________________
૨ યાયા
તેમણે છેવટે વિચાર કર્યો વહાલી માતૃભૂમિ મેવાડની સ્વતંત્રતા હવે રહે તેમ લાગતી નથી. પણ બાદશાહના દાસ થઈને જીવવા કરતાં પરદેશમાં જઈ વસવું શું ખોટું?
રાણાજીએ સિંધના રણને પેલે પાર જવાને વિચાર કર્યો. ત્યાં જઈશું. પારક્રમ ફેરવશું. સિંહ ને શુરવીર તો જ્યાં જાય ત્યાં ઘર કરે. સહુ તૈયાર થયા. મેવાડને પ્રતાપી સૂરજ જાણે આથમવા બેઠો.
ત્યાં એકાએક એક વૃદ્ધ સવાર ધસમસતા આવી પહોચ્યો હતો તે વૃદ્ધ પણ સાવજની જેમ ઘેડા પરથી ટેક. જઈને રાણાજીના પગમાં પડયો.
રાણાજી કહે: ભામાશા, હવે અમે જશું. મેવાડનું ભાગ્ય અમારાથી નહિ બદલાય.
ભામાશા ગળગળા થઈ ગયા. બોલ્યા: મહારાજ, જન્મભૂમિને છોડી દેશો? રજપૂતાઇને રંડાવી દેશે? શુત ક્ષત્રિય લોહી શું હવે ચાલ્યું જશે? શું મેવાડ ગુલામ બનશે?
છુટકો નથી, ભામાશા ! હવે પાસે એક પૈસો પણ નથી. સન્યને દારૂગોળો કયાંથી લાવે?
મહારાજ, મારું ધન એ આપનું ધન છે. આ તન મન ને ધન આપના નામ પર કુરબાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com