Book Title: Veer Bhamashah Author(s): Nagkumar Makati Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 9
________________ જૈન બાલગ્રંથાવલિ-૨ એક દિવસની વાત છે. બબે દહાડાના ઉપવાસ છે. સૂકે એક રેટ બચ્ચાં માટે રાખી મુકયો છે. એ રોટલો પણ રાની બિલાડો ઉપાડી ગયો. બાળકે કલ્પાંત કરવા લાગ્યાં. મેવાડનાં મહારાણી પણ ડગી ગયાં. અરે, આપણુ જ જાતભાઈઓ આજ અકબરને માથું નમાવી સેનાની મેડીએમાં બત્રીસ પકવાન જમે છે. એમનાં છોકરાં ખીર ને ખાજા જમે છે. અને આપણું આ દહાડા, હે પ્રભુ, ધર્મીને જ ઘેર ધાડ? ત્યાં બાદશાહ અકબરને દૂત આવે છે. કહે છે, કે બાદશાહને નમે તે તમારું રાજપાટ તમને પાછું, ને દિલ્હીના દરબારમાં ઊંચો હોદ્દો મળે. અરે, પણ મેરુ ચળે તે રાણા પ્રતાપ ચળે. હ એક આય ! મારા બાપદાદાના નામને કેમ કલંક લગાડું? મારી બેન-દીકરી યવનને કેમ આપું? રાણાજીએ ના પાડી. દૂત પાછો ગયો. પણ પછી તો મોગલ સેનાનાં ધાડાં છૂટયાં. રાણુજીને પૃથ્વી, પાતાળ કે આકાશમાં આશરે ન રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14