SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ ૨૪ર ] વિહારવર્ણન [૨] પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાત્યાદિગુણગણપત વૃદ્ધ ગુરુવર પ્રવર્તકજી મહારાજજી તથા પૂજ્ય ગુવર શ્રી ચતુરવિજયજી મહારાજજી આદિ મુનિમંડલની પવિત્ર સેવામાં. ચરણે પાક શિશુલેશ પુણ્ય-પ્રભા-રમણીકની ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. આપની કૃપાથી અમે આનંદમાં છીએ. આપ ગુરુદેવો પણ ધર્મપસાથે સુખશાંતિમાં હશે. વિ. તખતગઢ સુધીના સમાચાર આપની સેવામાં નિવેદન કરી ચૂક્યો છું. તખતગઢથી વિહાર કરી અમે ઉમેદપુર ગયા. ઉમેદપુરા એ જોધપુર નરેશ શ્રી ઉમેદસિંહજીના નામથી નવું વસાવવામાં આવેલ ગામ છે. ત્યાં પ્રવેશ કરવા પહેલાં દૂરથી બાળકના જ્યનાદ સંભળાવા લાગ્યા. અમે જાણતા જ હતા કે એ જયનાદ ઉચ્ચારનાર બાળકે “શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાળાશ્રમના વિદ્યાર્થીઓ હતા. એ બાળાશ્રમ આપણા પં. શ્રી લલિતવિજયજી મહારાજના અવિરત શ્રેમથી કહે, ચહાય ઉપદેશથી કહો, ઉઘાડવામાં આવ્યું છે. વિદ્યાવિહીન મારવાડમાં જૈન પ્રજા માટે વિદ્યાનાં મીઠાં ઝરણું વહેવડાવનાર મુખ્યતયા આપણા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિ છે. એઓશ્રીના અવિરત શ્રેમથી મારવાડમાં સૌ પહેલી વિદ્યાલય ખોલવાની ભાવના જન્મી છે. એઓશ્રીના નિઃસ્વાર્થ ઉપદેશથી જન્મતી ભાવનાઓને કચરી નાખવા માટે કેટલાક આપણા મુનિવરોએ તેમ જ તેમના અનુયાયી ગૃહસ્થ વર્ગ સુદ્ધાં અથાગ શ્રમ સેવ્યો છે, તેમ છતાં દેશવિદેશમાં વિચરતી મારવાડી પ્રજામાંના સમજદાર વર્ગે એ વ્યક્તિઓનો સામનો કરીને પણ પોતાની ભાવનાઓને જીવતી જાગતી રાખી છે. અને એના પરિણામરૂપ જ “વરકાનું શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય” ચાલુ છે. આ વિદ્યાલય સાત વર્ષ થયાં ચાલે છે. એને તોડી પાડવા માટે હજુયે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ પિતાના ઉદયને ઇછતી અને પિતાના કર્તવ્યમાર્ગને સમજતી પ્રજાના મનોરથને નિર્મલ કરવા માટે એ પ્રયને સમર્થ નથી થઈ શક્યા. અસ્તુ. આપણે ઈચ્છીશું કે એ મહાનુભાવો શાન્ત ચિત્ત વિચાર કરે અને પોતાની ભૂલને સમજે અને સુધારે, જેથી સ્વ–પર-ઉભયનું કલ્યાણ સધાય; અન્યથા જામેલી પ્રજા પોતાનું કામ આગળ ધપાવવાની છે એમાં શકય જ નથી. એક સમય એવો હતો, જ્યારે આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજીએ ગોલવાડમાં અથવા ગોલવાડનાં ગામોમાં પહેલવહેલા કેળવણી માટે વિદ્યાલય ઊભાં કરવા માટેના ઉપદેશની શરૂઆત કરી ત્યારે લોકો ખીસામાંથી પૈસા કાઢવા પડવાના ભયથી ઉપાશ્રયમાં જ ન આવતા અથવા આઘાપાછા થઈ જતા. આજે સ્થિતિ એ છે કે આચાર્ય મહારાજજી કેસો દૂર હોય ત્યાં એ લેકે પોતાના ગામમાં પધારવા માટેનાં આમંત્રણ આપવા હાજર થાય છે. ઉમેદપુરને બાળાશ્રમ તેનાથી બે ફર્લોગ દૂર આવેલ મોરી ગામના વચ્ચેના મેદાનમાં આવ્યું. છે. એમાં સે વિદ્યાર્થી ઓ રહે છે. મેવાડ, વાગડ, માળવા આદિના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં આવેલા છે. સંસ્થા સ્થપાસે માત્ર એક જ વર્ષ થયું છે, પણ એટલામાં એની પ્રગતિ ઠીક થઈ છે એમ કહી શકાય. બાળાશ્રમનાં પિતાનાં સ્વતંત્ર મકાન ઘણુંખરાં થઈ જવા આવ્યાં છે. કાંઈ સ્થાયી ફંડ પણ થયું છે. સંસ્થાએ પોતાની સ્વતંત્ર સ્કૂલ ચાલુ કરી છે. એ સ્કૂલનો લાભ આજુબાજુની પ્રજાને પણ મળે છે. સંસ્થામાં ધાર્મિક અભ્યાસ સ્કૂલના સમયમાં જ દાખલ કરવામાં આવ્યો છે જેથી ધાર્મિક અભ્યાસ વિદ્યાર્થીને ભારરૂપ ન લાગે. આ બધું આપણું પંન્યાસજી મ. શ્રી લલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230238
Book TitleVihar Varnan 1 2 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy