Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) આરાધના ભવન : આરાધકો અહીં ધર્મારાધન કરી શકે એટલા માટે આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ તથા પ્રકાશમય બે ઉપાશ્રયોમાં મુનિ ભગવંતો નિવાસ કરીને પોતાની સંયમ આરાધનાની સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે. (૫) ધર્મશાળા : આ તીર્થમાં આવતાં યાત્રિકો તેમજ મહેમાનોને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન યાત્રિકભવન અને અતિથિભવન બનાવવામાં આવ્યાં છે. ધર્મશાળામાં વાતાનુકૂલિત (એ.સી.) તથા સામાન્ય એમ બધા મળી ૪૬ રૂમોની સુવિધા છે. (૬) ભોજનશાળા અને અલ્પાહાર ગૃહ : આ તીર્થમાં પધારેલા શ્રાવકો, દર્શનાર્થીઓ, મુમુક્ષુઓ, વિદ્વાનો તેમજ યાત્રિકોને જૈન સિદ્ધાંતને અનુરૂપ સાત્ત્વિક ભોજન મળી રહે તે હેતુથી વિશાળ ભોજનશાળા અને અલ્પાહારગૃહ (કેન્ટીન)ની સુંદર સુવિધા ઉપલબ્ધ છે. (૭) શ્રુતસરિતા : આ બુકસ્ટોલમાં વ્યાજબી ભાવે જૈન સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણો જેવા કે કેસેટ, સી.ડી. વગેરે પુરું પાડવામાં આવે છે. અહીં એસ.ટી.ડી. ટેલીફોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રકૃતિના ખોળે શાંત અને સુરમ્ય વાતાવરણમાં આ તીર્થસ્થાનનો વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો લાભ લે છે. (૮) વિશ્વમૈત્રીધામ-બોરીજતીર્થ, ગાંધીનગર : યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સાધનાનું સ્થળ બોરીજતીર્થનો પુનરુદ્ધાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા તેમજ શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાથે સંલગ્ન વિશ્વમૈત્રી ધામના તત્ત્વાવધાનમાં પ્રાચીન દેરાસરના જીર્ણોદ્વાર રૂપે નવનિર્મિત ૧૦૮ ફૂટ ઊંચા વિશાળ મહાલયમાં ૮૧.૨૫ ઈંચના પદ્માસનસ્થ શ્રી વર્લ્ડમાનસ્વામીની પ્રતિષ્ઠા ક૨વામાં આવી છે. વર્તમાન મંદિરમાં આ સ્થળ પર જમીનમાંથી નીકળેલી ભગવાન મહાવીરસ્વામી વગેરેની પ્રતિમાઓની પ્રથમ પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવું મંદિર સ્થાપત્ય તેમજ શિલ્પ એ બંને જોવા જેવા છે. અહીં મહિમાપુર (પશ્ચિમ બંગાળ)માં જગત્ શેઠ શ્રી માણિકચંદજી દ્વારા ૧૮ મી સદીમાં કસોટી પથ્થરથી બનાવેલાં ભવ્ય અને ઐતિહાસિક જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને જૈનસંઘની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. નિસંદેહ એમાં આ તીર્થના પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતનાં જૈનશિલ્પનો અભૂતપૂર્વ સંગમ થયેલો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154