Book Title: Veer Bhamashah Author(s): Nagkumar Makati Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 4
________________ વીર ભામાશા વાન. મોટા રાજાઓને તેણે જીત્યા, પણ પ્રતાપ તાબે ન થાય. અકબરના મનમાં એમ કે પ્રતાપને જીતું તો જ હું ખરો. પણ પ્રતાપ હાથમાં ન આવે. મેવાડમાં ચિતોડગઢને કિલ્લો બહુ પ્રખ્યાત. જગમાં એની જોડ ના મળે. રાણા પ્રતાપસિંહના પિતા પાસેથી બાદશાહ અકબરે આ કિલ્લો જીતી લીધેલો. રાણા પ્રતાપ કહે, મારે કિલ્લો પાછો લેવો. ન લેવાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળું, ઘાસની શવ્યામાં સુઈ રહું. દાઢી કરાવું નહિ ને પાંદડાંમાં ભોજન કર્યું. કેવી આકરી પ્રતિજ્ઞા ! સાધુના જેવાં તપ ? ભામાશા કહે, દેવ જે આપણે રાજા, તે સુઈ રહે ધાસમાં તો આપણુથી પથારીમાં કેમ સવાય? તે જમે પતરાળામાં, તો આપણાથી થાળીમાં કેમ જમાય? રાજા કરે તે આપણા સુખ માટે, માટે એ કરે તે રાજાના કુટુંબીઓ કહે, ભામાશા સાચું કહે છે. તેમની સલાહ પ્રમાણે ચાલો. બધા તે પ્રમાણે વર્તાવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14