Book Title: Vihar Varnan 1 2 3
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 10
________________ વિહારવણ ન–૨ [ ૧૪૭ રસ્તે વિષમ અને કાંટાળા ઝાડાથી વ્યાપ્ત એટલે સંભાળ રાખવા છતાં કપડાં કાંટામાં ભરાય અને ફાટી જાય એમાં પ્રશ્ન હાય ખરા ? બીજી ટેકરી ઉપર કાંઈ છે કે નહિ એ અમે ત્યાં ગયા નથી એટલે કહેવાય નહિ, એ ટેકરી ઉપર જવાના રસ્તા ઘણા ઋણ હતા અને અમને જવાને અવસર પણ ન હતા. નટની ચોકીના સામે દૂર નીચેના મેદાનમાં હજી ખાંડુ છે. એ રાજા વીરમદેવના મસ્તક સાથે બાદશાહની દીકરીએ લગ્ન કર્યાં અને તે સાથે પેાતે દફનાઈ મૂઈ એ હકીકતના સ્મરણ માટે બંધાયેલુ છે એમ કહેવાય છે. એ આર્સનુ છે. એક મોટી ઊભી ભીંત જેવું અને મસ્જિદના આકારનુ એ મકાન છે. આ ચેકી અને ખાંડુ જાલારના પશ્ચિમ તરફના દરવાજા બહાર વાયવ્ય કોણમાં આવ્યાં છે. અહીંના ચંડીના મંદિરમાં આપણા મંદિરના થાંભલાએ છે, પણ દૂર હાવાથી અમે જતાં જતાં અધવચ્ચેથી પાછા વળ્યા. : જાલેરથી અમે સીધા આહાર આવ્યા અને · અભિધાન રાજેન્દ્ર પ્રાકૃત કોશ'ના સમ પ્રણેતા શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજના જ્ઞાનભડારની ટીપ જાઈ. ભંડાર અતિ વિશાળ છે પણ પુસ્તકા લગભગ નવાં લખાયેલાં છે. ખાસ નવું પુસ્તક કાંઈ જોવામાં આવ્યું નથી. આથી હું એમ નથી કહેતા કે એ ભાંડારમાં મહત્ત્વ નથી. બાકી અત્યારના મુદ્રણયુગે લિખિત જ્ઞાનભંડારાની કિંમત ઓછી કરી નાંખી છે એ સર્વત્ર પ્રસિદ્ધ વાત છે. આ ભંડારમાં પાલીવાલગચ્છની પટ્ટાવલી અપૂર્વ હતી. તેના મેં ઉતારો કરી લીધા છે. એમાં કેટલીએક વાતે!, સાચી હેા કે ન હો, પણ નવી છે. વિજ્ઞપ્તિ ચિત્રપટ આદિ દર્શનીય વસ્તુએ પણ ભંડારમાં છે. આપશ્રી ઘણી વાર વાતવાતમાં કહેતા કે, રાજેન્દ્રસૂરિજી જબરદરત લેખક હતા, કામ પડે તે એક દિવસમાં સાતસેા શ્લોક લખી કાઢતા, એમના અક્ષરે મેાતીના દાણા જેવા હતા, એ વાત મારા ધ્યાનમાં હતી. એટલે મેં એમના હસ્તાક્ષરથી લખાયેલ ભગવતીસૂત્ર, પન્નવાસૂત્ર આદિ સટીક સચિત્ર પુસ્તકાનાં દર્શન કર્યાં. ખરે જ સુંદર લિપિવિન્યાસ કરનાર તે હતા એમાં જરાય શક નથી. આહેરમાં ત્રિસ્તુતિકનુ વિશાળ મંદિર છે. પહેલાં ત્રિસ્તુતિક અને ચતુઃસ્તુતિક પરસ્પર હળતાભળતા ન હતા તેમ એકબીન્તના મદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે પણ જતા ન હતા; પરંતુ અત્યારે એટલું વૈર રહ્યુ નથી, જેકે પોતપોતાના પક્ષની તાણાતાણી તેા છે જ. આહારથી અમે ગુડા બાલેાતરા આવ્યા. ત્યાંથી ઉમેદપુર જતાં રસ્તામાં યતિશ્રા તેમવિજયની બગીચી છે. તેમાં મકાન બાંધી માંદડી ગામમાંથી નીકળેલી પ્રતિમા પધરાવવામાં આવી છે. એમાં એ કાઉસ્સગયા છે. જે જાવાલના રાજા ઉદયસિંહના મંત્રી યશેાવીરે પેાતાની માતા ઉદયશ્રીના કલ્યાણનિમિત્તે પધરાવેલા છે. આ મત્રી બન્ને કોઈ નહિ પણ આમુજી ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલકારિત લુગિવસહિના પ્રતિષ્ઠામહાત્સવ ઉપર આવેલ જાવાલના રાજા ઉદયસિંહની સાથે આવનાર તેને મંત્રી હતા, જેણે લુગિવસદ્ધિ બનાવવામાં થયેલ શિલ્પને લગતી ચૌદ મોટી ભૂલે મંત્રી વસ્તુપાલ-તેજપાલને દેખાડી હતી. આપે ઉમેદપુરના એક પત્રમાં સૂચવ્યું હતું કે આચાર્ય મહારાજજીએ લખ્યુ છે કે પુણ્યવિજય આદિ મારવાડમાં આવ્યા છે તે! સાથે સાથે કેસરિયાનાથની યાત્રા કરે તેા મળવુ થઈ જાય. અમને થયું કે, આચાર્ય મહારાજશ્રી સ્વયં અમને દર્શન દેવા ઇચ્છે છે તે। અમારે દનના લાભ શા માટે ન લેવે? અમારે તે એકસાથે સ્થાવરજંગમ એમ ઉભય તીના દર્શનને લાભ હતેા એટલે અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18