા મુનિવરોએ તેમ જ તેમના અનુયાયી ગૃહસ્થ વર્ગ સુદ્ધાં અથાગ શ્રમ સેવ્યો છે, તેમ છતાં દેશવિદેશમાં વિચરતી મારવાડી પ્રજામાંના સમજદાર વર્ગે એ વ્યક્તિઓનો સામનો કરીને પણ પોતાની ભાવનાઓને જીવતી જાગતી રાખી છે. અને એના પરિણામરૂપ જ “વરકાનું શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય” ચાલુ છે. આ વિદ્યાલય સાત વર્ષ થયાં ચાલે છે. એને તોડી પાડવા માટે હજુયે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ પિતાના ઉદયને ઇછતી અને પિતાના કર્તવ્યમાર્ગને સમજતી પ્રજાના મનોરથને નિર્મલ કરવા માટે એ પ્રયને સમર્થ નથી થઈ શક્યા. અસ્તુ. આપણે ઈચ્છીશું કે એ મહાનુભાવો શાન્ત ચિત્ત વિચાર કરે અને પોતાની ભૂલને સમજે અને સુધારે, જેથી સ્વ–પર-ઉભયનું કલ્યાણ સધાય; અન્યથા જામેલી પ્રજા પોતાનું કામ આગળ ધપાવવાની છે એમાં શકય જ નથી. એક સમય એવો હતો, જ્યારે આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજીએ ગોલવાડમાં અથવા ગોલવાડનાં ગામોમાં પહેલવહેલા કેળવણી માટે વિદ્યાલય ઊભાં કરવા માટેના ઉપદેશની શરૂઆત કરી ત્યારે લોકો ખીસામાંથી પૈસા કાઢવા પડવાના ભયથી ઉપાશ્રયમાં જ ન આવતા અથવા આઘાપાછા થઈ જતા. આજે સ્થિતિ એ છે કે આચાર્ય મહારાજજી કેસો દૂર હોય ત્યાં એ લેકે પોતાના ગામમાં પધારવા માટેનાં આમંત્રણ આપવા હાજર થાય છે. ઉમેદપુરને બાળાશ્રમ તેનાથી બે ફર્લોગ દૂર આવેલ મોરી ગામના વચ્ચેના મેદાનમાં આવ્યું. છે. એમાં સે વિદ્યાર્થી ઓ રહે છે. મેવાડ, વાગડ, માળવા આદિના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં આવેલા છે. સંસ્થા સ્થપાસે માત્ર એક જ વર્ષ થયું છે, પણ એટલામાં એની પ્રગતિ ઠીક થઈ છે એમ કહી શકાય. બાળાશ્રમનાં પિતાનાં સ્વતંત્ર મકાન ઘણુંખરાં થઈ જવા આવ્યાં છે. કાંઈ સ્થાયી ફંડ પણ થયું છે. સંસ્થાએ પોતાની સ્વતંત્ર સ્કૂલ ચાલુ કરી છે. એ સ્કૂલનો લાભ આજુબાજુની પ્રજાને પણ મળે છે. સંસ્થામાં ધાર્મિક અભ્યાસ સ્કૂલના સમયમાં જ દાખલ કરવામાં આવ્યો છે જેથી ધાર્મિક અભ્યાસ વિદ્યાર્થીને ભારરૂપ ન લાગે. આ બધું આપણું પંન્યાસજી મ. શ્રી લલિત Page #6 -------------------------------------------------------------------------- ________________ વિહાર ન–૨ [ ૨૪૩ વિજયજીના અત્રાન્ત શ્રમને જ આભારી છે અને એમનાથી જ આ સંસ્થા સજીવન થઈ છે અને થવાની છે. સંસ્થામાં અત્યારને એમના નિવાસ એક કુલપતિની ગરજ સારે છે. જે સંસ્થામાં એએથી ન હોય તે! મારવાડી ડીલા મા-બાપે। બાળાશ્રમના બંધારણના અનાદર કરી બાળકોને પરીક્ષા આદિ જેવા ખરા માકાના વખતે લગ્ન આદિ પ્રસ ંગાનું બહાનુ કાઢી ઘેર લઈ જવાનેા જે દુરાગ્રહ લઈ બેસે છે એમને સમજાવી સંસ્થા અને બાળકનુ ભાવી સુધારવાનું મુશ્કેલ બને તેમ જ સ્ટેટના સરકારી અમલદારા દ્વારા બાળાશ્રમ ઉપર આવી પડતી અનેક મુશ્કેલીએ પાર કરવી એ બધું એમની પ્રતિભાસંપન્ન વાણીના પ્રભાવથી જ થઈ શકે છે. તેમ જ વિદ્યાર્થી એને અવસરે અવસરે ધાર્મિક ઉપદેશને પણ લાભ મળતા રહે છે. ગુજરાતી પ્રશ્ન કેળવાયેલી અને સહનશીલ છે જ્યારે અહીંની પ્રશ્ન અલ્પ કેળવાયેલી છે. એ લગભગ પરદેશમાં વસનારી છે એટલે અહીં વસનારી પ્રજા સામાન્યતયા મેથે” કરનારી એવં જક્કી હાવાથી જે અત્યારે સાધુની છાયા ન હેાય તેા સંસ્થાનું જીવન ટુંકાઈ જ જાય એ સ્થિતિ છે. અરતુ. મેં તે મારી સ્થૂલ દષ્ટિએ જે જોયું-જાણ્યુ તે લખ્યું છે, બાકી આવી સંસ્થાએનુ વાસ્તવિક અવલોકન તેના નકારા કરે અને તેના પરિચય આપે એ જ ઉચિત કહેવાય. ઉમેદપુરથી વિહાર કરી અમે આહાર ગયા. આહાર એ ત્રિસ્તુતિકેનું કેન્દ્રસ્થાન છે. ત્યાં શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજના વિશાળ જ્ઞાનભંડાર છે એમ મેં સાંભળ્યું હતું. મારી ઇચ્છા એ ભડાર જોવાની હતી પણ ત્યાં કોઈ પરિચિત ન હેાવાથી અમે લેટા ગામ ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીમાન ભૂપેન્દ્રસૂરિજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ આદિ ભેટી ગયા. શ્રીમાન યતીન્દ્રવિજયજીને હું એળખતા હેાવાથી મેં ભંડાર દેખાડવા માટે તેમને જણાવ્યુ`. તેઓશ્રીએ !હ્યુ કે જાલારથી પાછા વળતાં તમે અહીં આવશે ત્યારે જરૂર ભંડાર દેખાડીશું. અમારે લાંખે જવાનુ હાવાથી પાએક કલાક ઊભા ઊભા વાત કરી આગળ ચાલ્યા અને લેટા પહોંચ્યા. લેટામાં અમે જ્યાં ઊતર્યા હતા ત્યાં ગામઠી નિશાળ ચાલતી હતી ત્યાંના માસ્તર પાસેથી બાળકાને પ્રારંભમાં જે Fol॥ ૐ નમઃ સિદ્ધદિ પાટીએ ભણાવવામાં આવે છે તેમજ ચાણકય નીતિના શ્લોકો જે રીતે ભણાવવામાં આવે છે તેને મેં ઉતારા કર્યાં. અહીંના દરેકે દરેક બાળકને એ પાટી આદિ ગેાખાવવામાં આવે છે. બાળકની જીભ છૂટી થાય તેમ જ તેને નીતિનું જ્ઞાન મળે એ માટે જે કાતંત્ર વ્યાકરણનું પ્રથમ પાદ ચાણકયનીતિ આદિના પાઠે અપાતા એ બધાય આજે એવા વિકૃત થઈ ગયા છે, જે સાંભળતાં આપણને હસવુ જ આવે. આ ૬૩ non ૐ નમઃ સિદ્ધ ઉચ્ચાર આ પ્રમાણે કરે છે:— હૈં હૈં ! હું ત્રો ગૌ ગં ગ: આ પાટીને એ લિટિ, ભલે, મીડું, બડખીલીઆરી, ઉગણુ ચેટી, માથે પાડીએ, નાના વીલે, માંમે બાવળા, માંમારે હાથમેં દાય લાડુ, સીરાંવાળી છોકરી, પાછી વાળી કુંડાળી, ધામે ઢાયા ધોકલે, માથે ચડીએ છોકરા, હાથમાં ડાંગ લી, આર્કેડા દે। ભાઈડા, બડા ભાઈ કાના, એક એક ઈંડી, બડીને ઉકાયરે, આ આઉ આંકેાડા, બડે પાંખડ કાંટેલા લીલી નરવી કાંટોલા બડી લીલી કાંટાલા, લીધા હતા તાપા, વડા હાપા વેલે, એન મેન ગાડી, વડી ગાડી માત્રા, આલગવાળા બળદીયા, બડે ખે ગણુ જોતરીઆ, અનીઆ દે આસરી, એકણુ માથે એક દે, દૂજા આગળ દા દે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] જ્ઞાનાંજલિ કાતંત્ર વ્યાકરણના પ્રથમ પાદની પાટી આ રીતે ગોઠવવામાં આવે છે:-fથો વર, સમામનાયા, ત્રેત્રે ચતુર તિયા, ઢૌ સવેરા, વશે સમાન, તેવુ યુધવા, વરળો વરશો, નગ્ન સવરો, પુરવોરવવા, પારો વર્ષા, સરોવરળો, વળગે નામિ, રાવેન, સંધ્યાં, કવિ નારું, विण जे नाभि, ते वरगा पंचो पंचिआ, वरगां गाउ, प्रथम दिवटिया, श्री शखो सारांशिया, ગોરાનોલ, વતોળે, અનુસાર સંલા, નિનાંપિનમઃ ૭ ધાસંધા, ખેરેસવા, ૩વમળ ચલોવાના | ઉપર ||૬॥ ૐ નમ: સિદ્ઘ આદિની જે પાટી જણાવી છે તેને સૌ કોઈ ગોખે ગેખાવે જાય છે, પણ કોઈ ને આખી જિંદગીમાંય ખબર નથી પડતી કે આ શું છે? આ પાટીમાંને કઈ કઈ અશ મને સ્પષ્ટ નથી સમજાતેા તેમ છતાં એ પાટી જોડણીરૂપ છે એ સ્પષ્ટ દેખાય છે. જેમ કે— પ્રારંભમાં એ લીટી છે, તે પછી ભલે મીંડુ અને એ પાણુ છે. પછી ચોટલીવાળા ઉકાર છે. (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી એકાર બને છે. જેમ કે ૩. તેના ઉપર અચદ્રાનુસ્વારરૂપ પોઢિયા ખેઠે છે. તે પછી વીંટલારૂપ ન છે, આગળ મૈં છે અને તેના આગળ બે લાડવારૂપ વિસ છે. પછી TM છે અને તેની પાછળ કુંડાળીરૂપ હસ્ત પ્રકાર છે, તે પછી માં ઘ ોડેલા છે. એના ઉપર અનુસ્વારરૂપ છોકરા બેઠા છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે જે ૐની સાથે જોડાઈ ગયેલ હાવાથી ઉપર બેઠેલ અનુસ્વારરૂપ છેકરાએ હાથમાં ડાંગ પકડેલી હોય તેવી લાગે છે. ત્યાદિ વિચાર કરતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટી જોડણીરૂપ અને લિપિના આકારસૂચક છે. કાતંત્ર વ્યાકરણનાં સૂત્રેાવાળી પાટી મૂળ સૂત્રેાનું રૂપ વિકૃત થઈને બનેલી છે. વાસ્તવમાં એ सिद्धो वर्णसमाम्नायः । तत्र चतुर्दशादौ स्वराः । दश समानाः । तेषां द्वौ द्वावन्योन्यस्य સાઁ | પૂર્યો હ્રસ્વઃ । વો યોઃ । ઇત્યાદિ સૂત્રેા છે. ઉપર સ્વરની પાટી આપી છે તેમ વ્યંજનની પાટી પણ છે. એને સ્વરની સાથે જ શીખવવામાં આવે છે. ગૂજરાતની ગામઠી નિશાળમાં આ પાટી તેા ભણાવવામાં આવે છે. એમાં અને મારવાડની પાટીમાં સહેજ અંતર હશે ખરું. એ પાટી આ પ્રમાણે છે:— કક્કો કેવડા, ખખ્ખા ખાજેલા, ગગ્ગા ગારી ગાય વીયાણી, ધધા ઘરટ પલાણ્યા જાય, નની ( ૩ ૪ એ) આમણુ દુમેણા, ચચ્ચા ચીની ચેાપડી, છછા વિદેયા પાટલા, જજ્જો જેસલવાણીએ, ઝઝે ઝાળી સારીખે, ઞઞીએ ખાંડા, ટટ્ટો પેાલિખાંજી, ઠઠા ઠેબર ગાડુ, ડડ્ડા ડામર ગાંઠે, ઢઢા સું! પૂછે, ણેા તાણા સેલે, તત્તો તાવે તે લે, થથા થૈ રખવાલી, દદીએ દીવટો, ધધીએ ધાલુકા, નની ધુલાયસે, પપ્પા પેાલી પાટે, ફ્રા ગડે જોડે, બખ્ખા માંહે ચાંદણું, ભભીએ ભાટ મૂલે નરે, મમીએ મેાચક, યયીએ જાડા પેટકા, રાયરા કટારમલ, લલ્લા ઘેાડે લાતવા, વત્રા વિગણુ વાસ દે, શશા કેાટા મરડી, ષષે! ખૂણે ફાડીએ, સાસે ૬તી લેાક, હાહાલા હરિણેકલા, લાવે. લગ્ઝિ દો પણિહાર, ખણીઆ ખાટક મેાર, પાલે બાંધ્યા છે ચેર, મોંગલ મહાશ્રી, દે વિદ્યા પરમેસરી. શ્રીમાન રાજેન્દ્રસૂરિએ કલ્પસૂત્રના ભાષાંતરમાં ઉપરાક્ત પાટીઓના અર્ધાં આપ્યા છે, એ મે જોયા, પણ મને એ બધા બધએસતા લાગ્યા નથી. કેટલાય તાણી તૂસીને કાઢેલા એ અર્થ છે. પહેલી પાટીને અર્થ આ પ્રમાણે એમાં આપ્યા છેઃ એ લીટી-જીવની એ રાશિ છે સિદ્ધ સંસારી, ભલે—અરે જીવતુ સિદ્ધની રાશિમાં ભળવા ઇચ્છે છે. મીંડુ–સંસાર ઊંડા કૂવા છે. તેમાંથી તુ નીકળવા ઇચ્છે છે. બડ બિલાડી–સ'સારમાંથી જ્વને કાઢવા માટે એ બિલાડી છે. એગણુ ચેાટીએ માથે પાડીએ -ચૌદ રાજલાકની ચાટી ઉપર સિદ્ધના જીવ રહેલ છે. નને વીટલે-જીવ તું કામબાગથી વીંટળાયેલા Page #8 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન-૨ [ ૨૪૫ રહીશ તેા અધાતિ થશે. મમેા માઉલે-સંસારમાં વને મેહ મામેા છે. મમારે હાથમેં દો ય લાડુ —માહનાં હાથમાં કામ-ભાગરૂપ એ લાડુ છે તેથી જીવને મેહ પમાડે છે. આવા બધા અર્ધાં આપ્યા છે. આવા અર્ધાં બધએસતા ન કહેવાય. ચાણકયનીતિના પાંચ પચીસ શ્લોકા ધણા બાળકેા શીખે છે. એ શ્લોકા કથાકાર વ્યાસ લેાકેાના શ્લેાકેાચારને મળતા જ અશુદ્ધ થઈ ગયા છે. આ પાટીએ મારવામાં એક છેડાથી બીજા છેડા સુધી દરેકે દરેક ઠેકાણે બાળકોને શીખવવામાં આવે છે. || ૬૦ || ૐ નમ: fઢું ની પાટી કોઈ જમાનામાં મારવાડ દેશમાં જૈન સંસ્કૃતિનું પ્રાબલ્ય સૂચવે છે એમ મને લાગે છે. સિદ્ધ પદ જૈન સંપ્રદાયમાં જેટલું પૂજ્ય અને માંગલિક મનાય છે, એટલું બીજા સોંપ્રદાયમાં ભાગ્યે જ મનાતુ' હરશે. લેટાથી જાલાર એક ગાઉ થાય છે ત્યાં અમે ગયા. એનુ પ્રાચીન નામ જાવાલ છે. ત્યાં જઈ તે અમે ગામનાં દિશનાં દર્શન કર્યાં. અહીંના મદિરે ધણા જ મેલાં છે. મદિરાની જેવી બ્લેઇ એ તેવી સારસંભાળ નથી. એક મદિરમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ છે એ ઘણી જ સરસ છે, પણ એ એમને એમ મેલી હાલતમાં પડેલી છે. અપેારના અમે અહીંનુ તાપખાનું જોવા ગયા. આ તાપખાનુ મેગલ જમાનાની મસ્જિદ છે. એ ઢગલાબ`ધ જૈનમંદિરે તેડી એમાંના મડપાને અકળધ લાવીને તૈયાર કરવામાં આવી છે. એ મંડપે। મહારાજ ચંદનવિહાર, કુમારવિહાર આદિ અનેક જૈન રાજવિહારામાંના મંડપેા છે. એ મડપેાની છતમાં જે કારણી છે એ આજીજીની કરણી કેવી છે એ મેં આજીની યાત્રા કરી નથી એટલે હું જાણતા નથી. પણ સાંભળવામાં આવ્યુ' છે તે પ્રમાણે આભુજીની કારણીને હરાવે એટલી અદ્ભુત છે. આ કારણી જોતાં મને હૅન્ડકેમેરા યાદ આવ્યા. જે મારી પાસે એ હોત તે! જરૂર હું છતમાંની એ કારણીના ફાટા લઈ લેત. મંડપેાની ઋતુમાં અને થાંભલાઓમાં ઠેકઠેકાણે અનેક નાનામેટા શિલાલેખા છે. એ બધાય લગભગ છપાઈ ગયા છે. મોગલ જમાનાની એ રિજદ રાજપૂતાના હાથમાં આવતાં એમાં તાપેા ગેાઠવવામાં આવતી હોવાથી એને તાપખાના તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્જિદ અથવા તે પખાનું ઘણું જ વિશાળ છે. જાલાર આવનાર આ તેાપખાનાને ન જુએ એ તે! એનુ જાલાર આવવું એ ન આવવા બરાબર છે. બીજે દિવસે અમે કિલ્લામાં દન માટે ગયા. કિલ્લા જાલારની નજીકના પહાડ ઉપર આવેલ હાવાથી જાલેરદુ તરીકે ઓળખાય છે. આપણા આચાર્યાં આ દુર્ગને કનકાચલ, સ્વર્ણગિરિ આદિ નામેાથી આળખાવે છે. પહાડ ઉપર લગભગ અર્ધા માઈલ જેટલા ચડાવ ચડયા પછી આપણા મંદિરે આવે છે. ત્યાં પહોંચતાં રસ્તામાં ત્રણ દરવાજા આવે છે. ત્રીજા દરવાજામાં સરકારી પહેરેગીરે રહે છે. તેઓ ત્યાં આવનાર પાસે અંદર દાખલ થવા માટેને પાસ માગે છે. પાસ ન હેાય તેમને અંદર જવા માટે મનાઈ કરવામાં આવે છે. અમે મશિના પૂજારી સાથે ગયા હતા એટલે અમારે પાસની આવશ્યકતા રહી ન હતી. ત્રીજા દરવાજામાં પેસતાં જ એક મસ્જિદ નજરે પડી. અમે અંદર ગયા તે જોઈ તેા એ જૈન મંદિરાના ભવ્ય મડપાની બનેલી છે. મસ્જિદ જોઈ ને અમે એનાથી થોડા અતરે આવેલાં આપણાં જિનાલયેાનાં દર્શન કર્યાં.. આ મદિરાની હકીકત આપે ‘ જૈન’પત્રના રૌપ્ય મહાત્સવ અંકમાંના મુનિશ્રી કલ્યાણવિજયજીના લેખમાં વાંચેલી છે એટલે નથી લખતા. આ સિવાય નજીકમાં જ સરકારી દારૂગેાળા વગેરે ભરેલાં અનેક મકાનેા છે. ચેડે દૂર એક ફૂડ અને દેવીનું મંદિર આવેલુ Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ છે. કુંડ ઘણો મોટો છે પણ તેમાંનું પાણી વપરાશ ન હોવાને લીધે રવચ્છ નથી. કિલ્લામાં અનેક ઠેકાણે તોપો ગોઠવવાના મરચાઓ છે. અમે કોટની રાંગે રાંગે માઈલ દેઢ માઈલ સુધી ફરીને કિલ્લાને અને એ મોરચાઓને જોયા. કેટલેક ઠેકાણે હજુયે તોપો પડેલી છે અને એના ઉપર લેખો પણ કોતરાયેલા છે. રાંગે થઈને અમે રાજા વીરમદેવની ચેકીએ જવાના હતા, પણ એ ઘણી દૂર હોવાથી અમે અધવચથી પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. ત્રીજે દિવસે અમે જાલેર પાસેની એક ટેકરી ઉપર આવેલ નાની ચેકી જેવા ગયા. એને માટે એવી કિંવદન્તી છે કે આજથી બસોએક વર્ષ પહેલાં ત્યાંના રાજાએ પોતાની કળા બતાવવા માટે આવેલ કેઈ નટને કહ્યું કે આ બે સામસામી જે ટેકરીઓ દેખાય છે (એકથી બીજી બે માઈલને અંતરે આવેલી છે, તેના ઉપર દોરડું બાંધી તે દોરડા ઉપર થઈ એકથી બીજી ટેકરી ઉપર તું જાય તો તને જાલેરનો કિલ્લે બક્ષિસ કરી દઉં. નટે કહ્યું: “મહારાજ ! આપ કિલ્લે નહિ આપી શકે માટે રહેવા દો.” રાજાએ કહ્યું: “તારામાં એકથી બીજી ટેકરીએ પહોંચવાની તાકાત નથી એમ જ કહી દે, નહિ આપવાની વાતને જવા દે.” છેવટે એ સમર્થ કલાધર નટે વાત કબૂલી લીધી અને દોરડું બાંધી તે ઉપર થઈ ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં અધે રસ્તે આવ્યો ત્યારે રાજાને અથવા રાજાના કેઈ અમલદારને લાગ્યું કે આ કિલો નટના હાથમાં જાય એ ઠીક નથી થતું. આમ વિચારી નટ અધવચમાં હતો તે જ વખતે એક બાજુથી દોરડું કાપી નાંખ્યું અને નટરાજ નગરના અધવચમાં પટકાઈ પડી મરી ગયે. આજે નગરના જે સ્થળે એ નટ પટકાઈને મરણ પામે હતો તે સ્થળે લેખ છે. એ લેખ જેવા હું ગયે, પણ બજાર ભરચક હોવાથી તેમ જ લેખવાળી જગાએ લોક ટોળે મળવાથી, લેખ વાંચવાનું બની શક્યું નથી. બીજે દિવસે અમારે વિહાર કરવાનો હોવાથી જોવાનો સમય ન મળ્યો. કદાચ વખત મળ્યા હોત તોપણું લેખવાળા પથર બજારના વચમાં આવેલ હોવાથી તે ઉપરના લેખને લોકોએ ટોચી ટોચીને ખરાબ કરી નાખેલ હોઈ તેને વાંચવો દુષ્કર હતો. આજે પણ નટ લેકે આ નગરમાં રાતવાસો વસતા નથી. હું અને મુનિશ્રી રમણિકવિજયજી એ સમર્થ કલાધર નટરાજના મૃતિચિને જોવા માટે ગયા. અમે એ ટેકરીના રસ્તા માટે લોકોને પૂછ્યું, પણ ત્યાં કોણ જતું હોય કે રસ્તો હોય અથવા રસ્તાને જાણનાર હોય. અસ્તુ અમે અનુમાનથી ચાલવા માંડયું. રસ્તો એકંદર અમને ઘણો સારો મળી ગયે. લગભગ પાંચસે ફીટ ઊંચી એ ટેકરીને અમે ઘણી ખરી ઓળંગી ગયા, પણ ઉપરનો ચાળીસ પચાસ ફીટ જેટલો ભાગ એવો કપર નીકળ્યો કે રસ્તો જ ન મળે. છેવટે આમતેમ ફરી ફરીને પથ્થરોની ફાટો–બબલેનો આશ્રય લઈને અમે સંભાળપૂર્વક ટોચ ઉપર પહોંચ્યા. ત્યાં એક લગભગ સમરસ અને ચાલીસેક ફીટ લાંબી-પહોળી શિલા આવેલી છે. તેના મધ્ય ભાગમાં એ સમર્થ નટરાજની ચોકી બનાવેલી છે. ચકી આરસની બનેલી છે. એમાં લેખ આદિ કશુંય નથી. માત્ર એક થાંભલા ઉપર બે ઇંચ મોટા કોતરેલા પૂરવ માવ યુ” આ અક્ષરો નજરે આવ્યા. અમે ચોકી ઉપર ઠંડી હવાને ઝીલતા પિણે એક કલાક બેઠા અને મારી પાસેની કાતરથી ચેકીના થાંભલા ઉપર અમારું નામ, સંવત, 'તિથિ આદિ કોતરી કાઢયું. પછી ત્યાં બેસી અમારી પાસેના દૂરબીનથી આજુબાજુના પ્રદેશે, પહ, ગામે આદિ જોયું અને સાવચેતી પૂર્વક એ કપરી ટેકરી ઉપર સહીસલામત અમે નીચે ઊતરી આવ્યા. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિહારવણ ન–૨ [ ૧૪૭ રસ્તે વિષમ અને કાંટાળા ઝાડાથી વ્યાપ્ત એટલે સંભાળ રાખવા છતાં કપડાં કાંટામાં ભરાય અને ફાટી જાય એમાં પ્રશ્ન હાય ખરા ? બીજી ટેકરી ઉપર કાંઈ છે કે નહિ એ અમે ત્યાં ગયા નથી એટલે કહેવાય નહિ, એ ટેકરી ઉપર જવાના રસ્તા ઘણા ઋણ હતા અને અમને જવાને અવસર પણ ન હતા. નટની ચોકીના સામે દૂર નીચેના મેદાનમાં હજી ખાંડુ છે. એ રાજા વીરમદેવના મસ્તક સાથે બાદશાહની દીકરીએ લગ્ન કર્યાં અને તે સાથે પેાતે દફનાઈ મૂઈ એ હકીકતના સ્મરણ માટે બંધાયેલુ છે એમ કહેવાય છે. એ આર્સનુ છે. એક મોટી ઊભી ભીંત જેવું અને મસ્જિદના આકારનુ એ મકાન છે. આ ચેકી અને ખાંડુ જાલારના પશ્ચિમ તરફના દરવાજા બહાર વાયવ્ય કોણમાં આવ્યાં છે. અહીંના ચંડીના મંદિરમાં આપણા મંદિરના થાંભલાએ છે, પણ દૂર હાવાથી અમે જતાં જતાં અધવચ્ચેથી પાછા વળ્યા. : જાલેરથી અમે સીધા આહાર આવ્યા અને · અભિધાન રાજેન્દ્ર પ્રાકૃત કોશ'ના સમ પ્રણેતા શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજના જ્ઞાનભડારની ટીપ જાઈ. ભંડાર અતિ વિશાળ છે પણ પુસ્તકા લગભગ નવાં લખાયેલાં છે. ખાસ નવું પુસ્તક કાંઈ જોવામાં આવ્યું નથી. આથી હું એમ નથી કહેતા કે એ ભાંડારમાં મહત્ત્વ નથી. બાકી અત્યારના મુદ્રણયુગે લિખિત જ્ઞાનભંડારાની કિંમત ઓછી કરી નાંખી છે એ સર્વત્ર પ્રસિદ્ધ વાત છે. આ ભંડારમાં પાલીવાલગચ્છની પટ્ટાવલી અપૂર્વ હતી. તેના મેં ઉતારો કરી લીધા છે. એમાં કેટલીએક વાતે!, સાચી હેા કે ન હો, પણ નવી છે. વિજ્ઞપ્તિ ચિત્રપટ આદિ દર્શનીય વસ્તુએ પણ ભંડારમાં છે. આપશ્રી ઘણી વાર વાતવાતમાં કહેતા કે, રાજેન્દ્રસૂરિજી જબરદરત લેખક હતા, કામ પડે તે એક દિવસમાં સાતસેા શ્લોક લખી કાઢતા, એમના અક્ષરે મેાતીના દાણા જેવા હતા, એ વાત મારા ધ્યાનમાં હતી. એટલે મેં એમના હસ્તાક્ષરથી લખાયેલ ભગવતીસૂત્ર, પન્નવાસૂત્ર આદિ સટીક સચિત્ર પુસ્તકાનાં દર્શન કર્યાં. ખરે જ સુંદર લિપિવિન્યાસ કરનાર તે હતા એમાં જરાય શક નથી. આહેરમાં ત્રિસ્તુતિકનુ વિશાળ મંદિર છે. પહેલાં ત્રિસ્તુતિક અને ચતુઃસ્તુતિક પરસ્પર હળતાભળતા ન હતા તેમ એકબીન્તના મદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે પણ જતા ન હતા; પરંતુ અત્યારે એટલું વૈર રહ્યુ નથી, જેકે પોતપોતાના પક્ષની તાણાતાણી તેા છે જ. આહારથી અમે ગુડા બાલેાતરા આવ્યા. ત્યાંથી ઉમેદપુર જતાં રસ્તામાં યતિશ્રા તેમવિજયની બગીચી છે. તેમાં મકાન બાંધી માંદડી ગામમાંથી નીકળેલી પ્રતિમા પધરાવવામાં આવી છે. એમાં એ કાઉસ્સગયા છે. જે જાવાલના રાજા ઉદયસિંહના મંત્રી યશેાવીરે પેાતાની માતા ઉદયશ્રીના કલ્યાણનિમિત્તે પધરાવેલા છે. આ મત્રી બન્ને કોઈ નહિ પણ આમુજી ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલકારિત લુગિવસહિના પ્રતિષ્ઠામહાત્સવ ઉપર આવેલ જાવાલના રાજા ઉદયસિંહની સાથે આવનાર તેને મંત્રી હતા, જેણે લુગિવસદ્ધિ બનાવવામાં થયેલ શિલ્પને લગતી ચૌદ મોટી ભૂલે મંત્રી વસ્તુપાલ-તેજપાલને દેખાડી હતી. આપે ઉમેદપુરના એક પત્રમાં સૂચવ્યું હતું કે આચાર્ય મહારાજજીએ લખ્યુ છે કે પુણ્યવિજય આદિ મારવાડમાં આવ્યા છે તે! સાથે સાથે કેસરિયાનાથની યાત્રા કરે તેા મળવુ થઈ જાય. અમને થયું કે, આચાર્ય મહારાજશ્રી સ્વયં અમને દર્શન દેવા ઇચ્છે છે તે। અમારે દનના લાભ શા માટે ન લેવે? અમારે તે એકસાથે સ્થાવરજંગમ એમ ઉભય તીના દર્શનને લાભ હતેા એટલે અમે Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૨૪૮ ] ઉમેદપુર આવી કેસરિયાનાથની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો અને મેવાડ દેશને રસ્તો લીધે. ઉમેદપુરથી તખતગઢ થઈ સાંડેરાવ ગયા. અહીંનું મંદિર તેરમી સદીનું છે. મારવાડનાં ઘણુંખરાં મંદિરે અગિયારમી બારમી તેરમી સદીનાં છે અને બાવન જિનાલય, ચોવીસ જિનાલય આદિ વિશાળ લે છે. આ મંદિરના ગભારાઓ ઘણું સાંકડા હોય છે. મંદિરની બાંધણી ગૂજરાતનાં મંદિર કરતાં જુદી જાતની છે. નવા મંદિરે એવાં નથી બનતાં. નવાં તે લગભગ ગૂજરાત જેવાં જ બને છે. અહીંના મંદિરમાંથી હમણું એક નવું ભોંયરું નીકળ્યું છે. એમાંથી પથ્થરના ટુકડાઓ નીકળ્યા છે તેમાંના એક ઉપર સંવત ૧૦૬૦ એટલા અક્ષરે છે; આગળના ટુકડા મળ્યા નથી. સાંડેરાવથી અમે વરાણા આવ્યા. અહીંયાં પણ ઉમેદપુરની જેમ બાળકોને કલાલ સામેથી સંભળાતો હતો. અમે પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના મકાનમાં ઊતર્યા હતા. આ વિદ્યાલયમાં સ્વતંત્ર સ્કૂલ આદિ સાધનો મોટા પાયા ઉપર છે. અહીંયાં મિડલ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. તે પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છનારને જોધપુર આદિ ઠેકાણે જવું પડે છે. વિદ્યાલય મિડલથી આગળના કલાસે ખેલવા ઈચ્છે છે. સંભવ છે કે નવા વર્ગો ઊઘડશે. વરકાણથી અમે મુંડારા ગયા. ત્યાં ચાર દિવસ રહ્યા. તેમાં યતિજી શ્રી જસવંતસાગરજીનો અર્ધો પુસ્તક ભંડાર જોવાનું જ કામ કર્યું. આ ભંડાર જૂનો છે. એમાં સંસ્કૃત ટીકાગ્રંથ કરતાં સરતબક સૂત્રો, કથા આદિ ગ્રંથો જ વધારે છે. એ સિવાય વૈદ્યક, જોતિષ આદિ ગ્રંથો પણ છે. ભંડાર માટે છે, પણ અત્યારના મુદ્રણયુગમાં લિખિત જ્ઞાનભંડારની કિંમત ઓછી જ થઈ ગઈ છે. મંત્ર-તંત્રાદિ જેવા ઈચ્છનાર માટે તો આ ભંડાર રસપ્રદ છે. ફાગણ ચોમાસી ચૌદશ અમે અહીં જ કરી. ભંડાર માંથી મેં નાનાં પ્રકરણોને ઉતારો કર્યો છે. ફાગણ વદિ એકમે અમે મુંડારાથી ત્યાંના શ્રાવક-શ્રાવિકા સમુદાય સાથે રાણકપુરજી આવ્યા. રાણકપુરજીમાં આપણી ધર્મશાળા, મંદિરે, સરકારી કી એ સિવાય બીજું કાંઈ જ નથી. આપણું ચાર મંદિરે અને એક સૂર્યમંદિર મળી એકંદર પાંચ મંદિરે છે. મંદિર આદિની ચોમેર ઊંચા ઊંચા પહાડ અટકાયેલા છે. પાંચે મંદિરમાં સર્વશ્રેષ્ઠ, મહાન અને દર્શનીય મંદિર પ્રાગાટવંશવિભૂષણ શેઠ ધરણશાહ સંધવીનું બંધાવેલું મંદિર છે. એ મંદિરનું નામ વર્ગવ થી માર પ્રસારું છે. એ મંદિર બાંધનાર બાહોશ સૂત્રધાર શિલ્પીનું નામ રા. દેપાક છે. મંદિરને એકસરખા વિશાળ ચાર દિશામાં ચાર દરવાજા છે. મુખ્ય દરવાજે પશ્ચિમ દિશા તરફને મનાય છે, અને એ જ અત્યારે ખુલ્લો રહે છે. લોકો આ દરવાજેથી જ અંદર દાખલ થાય છે, બાકીના ત્રણ દરવાજાઓ જંગલી પ્રાણી, ચોર આદિને કારણે બંધ જ રહે છે. મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૯૬માં થઈ છે. એ પ્રસંગે તપા શ્રી સોમસુંદરસૂરિ આદિ અનેક આચાર્યો સામેલ હતા. મંદિર જોતાં જ અતિ અદભૂત લાગે છે. ત્યાં વસનારા સેવકો કહે છે કે આ મંદિર જૈન સંપ્રદાય પ્રસિદ્ધ નલિની ગુલ્મ નામના દેવવિમાનમાં જેવું જૈન મંદિર છે તેને મળતું બાંધવામાં આવ્યું છે. આ વાત કદાચ અતિશયોક્તિભરી હોય તેમ છતાં મંદિરની બાંધણી અતિ આશ્વર્યભરી છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. અમે મંદિરને જોતા હતા ત્યારે ત્યાંના એક સેવકે ગાયું કે– આબુજીની કેરણી, ને રાણકપુરની બાંધણી, તારંગાને ઉંચપણ, ને શેત્રુંજાનો મહિમા, કટકો બટકે ખા, પણ રાણકપુરજી જા. ખરે જ, જેમ આબુજીની કેરણી અજોડ છે તેમ અહીંના મંદિરની બાંધણીનો નમૂનો પણ દુનિયામાં બીજે જડે. અહીંના મંદિરની બાંધણુને પૂરેપૂરો ખ્યાલ સમર્થ ફોટોગ્રાફરના ફોટા Page #12 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન-૨ [ ૨૪૯ ઉપરથી પણ ભાગ્યે જ આવી શકે તેમ છે. ચૌદ સે ચુંમાલીસ થાંભલાઓ, વિવિધ મંડપ, વિવિધ કરણયુક્ત છતો અને તોરણો, ઉન્નત અને કોરણીયુક્ત થાંભલાઓ, માળની રચના, શિખરો અને છેવટે મંદિરની વિશાળતા એ બધી બાબતોનો ખ્યાલ એ ફોટાઓથી એકસાથે શી રીતે આવી શકે ? આમ છતાં મંદિર ધાર્યા પ્રમાણે પૂર્ણ થઈ શકયું નથી. એમ કહેવાય છે કે ધરણશાહે પોતાનું આયુષ્ય અલ્પ જાણું મંદિરનું અધૂરું રહેલું કામ જેમતેમ કરીને પૂરું કરાવી લીધું. ઉપલક દૃષ્ટિએ જોનારને પણ મંદિરની એ અપૂર્ણતા ધ્યાનમાં આવી જાય તેમ છે. મંદિરમાં પ્રવેશ કરતાં તેમ જ ઉપરના ભાગમાં અનેક ઠેકાણે મસ્જિદના આકારો બનાવેલા છે. એ મુસ્લિમ રાજાઓ અથવા તેમના અમલદારો ધાર્મિક ઝનૂનમાં આવી મંદિરને તોડી ન નાખે એ મોટેને એક તરીકે છે. સંખ્યાબંધ જૈન મંદિરે આ તરીકાથી મોગલોના હાથથી ભાંગતાં બચી જવા પામ્યાં છે. મંદિરને મુખ્ય લેખ ચૌમુખજીના દ્વાર પાસે લાગે છે. એ સિવાય ભીતોમાં અને થાંભલાઓ ઉપર બીજા ઘણું લેખો છે. પણ ઘણુંખરા ત્યાં યાત્રા કરવા આવનારાઓએ ત્યાંના સલાટોને પૈસા આપીને, જાણે લખી દેવાથી યાત્રા સફળ થઈ જતી ન હોય તેમ પોતાની યાત્રા સફળ'ના લેખો કોતરાવ્યા છે. ઠેકઠેકાણે સલાટોનાં નામ કતરાયેલાં છે. અને હજુ પણ લખાયે-કેતરાયે જાય છે. પિતાની પુણ્ય લક્ષ્મીને પાણીની જેમ આ મંદિર બંધાવવા માટે ખરચનાર સંઘવી શેઠ ધરણુશાહની અને પોતાનાં સંપૂર્ણ શિલ્પકૌશલ્યને આ મંદિરની રચના માટે કામમાં લેનાર સૂત્રધાર રા. દેપાકની મૂર્તિઓ મૂળ ગભારાની સામે આવેલા બે થાંભલામાં કોરાયેલી છે. આ બન્નેય મહાપુરુષોના વંશજે અત્યારે વિદ્યમાન છે, પણ મૂળ પુરુષોને એ લક્ષ્મીવૈભવ અને જ્ઞાનવૈભવ આજે એમનામાં નથી રહ્યાં. આ મંદિરમાં ચોરાસી ભોંયરાં છે એવો પુરાણો છેષ ચાલ્યો આવે છે, પણ અત્યારે કોઈને એની યાદ નથી. અમે મંદિરમાં પાંચ ભોંયરાં જોયાં. એમાંનું એક ભોંયરું જે રાયણના ઝાડની નજીકમાં ઉત્તર બાજીના મુખની સામે આવેલું છે, એ દર્શનીય છે. બીજુ સામાન્ય છે. કેટલાંક ભોંયરાં તો મોટાં આળાં જેવાં છે. મંદિરની વિશાળતા જોતાં નાનાં મોટાં થઈ ચોરાસી ભોંયરાં હોવાં અસંભવ નથી. અમે જે જોયરાં જોયાં તેમાં સારામાં સારી નાની તેમ જ મોટી સંખ્યાબંધ મૂર્તિઓ અવ્યવસ્થિત દશામાં પડેલી છે. એ બધી પંદરમી અને સોળમી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે. અહીંનું મંદિર લગભગ પાંચ શતાબ્દીઓના વાયરા ખાવાને લીધે ઘણે ઠેકાણે પુનર્જીવન માંગે છે. એક લાખ રૂપિયા હોય તો તે પણ ઓછા પડે તેમ છે. કઈ ભાગ્યશાળી આનો જીર્ણોદ્ધાર કરાવવા પિતાને હાથ લંબાવે એમ સી કેઈ ઇચ્છે અને કહે. પણ મને કહેવા દે તો હું તો ઉમેરું કે, એ દ્રવ્ય વિજ્ઞ મનુષ્યના હાથમાં જ સોંપવું જોઈએ કે જેથી મંદિરને ઉદ્ધાર થવાને બદલે એની કળાને, એની પ્રાચીનતાને અને એની અભુતતાને નાશ ન થાય. આજે વર્ષોનાં વર્ષો વહી જવા છતાં આપણું તીર્થો અને મંદિરના વહીવટર્તાઓને એ ખબર નથી કે જીર્ણોદ્ધાર એટલે શું ? અને જીર્ણોદ્ધાર કોને કહેવાય ? કોઈ પોકારી પોકારીને કહે તો તે સાંભળવાને તેમને કાન હતા નથી અને સમજવાને બુદ્ધિ તેમ જ હૃદય હોતું નથી. વધારે દૂર ક્યાં જઈએ પણ આપણી માન્ય આણંદજી કલ્યાણજીની પેઢીના શેઠિયાઓને અને કાર્યાયર્તાઓને પણ ખબર નથી કે જીર્ણોદ્ધાર એટલે શું ? સ્વર્ગસ્થ શેઠ શ્રી વેણીચંદ સૂરચંદભાઈએ ઠેકઠેકાણે આરસની લાદીઓ લાદી લાદીને કેટલાય નાશ કર્યો છે, મંદિરને લક્ષણવિહીન કર્યા છે. રખે ક્યાંય શત્રુંજયની પ્રાચીનતા કાયમ રહી જાય એ માટે લેખેવાળા પરિકરે કાઢી નાંખ્યા છે અથવા લેખો ઢાંકી દીધા છે! આવી અનેક વાતો પેઢીના કાર્ય કર્તાઓના ખ્યાલમાં હજુ સુધી આવી જ નથી. પેઢીના કાર્યકર્તાઓના મગજમાં જે વાતે પ્રતિક્ષણ જ્ઞાનાં. ૩૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ]. જ્ઞાનાંજલિ રમતી રહેવી જોઈએ, તેને તેમને સ્વનેય ખ્યાલ હોતો નથી, એ કેટલું બેહૂદું તેમ જ શોચનીય છે. આજે સિદ્ધાચળજી ઉપર નજર કરીશું તો ભાગ્યે જ પ્રાચીનતા નજરે આવશે. પૈસા કમાવા ખાતર મંદિરોની મજબૂત ભીતોને તોડીને નવા ગોખલાઓ બનાવી અહીંની મૂર્તિઓ ત્યાં અને ત્યાંની મૂર્તિઓ અહીં એમ એકબીજા ઠેકાણેની અને એકબીજાના નામની મૂર્તિઓની ફેરબદલી કરવાનું કામ ઘણી હોશિયારીથી કરાય છે, અને કરાયું છે. મંદિરની ભતેમાં નવેસર ગોખલાઓ કરવાથી ભીંતને ઓસાર પાતળો પડતાં મંદિર અલ્પાયુ થાય, એ વાતને વિચાર પૈસા કમાનારે શા માટે કરવો જોઈએ વાર? મેં એવી અનેક મૂર્તિઓ જોયેલી છે કે જેની મૂળ દેરી અને શિલાલેખ આદિ બધુંય કાયમ હોવા છતાં માતિને ત્યાંથી દેશવટો ભોગવવો પડ્યો છે. આવાં પરિવર્તન ઉચિત ન ગણાય. અતુ. આ તો મેં પ્રસંગવશાત લખી નાખ્યું. આ તીર્થનો વહીવટ પણ આપણી પેઢી કરે છે. એની જ દેખરેખમાં મંદિરના આવશ્યક જણેધારનું કામ ન થયું અને ફરતીમાંની દેરીઓમાં આરસની લાદીઓ ઍટાડવામાં આવી છે. એ માટે અમદાવાદના જ કઈ ભાગ્યવાન શ્રાવકે પચીસ-ત્રીસ હજાર રૂપિયા આપ્યા છે એમ સાંભળવામાં છે. ફરતીની દેરીઓમાં આરસની લાદીઓ ચટાડ્યા સિવાય કાંઈ અટકયું ન હતું; એના બદલે બીજા આવશ્યક કામ માટે જે ખરચ કર્યું હતું તે તે વધારે ઉચિત ગણાય. આ મંદિરને સામાન્ય રીતે જોતાં પણ બે કલાક લાગે તેમ છે. જે ખરા જેનાર આવે છે તેઓ એક દિવસમાં મંદિર જોઈ શકતા નથી. અમે મંદિરના નિરીક્ષણ માટે પાંચથી છ કલાકને સમય હતો અને અમારી યાત્રા સમાપ્ત કરી હતી. અહીંની યાત્રામાં આપને અમે વારંવાર યાદ કર્યા હતા. એ જ. શિશુઓને યોગ્ય સેવા ફરમાવશે. કૃપાદૃષ્ટિ છે તેવી રાખશોજી. લાભવિ. મ.. કપૂર વિ. મ. મેઘવિ. મ. આદિને સાદર વંદના. દ. શિશુ પુણ્યની ૧૦૦૮ વાર વંદના. दीसइ विविहऽच्छरियं, जाणिज्जइ सुजण-दुजणविसेसो । विन्नाणं च कलिजइ, हिंडिज़्जई तेण पुहवोए ॥१॥ [ “પ્રસ્થાન,” ભાદ્રપદ, સં. ૧૯૮૮ ] વિહારવન [૩] જૈનેતર આદિ દરેક પ્રજા કેસરિયાજીની ઉપાસના કરે છે ખરી, પણ એ બધાય કરતાં એ પ્રભુની પરમ ઉપાસક અહીંની ભીલ પ્રજા છે. સમયના ફેરફાર સાથે ભલે બીજી પ્રજા કેસરિયાનાથજીની ઉપાસના છોડી દે, પણ અહીંની ભીલ પ્રજા એ પ્રભુની ઉપાસનાને સ્વનેય વિસારે તેમ નથી. કેસરિયાનાથની અનન્ય ભક્ત એ પ્રજાના રીતરિવાજ આદિ ઘણું રસપ્રદ છે. એટલે એ પણ આપને જણાવું છું. ઉદયપુર અને ડુંગરપુર સ્ટેટમાં મળી એમની વસતી આશરે ચાર પાંચ લાખ જેટલી હશે. એ પ્રજા એટલી નીતિશીલ છે કે, પોતાની ચોકી મળી ગયા પછી પ્રાણુતે પણ માણસને આંચ આવવા ન દે. એ પ્રજા એટલી સંવિભાગશીલ છે કે, પોતાને ત્યાં પિતાના નાતીલા ગમે તેટલા આવે તોપણું એ સૌને આપીને જ પોતે ખાય. એ લેકે મુખ્યત્વે ખેતીથી અને તે સિવાય જગલનાં લાકડાં, ઘાસ આદિ ઉપર પિતાને નિર્વાહ ચલાવે છે. પહાડોમાં જ્યાં ભીલોની જ વસતી છે ત્યાં Page #14 -------------------------------------------------------------------------- ________________ વિહારવ ન-૩ | ૨૫૧ તેમની પાસેથી ધાસ, લાકડાં આદિના સ્ટેટ તરફથી કર લેવામાં આવતા નથી. જ્યાં બીજી વસતી હેાય ત્યાં કર લેવામાં આવે છે. એમના ખારાક મુખ્યત્વે બાજરી, મકાઈ અને ખડધાનનેા છે. અને શિકાર કરી માંસાહાર પણુ એ લેકે કરે છે. આ પ્રશ્ન એટલી વ્યસની છે કે તેમના પૈસા બધા દારૂમાં જ ઊડી જાય છે. એમનાં ગામા ત્રણ-ચાર માઈલના વિસ્તારમાં વસેલાં હોય છે. એ પ્રજા દારૂ પીનાર અને ઝનૂની હાઈ આપસઆપસમાં લડી ન પડાય એ ઉદ્દેશથી જુદી જુદી ટેકરીઓ ઉપર દૂર દૂર એક એક બન્ને ઘર, ઝૂંપડાં વગેરે બાંધી વસે છે. એમના લગ્નના વિધિ બ્રાહ્મણગાર કરાવે છે. અને એ ગારને તેઓ જ્યારે ખેતી પાકે ત્યારે લાગાએ આપે છે. કઈ કારણસર એમને એકઠાં થવાની આવશ્યકતા પડે ત્યારે ત્યારે તેમતે નાયક ઢોલ વગડાવે અને એ દ્વારા સૌને એટલી ત્વરાથી ભેગા કરે કે એક સાધનસપન્ન રાજા પગુ એટલી ત્વરાથી એ કામ ન કરી શકે. ઢોલના શબ્દ ઉપરથી જે જાતનું કામ હાય તેને એ લેાકેા પારખી લે છે. ઉદયપુર અને ડુંગરપુર રાજ્યમાં એકથી બીજે ગામ જતાં ઠરાવેલ ચાકી આપવી પડે છે. મેળા ઉપર કેસરિયાજીની યાત્રાએ આવનાર માટે ચેકીનેા દર અર્ધું છે. સાધુ, બ્રાહ્મણ, રાજપૂત, મુસલમાન પાસેથી ચાકી કાંય લેવાતી નથી; તેમ સરકારી અમલદાર અને સરકાર જેમની ચાકી માફ કરે તેમની પણ ચાકી નથી લેવાતી. ચાકી લેનાર ભાલે લાવાર વારા આવે ત્યારે વારાફરતી ચેાછી લેવા આવે છે-એસે છે. ભીલ પ્રજા ભરવ, જોગણી, કાલિકા, ચંડી આદિ ધાંય દેવદેવીતે માને છે, તેમ છતાં એ લેાકેા કેસરિયાનાથજીતે સૌથી વધારે માતે-પૂજે છે. જ્યારે ત્યારે ડગલે ને પગલે કેસરિયાનાથજીની જ બાધા-આખડી રાખે છે. દર પૂનમે એમનાં ટોળાં કેસરિયાજી આવે છે. પણ ફાગણુ વિષે આઠમના મેળા ઉપર તેા એમનાં ગૂડનાં ઝૂંડ આવે છે. આ દિવસે ચારે તરફ નજર નાખીએ ત્યાં રસ્તા ભીલ-ભીલડીથી જ ઊભરાતા હોય છે. આ મેળાતે દિવસે રસ્તાની ચામેર ભાઈ લેા સુધી ટેકરીઓ ઉપર ભીલા ચેકી કરતા આઠે પહેાર ઊભા રહે છે. કેસરિયાજી આવનાર ભીલ-ભીલડીએ ગીતે ગાતાં ગાતાં આવે છે, અને મેળાને દિવસે તે! એમનાં ગૂડનાં ઝૂંડા ગીતેા ગાવામાં મસ્ત રહે છે. એ ગીતેામાં મુખ્યત્વે બાધા-આખડી રાખનારને શો લાભ થયા એ જ વન હેાય છે. નમૂના દાખલ એક ગીત આપને લખી મેાકલાવું છું : અમદાવાદ મેાડા તીરથ જા રે જાઈ. તીરથ॰ કુંવર માંદે થાય તીરથ॰ ઘણા અલેા થાંઈ થારી રખેલમાં લઈ રે તીરથકુંવરીએ વચે તીરથ તીર્થ કુંવર હજગ૪ વલિએ તીરથ॰ પ્યારી સંધ ચાલે સેાનાવાલા મેરીએપ તીરથ, રૂપાવાળી ચકલી તીર્થ. રૂપાવાળા કુકડા તીરથ, મેાનાવાળી માછલી તીરથ. મગરા માંહે લેવ હૈ તીર્થ,પારી સંધ ચલાવા તીર્થ. હાથ માંહે જલા લેાટીએ તીર્થ, હાથ મુંડા ધાવા ઉગતા સૂરજ બાંદી લેવા તીર્થ, લીલી પીળી ગાડી તીર્થ. કુંવર મા થાયેા તીરથ, સઘળા સંગ ચાલવા લાગેા તીરથ માર્લ જોડ મેસ્થેા તીર્થ, અમદાવાદ દૂ મેાડા તીરથ, રસ્તે તીર્થ, દનડા મૂડી- જાય તીર્થ, તીરથ લાગેા ૧ માંદા. ૨ પગે ચાલીને યાત્રા ૪ હજગ-વલિ-વધારે માંદા પડયો. કરવાની ખેાલમા એટલે માનતા. ૩ વચે બચે, જીવતા રહે. ૫ માર. હું નાનાં ડુંગરા, ૭ દિવસ. ૮ આથમે, Page #15 -------------------------------------------------------------------------- ________________ પર વાડીને બગીચા તીરથ, ધામતા ૧૦ મેાકલા તીરથ તા.વેરાવા તીર્થ. કટાવેશ તીર્થ, ચનણ તીરથ. સગવાડે સુથાર ખેલાવા તીર્થ, ચનણુક ૧૧ ગાડીઓ ઘડાવા તીરથ, અડદી ગાડી અડી વાલી તીરથ. પારી સંધ ચલાવે તીર્થ, સૂરજ કેમે ઝાંકા તીરથ. કાચે રે મેડલા તીર્થ, કાંકર મેડલી તીર્થ. મેાર સાતે તે સયા૧૩ તીર્થ, દાતણીઆને માડે સાથેરે કડકા રાલુ તીર્થ, સાથે વાટી૧૫ આલુ સાબુ ૧૬ કાગલા કરા તીરથ, કાચને એડલા ભરી લાવે। તીરથ, તટકે ખેઠેલે છેાડી લેવા તીર્થ, જાઈ રૂધામા દોડ તીરથ. àપરી૧૭ રે જાપા ફ્રૂટા તીર્થ, ચલાવા ગાડી ચલાવા તીર્થ, કાલેાજી સામલેાછ તીરથ, ગુજરાતમે સામલેાજી તીરથ॰. ખડકમે કાલાજી તીરથ, ડુંગરપુર તીરથ॰. પાવ તીર્થ. ધામતીરે ડાક મેકલેા તીર્થ, ધામા દાડે રેડાક તીરથ, સધળા સંધ ચલાવે તીરથ, હિંદુ વડલા આઈ તીરથ. ખેરવાડા આવી લાગે તીર્થ, તીયાં૧૮ પડાવ કરાવે! તીર્થ. દના મૂડી જાય તીર્થ, દનડે ઊગી જાય તીરથ. સંધ ચલવે લાગે તીરથ, આવી લાગે। સામ તીર્થ. આવી લાગા મયાવાલી વાવડી તીર્થ, પારીરે૧૯ ખેલમા ચેાડી તીર્થ, મેરીયા તે ચેાડા લાગા તીર્થ, રૂપાવાલી માછલી તીરથ, કેસર ચાડવે લાગા તીર્થ, આવી લાગા કાલાજી તીર્થ. રૂપાવાળા મારીયા તીરથ. ચકલી તે ચાડવા લાગા તીર્થ. માતલી તેા ચેાડવા લાગા તીરથ, ખેલમા તેા આવી કાદી તીર્થ. આ જાતનાં ગીતેા ગાય છે. ગીતા સ્ત્રી અને પુરુષ સાથે મળીને પણ ગાય છે. પુરુષો અને સ્ત્રીએ અચદ્રાકાર ઊભાં રહીને ફરતાં ફરતાં તાલીઓ પાડતાં ગાય છે. વચમાં તાન ચડાવવા માટે ઊંચેથી પુર્ર્ શબ્દ વારંવાર ખેલીને કૂદતાં રહે છે. દરેક ગીતને એક જ પદ્ધતિથી જાડા સ્વરે ગાય છે, દરેક કડીને બીજી વાર ખેલતી વખતે આદિમાં · જાઈ મારે તીરથ જાઈ રે ' ઉમેરે છે, જેમ કે:અમદાવાદ મેાડા તીર્થ જાઈ, જાઈ મારે તીરથ જાઈ રે, અમદાવાદ મેાડા તીરથ જાઈ રે જાઈ. જ્ઞાનાંજલિ ܕ યાત્રાએ આવનાર દરેક ભીલ-ભીલડી નાહીધેાઈ પ્રભુની પૂજા કરે છે, અને પ્રભુને ગળે, હૃદયે, ચરણે વળગી પડે છે, તેમ જ જોરજોરથી જેકારા ખેલતા રહે છે. ભીલામાં વૈરાગ્ય આવે છે ત્યારે ભગત બની જાય છે. એ ભગતા માંસાહારને સદંતર ત્યાગ કરે છે, અને ભાલેાની સાથે ખાવાનું પણ છોડી દે છે. ભગતે એકબીજાને ત્યાં ખાય પીએ ખરા. એ ૯ દોડતા. ૧૦ જીણુ–જનમાણસ. ૧૧ ચંદનનું ઝાડ. ૧૨ કાખમાં. ૧૩ સખીએ. ૧૪ કાગળા. ૧૫ ઉના લાટની બાટી. ૧૬ ચુલુ કાગળા. ૧૭ ઠાકોર. ૧૮ ત્યાં. ૧૯ પગે ચાલીને યાત્રા કરવાની માનતા ચડાવી. Page #16 -------------------------------------------------------------------------- ________________ વિહારવણને-૩ ( ૨૫૩ લોકે ખાસ કાંઈ જ્ઞાન ધરાવતા હોતા નથી, એટલે ઉપદેશ આપવા જેવું કાંઈ કરતા નથી; પણ પિતાની પ્રણાલી પ્રમાણે જે ભજનો આવડતાં હોય તે ભલેને સંભળાવે છે. એ ભગતો કેસરિયાનાથજીના ઉપાસક હોય જ છે. અહીંની ભીલ પ્રજાની “શ્રી કેસરિઆનાથજી પ્રત્યે આટલી દઢ ભક્તિ, યાત્રા કરવા આવતાં જતાં શ્રીકેસરિયાજીનાં વિધવિધ ગીતો ગાવાં, કોઈ પ્રસંગ પડતાં કેસરિયાનાથની જ માનતા માનવી, એના નામ પર પ્રાણ પાથરવા તૈયાર થવું.” ઇત્યાદિ બાબતો જોતાં મને લાગે છે કે કઈ જમાનામાં આ આખાયે પ્રજા ચુસ્ત જૈન ધર્માવલંબી હોવી જોઈએ. કેઈ અક૯ય પરિસ્થિતિમાં પરાવર્તન પામી જવા છતાં એ પ્રજામાં હજુયે જૈનત્વનાં ઉપર્યુક્ત અવશેષો રહી જવા પામ્યા છે. લોભ-લાલચને વશ થઈ આપણે ગમે તેવાં દેવી-દેવતાઓની માનતા કે ઉપાસના કરીએ તેમ છતાંયે દેવી-દેવતાઓ સાથે આપણે અંગત લેશ પણ સંબંધ જોડાતો નથી, જ્યારે આ ભીલાતિ માટે તેમ નથી, બલકે પોતે જે અનેકવિધ દેવી-દેવતાઓને રાતદિવસ માનતા પૂજતા હોય છે તેનાથી પણ અધિક કેસરિયાનાથજીની ઉપાસના કરે છે, કષ્ટ આદિ આવી પડતાં એની જ માનતા માને છે અને એના નામના સોગન લીધા પછી ક્યારે પણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થતા નથી-એથી, ખરે જ એ પ્રજા એક કાળે જૈન ધર્માવલંબી હશે એમ માનવાને કારણ છે. પૂજ્ય ગુરૂદેવ ! આ વખતે અમે કેસરિયાનાથજીમાં ચાર દિવસ રહ્યા. યાત્રા સારી રીતે કરી, અને જે જાણી શકાય તે જાણવા યત્ન પણ કર્યો. ચૈત્ર વદિ બીજને દિવસે પ્રભાતમાં કેસરિયાનાથજીનાં દર્શન કરી અમે ઉદયપુરનો રસ્તો લીધે. પહેલે દિવસે પ્રસાદ અને બીજે દીવસે ટીડી આવી રહ્યા. અહીં અમને સમાચાર મળ્યા કે અહીંથી પૂર્વ દિશામાં બે માઈલ ઉપર જાવર માતા છે. ત્યાં જેનજેતરનાં ઘણાં મંદિરે તૂટેલાં પડ્યાં છે, અને તે જોવા લાયક છે. પૂજ્ય આચાર્યદેવની આજ્ઞા લઈ બપોરના ત્રણ વાગે હું, મુનિ શ્રી ચરણવિજયજી અને રમણિકવિજયજી ત્યાં જવા તૈયાર થયા. જતી વખતે પૂજ્ય આચાર્ય મ૦ એ ભલામણ કરી કે સાથે પાણુને ઘડે લઈ જાઓ, જેથી આવતાં સાંજ પડી જાય તો હરત ન પડે. આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે અમે પાણી લઈને બે ચોકી કરનાર અમારા માણસો સાથે ત્યાં ગયા. ગામમાં પ્રવેશ કરતાં જ સૌ પહેલાં જાવર માતા ઉર્ફે અંબાજીનું મંદિર આવ્યું. એની સામે શિવનું મંદિર છે, અને અહીંથી અણુ પણ માઈલની દૂરી પર વિષ્ણુ ભગવાનનું મંદિર છે. આની વચમાં આપણે ચાર ભવ્ય મંદિરે ઉભેલાં છે. સાર-સંભાળ ન હોવાથી એ બધાંય તૂટીફૂટી ગયાં છે, તેમ છતાં હજુ ઘણેય ભાગ ઊભો છે. દરેકમાં અત્યારે ઘાસ ભરવામાં આવે છે. બારશાખ તેમ જ થાંભલાઓમાં લેખો વિદ્યમાન છે. એ બધા અમે ઉતારવા લાગ્યા; પણ સૂર્યું એટલી શીધ્ર ગતિ કરી કે અમે અમારું કામ પૂરું કરી રહીએ તે પહેલાં જ એ અદશ્ય થઈ ગયે. અમારે બે માઈલ જવાનું લતું. ભયંકર પહાડી રસ્તે હતો. છેવટે પથરામાં અથડાતા અથડાતા ટીડી તરફ ચાલ્યા. રસ્તામાં આચાર્ય મહારાજશ્રીએ સામે ચેકીઆત મોકલ્યા હતા તે મળ્યા. તેમની પાસે દીવો હતો. એટલે અમને ચાલવાથાં સુગમતા પડી. અમે ટીડી પહોંચ્યા, અને પ્રતિક્રમણ કરી બીજે દિવસે જાવર જવાની આજ્ઞા અમે આચાર્ય મઠ શ્રી પાસે માગી. તેઓશ્રીની આજ્ઞાથી અમે પહેલા દિવસના ત્રણે સાથીઓ પાછા જાવર ગયા. ત્યાં કેઈ શ્રાવકની વસતી ન હોવાથી અમે આસપુરના આપણા શ્રાવક શેઠ નિહાલચંદજી તારાવત અને કચરૂભાઈને સાથે લઈને ગયા. અને બાકી રહેલા બધા લેખ લીધા, અને પાછા દૂર આવેલ બીજાં પાંચ મંદિરો જોવા ગયા. ત્યાં જે લેખો હતા તેનો પણ ઉતારે કર્યો. એક મંદિરમાં તો બરાબર પચાસ ઈચની પદ્માસનાકાર બે સુંદર મૂર્તિઓ તદ્દન Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] જ્ઞાનાંજલિ અખંડ પડેલી છે. એકંદર આપણું નવ મંદિરે છે, જે વિશાળ અને અતિભવ્ય છે. જેનેતરનાં દસેક મંદિરો છે. પણ એ તદ્દન સાદાં અને નાની દેરી જેવાં છે. ઉપર મેં જે ત્રણ જાવર માતા, શિવ અને વિષ્ણુનાં મંદિર જણાવ્યાં છે એ તો વિશાળ, અતિ સુંદર અને વિક્રમની સોળમી સદીમાં બનેલાં છે. શ્રીમતી મીરાંબાઈ અહીંના વિષ્ણુમંદિરમાં વસતાં હતાં, એમ કહેવાય છે. મુસલમાનો સામેના યુદ્ધના પ્રસંગે રાણું પ્રતાપે અહીંના પહાડ ઉપરના કિલ્લામાં ઘણો સમય વીતાવ્યું છે. આ ગામને અને આપણાં મંદિરને મુસલમાન યુદ્ધના સમયમાં જ નાશ થાય છે. તે પછી એ ગામ ફરીથી વસ્યું છે, પણ પૂર્વની આબાદી એમાં આવી શકી નથી. આપણાં મંદિરે પંદરમી અને સોળમી સદીમાં બનેલાં છે. સવારથી બપોરના એક વાગ્યા સુધી અમે આ મંદિરે જોવાનું કામ કર્યું, તે પછી આહાર કરી વિશ્રાંતિ લઈ ઠંડો પહોર થતાં સાંજે અમે છ માઈલ દૂર બારાપાલ પહોંચ્યા. આચાર્ય મહારાજ શ્રીએ આજે કાયા પડાવ કર્યો હતો. બીજે દિવસે સવારે તેઓશ્રી ઉદયપુર પહોંચવાના હતા, અને અમારે પણ લાંબો પંથ કાપી ઉદયપુર જ પહોંચવાનું હતું. આચાર્ય મહારાજ અમારા માટે ગામબહાર રોકાયા એટલે અમે સાથે પ્રવેશ કરી શક્યા. આપશ્રીએ પૂજ્ય આચાર્યદેવ ઉપર લખ્યું હતું કે પુણ્યવિજયજી શેઠજી રોશનલાલજીને ઓળખતા નથી તો પરિચય કરાવજે અને એમની પાસેથી સાંભળવા જેવી અને જાણવા જેવી વાતો સંભળાવજે. આપની સૂચના મુજબ શેઠ રોશનલાલજીનો ઠીક પરિચય થયો. એઓશ્રી પાસેથી ઘણો ખજાનો છે. કોઈ શ્રમ કરનાર હોય તો ઘણું જ કામ થઈ શકે તેવું છે. મેં તેમની પાસે ઘણી વાતો સાંભળી. અને દિવસ સુધી તેમની વાતો સાંભળીએ તો ખૂટે તેમ નથી. તેમની પાસે મહારાણા પ્રતાપે શ્રી હીરવિજયસૂરિ ઉપર લખેલ પત્રની મૂળ નકલ છે તેની મેં નકલ કરી લીધી છે, અને તેનો ફોટો ઉતારવાની ભલામણ કરીને આવ્યો છું, જે મારા પાટણ આવ્યા પછી આવશે. ઉદયપુર એક અઠવાડિયું રહી અમે ચૈત્ર વદિ ૧૧ના રોજ વિહાર કર્યો, અને ભંડાર, મોટાગામ, નાંદેસમા, દેલ, સાયરા અને ભાણપુર આટલે ઠેકાણે મુકામ કરી બરાબર અક્ષયતૃ પિયાને દિવસે અમે રાણકપુરજી આવ્યા. મોટાગામ અને નાંદસમામાં આપણાં મંદિરો છે, પણ તેને પૂજનારા બધાય બારાપંથી અને તેરાપંથી થઈ ગયા છે. આ મંદિરે સોળમી સદીમાં બંધાયેલાં છે. સાયરાની પાસે એક ભાટનું સાયરા ગામ છે. ત્યાં આપણું એક મંદિર છે જે અત્યારે ખાલી પડવું છે અને સોળમી સદીનું છે. એમ કહેવામાં આવે છે કે મેવાડની અંદર લગભગ આપણાં ત્રણ હજાર મંદિર છે, જે અત્યારે નષ્ટ-ભ્રષ્ટ અથવા અર્ધનષ્ટ સ્થિતિમાં પડેલાં છે. આ બધાયનું અવલોકન કરવામાં આવે તો કેટલીયે ઐતિહાસિક સામગ્રી સાંપડે, પણ અંદર અંદર કલહમાં મચેલ આપણને કયાં આ વાતની પડી છે ? રાણકપુરજીથી સાદડી, વરકાણુ, શિવગંજ, સહી અને એની વચમાં આવતાં ગામોમાં મુકામ કરતા અમે આજે અણુદરા આવી પહોંચ્યા છીએ. આવતી કાલે પ્રભાતમાં અમે દેલવાડાનાં જગમશહૂર કેરણીવાળા મંદિરનાં દર્શન કરી આનંદ હર્ષ મનાવીશું. સીરોહીથી અણદરા આવતાં સીહી પહેલાં મીરપુર કરીને ગામ છે, તેમાં આપણું ચાર મંદિરો છે. ત્રણ ખાલી પડ્યાં છે. ત્રણે અકબંધ મંદિરો છે. બે મંદિર તો મને એવાં લાગ્યાં છે કે તે બંધાયા પછી ગમે તે કારણે એમાં પ્રતિમા પધરાવવાને સવેગ મળી શક્ય જ નથી. એક મંદિર એટલું બધું ભવ્ય, મહાન અને અજબ કેરણીવાળ છે કે જેને બંધાવવા બેસીએ તો હજારો રૂપિયા જોઈએ. એ મંદિર છરાઉલા પાર્શ્વનાથનું હતું. આજે એ ખાલી પડયું છે. એ મંદિરમાં એકાદ મૂર્તિ હોય તો એની સારસંભાળ થાય, અને એ મંદિર તીર્થરૂપ બન્યું રહે. જે એક મંદિર સાધારણ મંદિર જેવું છે તેમાં પ્રતિમાઓ છે. અહીં એક Page #18 -------------------------------------------------------------------------- ________________ [ રપ : વિહારવન–૩ ધર્મશાળા છે, તેમાં એક પૂજારી અને ચોકિયાત રહે છે. ગામ તદ્દન ભાગી ગયું છે. એક પણ ઘર અહીં નથી. એનાથી દૂર એક માઈલ છેટે એ ગામ ફરીથી વસેલું છે. આપણાં મંદિરો પહાડની વચમાં આવેલાં છે. સ્થાન ઘણું ભયંકર છે. અમારી સાથે સીધી રાજ્યના નાયબ દીવાનની ભલામણથી દરેકે દરેક ઠેકાણે ચોકિયાત હોય છે, એટલે અમે તો નિર્ભયપણે રહીએ છીએ. હવે અબુદગિરિની શીતળતાનો અનુભવ કરી એમાંનાં ભવ્ય મંદિરોનાં દર્શન કરી પાછા અણુદરા મઢાર, પાંથાવાડા અને જેને માટે વૃક૫ સૂત્રના ટીકાકારે “વનાસયાં પૂરાવરથમાનામાં તત્વરાનીયત્રાવિતાયાં ક્ષેત્રમમ ઘાચાર પ્રકીર્યન્ત " એવો ઉલ્લેખ કર્યો છે એવા બનાસ નદીના રેતાળ પ્રદેશનું પુનઃ દર્શન કરતા પાટણ આવીશું. એ જ યોગ્ય સેવા લખશોજી. સર્વ મુનિમંડળને સાદર વંદના. આપને દરેક ઠેકાણે યાત્રામાં યાદ કર્યા છે. શિશુઓ ઉપર કૃપાદૃષ્ટિ રાખશોજી. આબુજી અમારે થોડું જ રહેવાનું હોવાથી હવે કાંઈ ખાસ લખવાનું રહેશે નહિ. અણુાદરા વિશાખ વદિ પ્રથમે દશમી દ. શિશુ પુણ્ય 1008 વાર વંદના સંવત 1988 [ “પ્રસ્થાન, જયેષ્ઠ, સં. 1989)