Book Title: Veer Bhamashah
Author(s): Nagkumar Makati
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ વીર ભામાશા ધમધોકાર તૈયારીઓ થવા માંડી. દેશદેશથી સૈનિકો આવ્યા. વૃદ્ધો આવ્યા ને જુવાને આવ્યા. કઈ તલવારમાં પારંગત તે કોઈ કુસ્તીમાં. ઊંડતું પક્ષી પાડે એવા તે તીરંદાજો, ઘોડેસવારો અને પાયદળને તે પાર નહિ. ભામાશાહે કમર કસીને કામ કરવા માંડયું. જવાનના કરતાં બમણા જોરથી. તેમને ઉત્સાહ જોઈ બધાને પાણી ચઢયું. તેમની હાજરી ધાયું કામ કરવા લાગી. ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ હાથ કરવા માંડયા. પહેલું જીત્યું શેરપુરને બીજું લીધું દેલવાડા. દેલવાડે તો જબર લડાઈ થઈ. શત્રુપક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાને હાથોહાથનું યુદ્ધ થયું. ભામાશાએ એકજ ઝાટકે તેને હાથ કાપી નાંખ્યો. તલવારના ટુટકા થઈ ગયા. બિચારો જીવ લઈને નાસી ગયે. ભામાશાએ પછી કોમલમેર જીત્યું ને બાદશાહ અકબરના સરદારને હરાવ્યો. આમ ધણા જિલ્લાઓ લીધા. ઘણાં ધણ ગામ કબજે કર્યા. બધો મેવાડને પ્રદેશ જિતાય. માત્ર ચિતોડ, અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલા અકબરના તાબામાં રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14