Book Title: Veer Bhamashah Author(s): Nagkumar Makati Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 5
________________ જૈન ખાલગ્રંથાવલિ-૨ બાદશાહ અકબર રાણા પ્રતાપને હરાવવાના લાગ શેાધ્યા કરે. તેણે મોકલ્યુ મોટું લશ્કર. કેટકેટલા હાથી ને કેટકેટલાં ઊંટ. ધેાડેસવાર ને પાયદળના તેા પાર નહિ. પેાતાના પુત્ર સલીમને બનાવ્યા સેનાપતિ ને ઝંઝાર ોદ્દા રાજા માનસિંહને મોકલ્યા સાથે. મત્રી ભામાશાને પડી ખખર કે શત્રુનું લશ્કર આવે છે. તરત ચડયા ધાડે ને ગયા રાણાજી પાસે. નમન કરીને કહ્યું: રાણાજી! ઊભા થાય. શત્રુઓ આવે છે. લશ્કર લાવે છે. આપણે થાવ તૈયાર. હાથમાં લેા હથિયાર. શત્રુના કરો સ ંહાર. રાણાજી કહે, ભામાશા! તમે જાવ. લશ્કર કરે ભેગુ. ગામમાં પીટાવાડાંડી કે દેશની જેને દાઝ હોય, જે સાચા મરદ હોય, તે બધા આવે રાજમહેલના ચેાગાનમાં. ભામાશાએ ઘેાડે મારી મૂકયા. ધગડ, ધગડ, ધગડ. લાકા તા જોઈને છક્ક થઈ જાય. આ તે ઘરડા કે જીવાન? ભામાશાને જુવે ને બધાને શૂર ચઢે. ભામાશા ચાલ્યા આગળ. સરદારીને મળ્યા ને પટાવતાને મળ્યા. બધા થયા ભેગા રાજ્યમહેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14