SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ છે. કુંડ ઘણો મોટો છે પણ તેમાંનું પાણી વપરાશ ન હોવાને લીધે રવચ્છ નથી. કિલ્લામાં અનેક ઠેકાણે તોપો ગોઠવવાના મરચાઓ છે. અમે કોટની રાંગે રાંગે માઈલ દેઢ માઈલ સુધી ફરીને કિલ્લાને અને એ મોરચાઓને જોયા. કેટલેક ઠેકાણે હજુયે તોપો પડેલી છે અને એના ઉપર લેખો પણ કોતરાયેલા છે. રાંગે થઈને અમે રાજા વીરમદેવની ચેકીએ જવાના હતા, પણ એ ઘણી દૂર હોવાથી અમે અધવચથી પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. ત્રીજે દિવસે અમે જાલેર પાસેની એક ટેકરી ઉપર આવેલ નાની ચેકી જેવા ગયા. એને માટે એવી કિંવદન્તી છે કે આજથી બસોએક વર્ષ પહેલાં ત્યાંના રાજાએ પોતાની કળા બતાવવા માટે આવેલ કેઈ નટને કહ્યું કે આ બે સામસામી જે ટેકરીઓ દેખાય છે (એકથી બીજી બે માઈલને અંતરે આવેલી છે, તેના ઉપર દોરડું બાંધી તે દોરડા ઉપર થઈ એકથી બીજી ટેકરી ઉપર તું જાય તો તને જાલેરનો કિલ્લે બક્ષિસ કરી દઉં. નટે કહ્યું: “મહારાજ ! આપ કિલ્લે નહિ આપી શકે માટે રહેવા દો.” રાજાએ કહ્યું: “તારામાં એકથી બીજી ટેકરીએ પહોંચવાની તાકાત નથી એમ જ કહી દે, નહિ આપવાની વાતને જવા દે.” છેવટે એ સમર્થ કલાધર નટે વાત કબૂલી લીધી અને દોરડું બાંધી તે ઉપર થઈ ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં અધે રસ્તે આવ્યો ત્યારે રાજાને અથવા રાજાના કેઈ અમલદારને લાગ્યું કે આ કિલો નટના હાથમાં જાય એ ઠીક નથી થતું. આમ વિચારી નટ અધવચમાં હતો તે જ વખતે એક બાજુથી દોરડું કાપી નાંખ્યું અને નટરાજ નગરના અધવચમાં પટકાઈ પડી મરી ગયે. આજે નગરના જે સ્થળે એ નટ પટકાઈને મરણ પામે હતો તે સ્થળે લેખ છે. એ લેખ જેવા હું ગયે, પણ બજાર ભરચક હોવાથી તેમ જ લેખવાળી જગાએ લોક ટોળે મળવાથી, લેખ વાંચવાનું બની શક્યું નથી. બીજે દિવસે અમારે વિહાર કરવાનો હોવાથી જોવાનો સમય ન મળ્યો. કદાચ વખત મળ્યા હોત તોપણું લેખવાળા પથર બજારના વચમાં આવેલ હોવાથી તે ઉપરના લેખને લોકોએ ટોચી ટોચીને ખરાબ કરી નાખેલ હોઈ તેને વાંચવો દુષ્કર હતો. આજે પણ નટ લેકે આ નગરમાં રાતવાસો વસતા નથી. હું અને મુનિશ્રી રમણિકવિજયજી એ સમર્થ કલાધર નટરાજના મૃતિચિને જોવા માટે ગયા. અમે એ ટેકરીના રસ્તા માટે લોકોને પૂછ્યું, પણ ત્યાં કોણ જતું હોય કે રસ્તો હોય અથવા રસ્તાને જાણનાર હોય. અસ્તુ અમે અનુમાનથી ચાલવા માંડયું. રસ્તો એકંદર અમને ઘણો સારો મળી ગયે. લગભગ પાંચસે ફીટ ઊંચી એ ટેકરીને અમે ઘણી ખરી ઓળંગી ગયા, પણ ઉપરનો ચાળીસ પચાસ ફીટ જેટલો ભાગ એવો કપર નીકળ્યો કે રસ્તો જ ન મળે. છેવટે આમતેમ ફરી ફરીને પથ્થરોની ફાટો–બબલેનો આશ્રય લઈને અમે સંભાળપૂર્વક ટોચ ઉપર પહોંચ્યા. ત્યાં એક લગભગ સમરસ અને ચાલીસેક ફીટ લાંબી-પહોળી શિલા આવેલી છે. તેના મધ્ય ભાગમાં એ સમર્થ નટરાજની ચોકી બનાવેલી છે. ચકી આરસની બનેલી છે. એમાં લેખ આદિ કશુંય નથી. માત્ર એક થાંભલા ઉપર બે ઇંચ મોટા કોતરેલા પૂરવ માવ યુ” આ અક્ષરો નજરે આવ્યા. અમે ચોકી ઉપર ઠંડી હવાને ઝીલતા પિણે એક કલાક બેઠા અને મારી પાસેની કાતરથી ચેકીના થાંભલા ઉપર અમારું નામ, સંવત, 'તિથિ આદિ કોતરી કાઢયું. પછી ત્યાં બેસી અમારી પાસેના દૂરબીનથી આજુબાજુના પ્રદેશે, પહ, ગામે આદિ જોયું અને સાવચેતી પૂર્વક એ કપરી ટેકરી ઉપર સહીસલામત અમે નીચે ઊતરી આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230238
Book TitleVihar Varnan 1 2 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy