________________
૧૦
જેન બાલગ્રંથાવલિ-૨ છે. આ દેહની ચામડીના કહે તો બેડા શિવડાવું: પણ મેવાડને અનાથ કરશે નહિ. મારી તિજોરીમાં બાપદાદાઓએ એકઠું કરેલું ઘણું ધન છે.
કેટલું છે મંત્રીરાજ?
પચીસ હજારના સૈન્યને બાર વર્ષ ચાલે તેટલું. મહારાજ, સૈન્ય ભેગું કરો ને દેશને સ્વતંત્ર કરો.
રાણા પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તે આપે, લઈ લે નહિ.
ભામાશા બોલ્યા: મહારાજ ! મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું, તો ધનની શી. વિસાત? આવા વખતે કામ ન આવે તે એ ધન શા કામનું ? આપને નહિ પણ મારી પ્રિય જન્મભૂમિને ખાતર હું તે આપું છું.
પ્રતાપસિંહે કહ્યું: ભામાશા! તમારી ઉદારતાને અને સ્વદેશપ્રેમને ધન્ય છે. મહાવીર અને જૈન ધર્મનું નામ તમે ઉજળું કર્યું છે. જેને કેવો દેશપ્રેમ રાખે તેને તમે દાખલો બેસાડયો છે. | મેવાડના ઉદ્ધારને બધે યશ તમને જ મળશે. આજથી તમે સેનાપતિ. ચાલો લડાલ્કની તૈયારીઓ કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com