________________
વીર ભામાશા પાસે. બાવીશ હજાર માણસ લડવા તૈયાર થયા.
ઘોડા પર બેસી મહારાણું આવ્યા. શરીરે લોઢાનું બખ્તર ને હાથમાં મોટે ભાલો. કેડે લટકે બે તલવારો ને ભેટમાં જમૈયો ને કટાર. શું તે વખતનો દેખાવ ! કાયરને પણ પાણી ચઢે.
બધા બોલી ઊઠ્યા: મહારાણા પ્રતાપના જય! માતૃભૂમિનો જય !
રાણા પ્રતાપ કહે, બહાદુર સૈનિકો ! આપણે દેશની સ્વતંત્રતા ખાતર લડીએ છીએ. આપણે નથી જોઈતું કોઈનું રાજપાટ કે નથી કરવા કોઈને ગુલામ. ઈશ્વર આપણને બળ આપે.
ડેકો દેવા ને લકર ઊપડયું. હલદીઘાટના રણક્ષેત્રમાં બે લશ્કરી થયાં ભેગાં. ભેંકાર યુદ્ધ થયું શરૂ. માણસની ચીચિયારી ને હથિયારોના ખડખડાટ. લોહીની તે નદીઓ વહે. મુડદાંના થયા ડુંગરા. શું ભયંકર ! જોઈને જ કાળજું ફાટી જાય.
ભામાશાએ તે તલવાર ફેરવવા માંડી. જાણે ચમકતી વીજળી. ટપટપ શત્રુઓ પડવા લાગ્યા. શું એમની શકિત ! ભામાશા કહે. મારો એ દુષ્ટાને ભલાવી દો એમની ખેા. પારકાના રાજ્ય તરફદી નજર ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com