Book Title: Veer Bhamashah
Author(s): Nagkumar Makati
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/035300/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 20 ට වැටලීම් ගැටලඟට શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, - 0 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦ ૦૪૮૪૬ N રી313 લગ્રંથાવલો IT, બીજી શ્રેણી : ૧૫-૩૧ વીર ભામાશા परीरमाणसाप्रमકે તે सा :સંપાદક: જયભિખ્ખ 25 ગ્રંથરત્ન કાર્યાલય ૧૦ ગાંધીરસ્તો અમદાવાદ 0. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 1313333333333 જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી જી : વીર ભામાશા [ લે. શ્રી. નાગકુમાર માતી] સંસારમાં અનેક જાતના પુરુષા થયા, થાય છે, ને થશે: પણ કઈ રાણા પ્રતાપ થશે ! અને પેાતાનું તન, મન ને ધન મેવાડને ચરણે મૂકનાર ભામાશા કંઈ થવાના છે? મેવાડદેશ બહુ રળિયામણા. રાણા પ્રતાપ ત્યાં રાજ કરે. તે જબરા ટેકવાળા. ખાટુ વચન ખાલે નહિ ને બોલ્યું ફેક કરે નહિ. સાધુ જેવા સરળ ને સિંહ જેવા સાહસિક લીધી ટેક મૂકે નહિ. વટના ટુકડા. તેને એક મત્રી, તેમનુ નામ ભામાશા. તેમનું કુળ વંશપર પરાથી સેવા કરે. ભામાશા પણ સેવા કરતાં ઘરડા થયા. ધેાળી બાસ્તા જેવી મૂછે ને દૂધ જેવી દાઢી જોતાં જ માથું નમી પડે. તેજદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન માલગ્રંથાવલિ-૨ તેમનુ કપાળ ને ચમકતી તેમની આંખા. વૃદ્ધ છતાં જુવાન જેવા. બુદ્ધિમાં કાઈ પહેાંચે નહિ ને શક્તિમાં કેાઇ જીતે નહિ. ૨ જાતે આસવાળ જૈન. ગેાત્ર એમનુ કાવડયા. ચાર પેઢીનું મંત્રીપદું એમને ત્યાં ચાલ્યું આવેલું. મંત્રીવર ભામાશાના પિતા ભારમલજી રાણા ઉદયસિંહના મંત્રી, રાણા પ્રતાપના અને રાણા અમરસિહના મ ંત્રી વીરવર ભામાશા. એમના વંશજોમાં જીવાશાહ ને અક્ષયરાજે પણ મંત્રીપદાં કરેલાં. રાજ્યમાં શી વાત તે ભામાશા ! ન્યાય જોઈતા હાય તા ચાલેા ભામાશા પાસે. સલાહ જોઈતી હાય તેા ચાલેા ભામાશા પાસે રાણા પ્રતાપ તેમને પૂછી પૂછીને પગલુ ભરે. તેમની શક્તિમાં સૈાને વિશ્વાસ. એમની દેશભકિતમાં સહુને વિશ્વાસ. હાકલ પડતાં માથું આપતાં વાર ન કરે. રાજકાજમાં કે ઘરની બાબતમાં ભામાશા કહે તે થાય. સાચી એમની સલાહ ને સાચા એમના બેાલ. આવા પુરુષને કાણુ ના પછે? રાણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે વેર ચાલે. અકબર બહુ કળાબાજ, બહુ મળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા વાન. મોટા રાજાઓને તેણે જીત્યા, પણ પ્રતાપ તાબે ન થાય. અકબરના મનમાં એમ કે પ્રતાપને જીતું તો જ હું ખરો. પણ પ્રતાપ હાથમાં ન આવે. મેવાડમાં ચિતોડગઢને કિલ્લો બહુ પ્રખ્યાત. જગમાં એની જોડ ના મળે. રાણા પ્રતાપસિંહના પિતા પાસેથી બાદશાહ અકબરે આ કિલ્લો જીતી લીધેલો. રાણા પ્રતાપ કહે, મારે કિલ્લો પાછો લેવો. ન લેવાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળું, ઘાસની શવ્યામાં સુઈ રહું. દાઢી કરાવું નહિ ને પાંદડાંમાં ભોજન કર્યું. કેવી આકરી પ્રતિજ્ઞા ! સાધુના જેવાં તપ ? ભામાશા કહે, દેવ જે આપણે રાજા, તે સુઈ રહે ધાસમાં તો આપણુથી પથારીમાં કેમ સવાય? તે જમે પતરાળામાં, તો આપણાથી થાળીમાં કેમ જમાય? રાજા કરે તે આપણા સુખ માટે, માટે એ કરે તે રાજાના કુટુંબીઓ કહે, ભામાશા સાચું કહે છે. તેમની સલાહ પ્રમાણે ચાલો. બધા તે પ્રમાણે વર્તાવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન ખાલગ્રંથાવલિ-૨ બાદશાહ અકબર રાણા પ્રતાપને હરાવવાના લાગ શેાધ્યા કરે. તેણે મોકલ્યુ મોટું લશ્કર. કેટકેટલા હાથી ને કેટકેટલાં ઊંટ. ધેાડેસવાર ને પાયદળના તેા પાર નહિ. પેાતાના પુત્ર સલીમને બનાવ્યા સેનાપતિ ને ઝંઝાર ોદ્દા રાજા માનસિંહને મોકલ્યા સાથે. મત્રી ભામાશાને પડી ખખર કે શત્રુનું લશ્કર આવે છે. તરત ચડયા ધાડે ને ગયા રાણાજી પાસે. નમન કરીને કહ્યું: રાણાજી! ઊભા થાય. શત્રુઓ આવે છે. લશ્કર લાવે છે. આપણે થાવ તૈયાર. હાથમાં લેા હથિયાર. શત્રુના કરો સ ંહાર. રાણાજી કહે, ભામાશા! તમે જાવ. લશ્કર કરે ભેગુ. ગામમાં પીટાવાડાંડી કે દેશની જેને દાઝ હોય, જે સાચા મરદ હોય, તે બધા આવે રાજમહેલના ચેાગાનમાં. ભામાશાએ ઘેાડે મારી મૂકયા. ધગડ, ધગડ, ધગડ. લાકા તા જોઈને છક્ક થઈ જાય. આ તે ઘરડા કે જીવાન? ભામાશાને જુવે ને બધાને શૂર ચઢે. ભામાશા ચાલ્યા આગળ. સરદારીને મળ્યા ને પટાવતાને મળ્યા. બધા થયા ભેગા રાજ્યમહેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા પાસે. બાવીશ હજાર માણસ લડવા તૈયાર થયા. ઘોડા પર બેસી મહારાણું આવ્યા. શરીરે લોઢાનું બખ્તર ને હાથમાં મોટે ભાલો. કેડે લટકે બે તલવારો ને ભેટમાં જમૈયો ને કટાર. શું તે વખતનો દેખાવ ! કાયરને પણ પાણી ચઢે. બધા બોલી ઊઠ્યા: મહારાણા પ્રતાપના જય! માતૃભૂમિનો જય ! રાણા પ્રતાપ કહે, બહાદુર સૈનિકો ! આપણે દેશની સ્વતંત્રતા ખાતર લડીએ છીએ. આપણે નથી જોઈતું કોઈનું રાજપાટ કે નથી કરવા કોઈને ગુલામ. ઈશ્વર આપણને બળ આપે. ડેકો દેવા ને લકર ઊપડયું. હલદીઘાટના રણક્ષેત્રમાં બે લશ્કરી થયાં ભેગાં. ભેંકાર યુદ્ધ થયું શરૂ. માણસની ચીચિયારી ને હથિયારોના ખડખડાટ. લોહીની તે નદીઓ વહે. મુડદાંના થયા ડુંગરા. શું ભયંકર ! જોઈને જ કાળજું ફાટી જાય. ભામાશાએ તે તલવાર ફેરવવા માંડી. જાણે ચમકતી વીજળી. ટપટપ શત્રુઓ પડવા લાગ્યા. શું એમની શકિત ! ભામાશા કહે. મારો એ દુષ્ટાને ભલાવી દો એમની ખેા. પારકાના રાજ્ય તરફદી નજર ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન માલગ્રંથાવલિ-૨ શું સહુની બહાદુરી ! શુ સહુની દેશદાઝ. રાણા પ્રતાપના વહાલા ધાડા ચેતક. ચેતક તા જાણે શક્તિના અવતાર. રાણાજીએ ચેતકને કુદાવ્યા શાહજાદા સલીમના હાથી પર. કર્યા ધા ભાલાના ! ખણણુ દિશાઓ ગાજી. પણ શાહજાદો સલીમ લેાઢાની અંબાડીમાં છુપાઇ ગયા. શ્રાવ ખાલી ગયા. પછી તેા કાળા કેર વર્તા. રજપૂતે મરવા મંડયા. પહાડજેવા મેાગલે એ રાણાજીને ઘેરી લીધા. રાણાજીને કઈ થાય તે દેશમાં દીવા આલવાઈ જાય. બધાએ તેમને ભાગી છૂટવા સમજાવ્યા, પણ રાણાજીતે ભાગે? આખરે એક જણાએ એમના માથેથી છત્ર ઝુંટવી લીધું'. ખીજાએ ધજા લઈ લીધી. રાણાજીને સૈન્યની બહાર ધકેલી દીધા. રાણાજી ખચ્યા, પણુ બધુ ખલાસ. એમના . વફાદાર માણસા રણમેદાનમાં કામ આવ્યા હતા. બાદશાહ અકબર કહે, રાણા પ્રતાપને જીવતા ઝાલેા. જંગલે જગલ ને ગામેગામ બાદશાહના નાકરા પકડવા ની*ળ્યા. પણ વાઘ કંઈ પકડાય ? રાણાજી આ ઠેકા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #8 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા ણેથી બીજે ઠેકાણે નાસ્યા કરે. ન મળે ખાવા, ન મળે પીવા ! બાળબચ્ચાં આંખ સામે ભૂખે ટળવળે. કુદરત પણ કેવી ! એક વખતના રાજાને ન મળે ખાવાનું કે ન મળે કપડાં. રહેવાને ઘર નહિ ને સુવાને શય્યા નહિ. રાયના રંક બને તે આનું જ નામ ! ઘણી વખત તે ખાવા બેસે ને સમાચાર મળે કે એ શત્રુ આવ્યા. એ આવ્યા. અધુ ખાધું ન ખાધું ને નાસે. વૃદ્ધ ભામાશા દિલાસે આપે કે સૈ સારાં વાનાં થશે. y YASHO!".-" | "YY GRAN * '2K ગાઢું જંગલ છે. મોટા મોટા ડુંગરા શst વાદળ સાથે વાતો કરે છે. ઊંડી ઊંડી ખાઈએ જોતાંજ ચકરી આવે. સિંહ અને વાઘની ગર્જનાઆ સંભળાય ને કાળજું કંપી ઊઠે. દિવસે વીતતા જાય છે. હવે તે રાણા પ્રતાપનાં બાળકને જર–બાજરાના રોટલા પણ મળતા નથી. મળે છે તે કોતે ખાવાને વખત રહેતા નથી. રાણાજી પોતે ગમેતેટલું દુ:ખ સહે, પણ નાનાં કેમળ બાળકોને ભૂખ્યાં ટળવળતાં કેમ જોઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ-૨ એક દિવસની વાત છે. બબે દહાડાના ઉપવાસ છે. સૂકે એક રેટ બચ્ચાં માટે રાખી મુકયો છે. એ રોટલો પણ રાની બિલાડો ઉપાડી ગયો. બાળકે કલ્પાંત કરવા લાગ્યાં. મેવાડનાં મહારાણી પણ ડગી ગયાં. અરે, આપણુ જ જાતભાઈઓ આજ અકબરને માથું નમાવી સેનાની મેડીએમાં બત્રીસ પકવાન જમે છે. એમનાં છોકરાં ખીર ને ખાજા જમે છે. અને આપણું આ દહાડા, હે પ્રભુ, ધર્મીને જ ઘેર ધાડ? ત્યાં બાદશાહ અકબરને દૂત આવે છે. કહે છે, કે બાદશાહને નમે તે તમારું રાજપાટ તમને પાછું, ને દિલ્હીના દરબારમાં ઊંચો હોદ્દો મળે. અરે, પણ મેરુ ચળે તે રાણા પ્રતાપ ચળે. હ એક આય ! મારા બાપદાદાના નામને કેમ કલંક લગાડું? મારી બેન-દીકરી યવનને કેમ આપું? રાણાજીએ ના પાડી. દૂત પાછો ગયો. પણ પછી તો મોગલ સેનાનાં ધાડાં છૂટયાં. રાણુજીને પૃથ્વી, પાતાળ કે આકાશમાં આશરે ન રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨ યાયા તેમણે છેવટે વિચાર કર્યો વહાલી માતૃભૂમિ મેવાડની સ્વતંત્રતા હવે રહે તેમ લાગતી નથી. પણ બાદશાહના દાસ થઈને જીવવા કરતાં પરદેશમાં જઈ વસવું શું ખોટું? રાણાજીએ સિંધના રણને પેલે પાર જવાને વિચાર કર્યો. ત્યાં જઈશું. પારક્રમ ફેરવશું. સિંહ ને શુરવીર તો જ્યાં જાય ત્યાં ઘર કરે. સહુ તૈયાર થયા. મેવાડને પ્રતાપી સૂરજ જાણે આથમવા બેઠો. ત્યાં એકાએક એક વૃદ્ધ સવાર ધસમસતા આવી પહોચ્યો હતો તે વૃદ્ધ પણ સાવજની જેમ ઘેડા પરથી ટેક. જઈને રાણાજીના પગમાં પડયો. રાણાજી કહે: ભામાશા, હવે અમે જશું. મેવાડનું ભાગ્ય અમારાથી નહિ બદલાય. ભામાશા ગળગળા થઈ ગયા. બોલ્યા: મહારાજ, જન્મભૂમિને છોડી દેશો? રજપૂતાઇને રંડાવી દેશે? શુત ક્ષત્રિય લોહી શું હવે ચાલ્યું જશે? શું મેવાડ ગુલામ બનશે? છુટકો નથી, ભામાશા ! હવે પાસે એક પૈસો પણ નથી. સન્યને દારૂગોળો કયાંથી લાવે? મહારાજ, મારું ધન એ આપનું ધન છે. આ તન મન ને ધન આપના નામ પર કુરબાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જેન બાલગ્રંથાવલિ-૨ છે. આ દેહની ચામડીના કહે તો બેડા શિવડાવું: પણ મેવાડને અનાથ કરશે નહિ. મારી તિજોરીમાં બાપદાદાઓએ એકઠું કરેલું ઘણું ધન છે. કેટલું છે મંત્રીરાજ? પચીસ હજારના સૈન્યને બાર વર્ષ ચાલે તેટલું. મહારાજ, સૈન્ય ભેગું કરો ને દેશને સ્વતંત્ર કરો. રાણા પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તે આપે, લઈ લે નહિ. ભામાશા બોલ્યા: મહારાજ ! મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું, તો ધનની શી. વિસાત? આવા વખતે કામ ન આવે તે એ ધન શા કામનું ? આપને નહિ પણ મારી પ્રિય જન્મભૂમિને ખાતર હું તે આપું છું. પ્રતાપસિંહે કહ્યું: ભામાશા! તમારી ઉદારતાને અને સ્વદેશપ્રેમને ધન્ય છે. મહાવીર અને જૈન ધર્મનું નામ તમે ઉજળું કર્યું છે. જેને કેવો દેશપ્રેમ રાખે તેને તમે દાખલો બેસાડયો છે. | મેવાડના ઉદ્ધારને બધે યશ તમને જ મળશે. આજથી તમે સેનાપતિ. ચાલો લડાલ્કની તૈયારીઓ કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા ધમધોકાર તૈયારીઓ થવા માંડી. દેશદેશથી સૈનિકો આવ્યા. વૃદ્ધો આવ્યા ને જુવાને આવ્યા. કઈ તલવારમાં પારંગત તે કોઈ કુસ્તીમાં. ઊંડતું પક્ષી પાડે એવા તે તીરંદાજો, ઘોડેસવારો અને પાયદળને તે પાર નહિ. ભામાશાહે કમર કસીને કામ કરવા માંડયું. જવાનના કરતાં બમણા જોરથી. તેમને ઉત્સાહ જોઈ બધાને પાણી ચઢયું. તેમની હાજરી ધાયું કામ કરવા લાગી. ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ હાથ કરવા માંડયા. પહેલું જીત્યું શેરપુરને બીજું લીધું દેલવાડા. દેલવાડે તો જબર લડાઈ થઈ. શત્રુપક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાને હાથોહાથનું યુદ્ધ થયું. ભામાશાએ એકજ ઝાટકે તેને હાથ કાપી નાંખ્યો. તલવારના ટુટકા થઈ ગયા. બિચારો જીવ લઈને નાસી ગયે. ભામાશાએ પછી કોમલમેર જીત્યું ને બાદશાહ અકબરના સરદારને હરાવ્યો. આમ ધણા જિલ્લાઓ લીધા. ઘણાં ધણ ગામ કબજે કર્યા. બધો મેવાડને પ્રદેશ જિતાય. માત્ર ચિતોડ, અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલા અકબરના તાબામાં રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન ખાલચ યાવલિ–ર પ્રતાપે ભર્યા માટેા દરબાર. કાઇને જાગીરો આપી તેા કાઈ ને ઇલકાબ આપ્યા. કેાઈને પેાષાક આપ્યા તે કાઇ ને પાલખી આપી. બધાનાં યાગ્ય વખાણ કર્યા. ૧૨ મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશા જેવા કાઇ નથી. શું એમનેા ત્યાગ ! શી એમની ભકિત ! મેવાડ તા ભામાશાહે જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હું એમને ‘ભાગ્યવિધાયક ને મેવાડના પુનરૂદ્ધારકની પદવી આપું છું. તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દો નીકળ્યાઃ ધન્ય ભામાશા ! ધન્ય ભામાશા ! ધન્ય તમારી દેશભકિતને ! ધન્ય છે . ભામાશાને, ધન મેળવ્યું પ્રમાણુ, ધન વાપર્યું” પ્રમાણ, સહુ ભામાશા જેવા સ્વદેશ ભક્ત મનેા. ભામાશા જેવા ત્યાગ શીખેા. વિક્રમ સ. ૧૬૫૬ની માહ સુદિ અગિયારશે તેમણે દેહ છેાડયા. (ઇ. સ. ૧૬૦૦ની ૧૬મી જાન્યુ. ) ปี Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ થશla albble | | નાલjથા I like સંપાદક : જયભિઇ . પહેલી શ્રેણી બીજી શ્રેણી : ત્રીજી શ્રેણી 1 શ્રી. રિખવદેવ 1 શ્રી. મલ્લિનાથ 1 શ્રી, શાન્તિનાથ 2 શ્રી. પાર્શ્વનાથ 2 તેમ—રાજુલ 2 શ્રી. ભદ્રબાહુસ્વામી 3 પ્રભુ મહાવીર 3 શ્રી. ગૌતમસ્વામી 3 શ્રી. સ્થૂલિભદ્ર જ મગધરાજ 4 ભરત બાહુબલિ 4 શ્રી. સિદ્ધસેન 5 ચંદનબળા 5 આદ્ર કુમાર 5 મહાસતી સીતા 6 રાણી ચેલ્લણા 6 અભયકુમાર 6 સતી મૃગાવતી 7 જ મુસ્વામી 7 રાજષે પ્રસન્ચંદ્ર | 7 જૈન સાહિત્યની ડાયરી 8 લિાચીકુમાર 8 મહાસતી અંજના. 8 મુનિશ્રી હરિકેશ કે અમરકુમાર | 9 મયણરેખા 9 શ્રી, નદિષેણુ 1 રાજુ શ્રીપાળ 10 જ્ઞાનપંચમી | 10 અક્ષયતૃતીયા 11 મહાત્મા દઢપ્રહારી 11 અજુ નમાળા 11 મહારાજા કુમારપાળ 12 વીર ધના 12 ચક્રવત સનતકુમાર 12 ધન્ય અહિંસા 13 વિમળશાહ 13 ચંદનમલયાગિરિ 13 સત્યનો જય 14 વસ્તુપાળ-તેજપાળ 14 કાન કઠિયારા ક 14 ખેમા દેદરાણી 15 જગડુશાહ 15 વીર ભામાશા | 15 મહામંત્રી ઉદયન 16 શ્રી. શત્રુ જ્ય 16 શ્રી. સમેતશિખર 16 શ્રી. ગિરનાર એક શ્રેણીની કિ. 3-0-0 ચાથી શ્રેણી છપાય છે) છુટક નકલ 0-3-6, પ્રકાશક શંભુલાલ જગશીભાઇ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : ગાંધી રસ્તા : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat, www.umaragyanbhandar.com