________________
૨૫૪]
જ્ઞાનાંજલિ અખંડ પડેલી છે. એકંદર આપણું નવ મંદિરે છે, જે વિશાળ અને અતિભવ્ય છે. જેનેતરનાં દસેક મંદિરો છે. પણ એ તદ્દન સાદાં અને નાની દેરી જેવાં છે. ઉપર મેં જે ત્રણ જાવર માતા, શિવ અને વિષ્ણુનાં મંદિર જણાવ્યાં છે એ તો વિશાળ, અતિ સુંદર અને વિક્રમની સોળમી સદીમાં બનેલાં છે. શ્રીમતી મીરાંબાઈ અહીંના વિષ્ણુમંદિરમાં વસતાં હતાં, એમ કહેવાય છે. મુસલમાનો સામેના યુદ્ધના પ્રસંગે રાણું પ્રતાપે અહીંના પહાડ ઉપરના કિલ્લામાં ઘણો સમય વીતાવ્યું છે. આ ગામને અને આપણાં મંદિરને મુસલમાન યુદ્ધના સમયમાં જ નાશ થાય છે. તે પછી એ ગામ ફરીથી વસ્યું છે, પણ પૂર્વની આબાદી એમાં આવી શકી નથી. આપણાં મંદિરે પંદરમી અને સોળમી સદીમાં બનેલાં છે. સવારથી બપોરના એક વાગ્યા સુધી અમે આ મંદિરે જોવાનું કામ કર્યું, તે પછી આહાર કરી વિશ્રાંતિ લઈ ઠંડો પહોર થતાં સાંજે અમે છ માઈલ દૂર બારાપાલ પહોંચ્યા. આચાર્ય મહારાજ શ્રીએ આજે કાયા પડાવ કર્યો હતો. બીજે દિવસે સવારે તેઓશ્રી ઉદયપુર પહોંચવાના હતા, અને અમારે પણ લાંબો પંથ કાપી ઉદયપુર જ પહોંચવાનું હતું. આચાર્ય મહારાજ અમારા માટે ગામબહાર રોકાયા એટલે અમે સાથે પ્રવેશ કરી શક્યા.
આપશ્રીએ પૂજ્ય આચાર્યદેવ ઉપર લખ્યું હતું કે પુણ્યવિજયજી શેઠજી રોશનલાલજીને ઓળખતા નથી તો પરિચય કરાવજે અને એમની પાસેથી સાંભળવા જેવી અને જાણવા જેવી વાતો સંભળાવજે. આપની સૂચના મુજબ શેઠ રોશનલાલજીનો ઠીક પરિચય થયો. એઓશ્રી પાસેથી ઘણો ખજાનો છે. કોઈ શ્રમ કરનાર હોય તો ઘણું જ કામ થઈ શકે તેવું છે. મેં તેમની પાસે ઘણી વાતો સાંભળી. અને દિવસ સુધી તેમની વાતો સાંભળીએ તો ખૂટે તેમ નથી. તેમની પાસે મહારાણા પ્રતાપે શ્રી હીરવિજયસૂરિ ઉપર લખેલ પત્રની મૂળ નકલ છે તેની મેં નકલ કરી લીધી છે, અને તેનો ફોટો ઉતારવાની ભલામણ કરીને આવ્યો છું, જે મારા પાટણ આવ્યા પછી આવશે. ઉદયપુર એક અઠવાડિયું રહી અમે ચૈત્ર વદિ ૧૧ના રોજ વિહાર કર્યો, અને ભંડાર, મોટાગામ, નાંદેસમા, દેલ, સાયરા અને ભાણપુર આટલે ઠેકાણે મુકામ કરી બરાબર અક્ષયતૃ પિયાને દિવસે અમે રાણકપુરજી આવ્યા. મોટાગામ અને નાંદસમામાં આપણાં મંદિરો છે, પણ તેને પૂજનારા બધાય બારાપંથી અને તેરાપંથી થઈ ગયા છે. આ મંદિરે સોળમી સદીમાં બંધાયેલાં છે. સાયરાની પાસે એક ભાટનું સાયરા ગામ છે. ત્યાં આપણું એક મંદિર છે જે અત્યારે ખાલી પડવું છે અને સોળમી સદીનું છે.
એમ કહેવામાં આવે છે કે મેવાડની અંદર લગભગ આપણાં ત્રણ હજાર મંદિર છે, જે અત્યારે નષ્ટ-ભ્રષ્ટ અથવા અર્ધનષ્ટ સ્થિતિમાં પડેલાં છે. આ બધાયનું અવલોકન કરવામાં આવે તો કેટલીયે ઐતિહાસિક સામગ્રી સાંપડે, પણ અંદર અંદર કલહમાં મચેલ આપણને કયાં આ વાતની પડી છે ?
રાણકપુરજીથી સાદડી, વરકાણુ, શિવગંજ, સહી અને એની વચમાં આવતાં ગામોમાં મુકામ કરતા અમે આજે અણુદરા આવી પહોંચ્યા છીએ. આવતી કાલે પ્રભાતમાં અમે દેલવાડાનાં જગમશહૂર કેરણીવાળા મંદિરનાં દર્શન કરી આનંદ હર્ષ મનાવીશું. સીરોહીથી અણદરા આવતાં સીહી પહેલાં મીરપુર કરીને ગામ છે, તેમાં આપણું ચાર મંદિરો છે. ત્રણ ખાલી પડ્યાં છે. ત્રણે અકબંધ મંદિરો છે. બે મંદિર તો મને એવાં લાગ્યાં છે કે તે બંધાયા પછી ગમે તે કારણે એમાં પ્રતિમા પધરાવવાને સવેગ મળી શક્ય જ નથી. એક મંદિર એટલું બધું ભવ્ય, મહાન અને અજબ કેરણીવાળ છે કે જેને બંધાવવા બેસીએ તો હજારો રૂપિયા જોઈએ. એ મંદિર છરાઉલા પાર્શ્વનાથનું હતું. આજે એ ખાલી પડયું છે. એ મંદિરમાં એકાદ મૂર્તિ હોય તો એની સારસંભાળ થાય, અને એ મંદિર તીર્થરૂપ બન્યું રહે. જે એક મંદિર સાધારણ મંદિર જેવું છે તેમાં પ્રતિમાઓ છે. અહીં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org