Book Title: Vatbijno Vistar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ વટબીજનો વિસ્તાર [ ૯ષ્ટ નહિ. એમ તે ગુજરાત વ્યાપારપ્રધાન હેઈ એની પ્રકૃતિમાં જ સમન્વયશક્તિ રહેલી છે, પણ પ્રજાહિતના શિક્ષણ જેવા મંગળવાહી ઉદેશને સિદ્ધ કરવામાં એવે સમન્વય સધા એ જેવીતેવી સિદ્ધિ નથી. હું સમજું છું કે આ જ વસ્તુ સેસાયટીને ધબકત પ્રાણુ છે. એસ.એલ. ડી. આર્ટસ કોલેજ માટે સખાવત કરતી વખતે અને ઇજનેરી કોલેજની સ્થાપના માટે સખાવત જાહેર કરતી વખતે અનુક્રમે સોસાયટી સમક્ષ તેમ જ સરકાર સમક્ષ સખાવત કરનાર શેઠશ્રીએ જે શરતે મૂકી છે તે સંખ્યામાં છે તે સાવ ઓછી અને કદમાં સાવ નાની, પણ એનું મમ વિચારતાં માલૂમ પડે છે કે એમાં પૂરું વેપારી ડહાપણ સમાઈ જાય છે. આ કોલેજ માટેની શરતમાં મુખ્ય હેતુ એ છે કે એમાં અનુભવી સમર્થતમ અધ્યાપકે રોકવામાં આવે, અને સોસાયટી બીજા ધનિકોમાં પણ સખાવતવૃત્તિ વિકસાવે. સરકાર સામેની શરતમાં પહેલી શરતને હેતુ એ છે કે ઈજનેરી શિક્ષણની કોઈ પણ શાખા, ઉપેક્ષિત ન રહે અને એનું શિક્ષણ છેલ્લામાં છેલ્લી વિકસિત ઢબનું ઉત્તમ હેય. વધારે ડહાપણ તે એમાં દેખાય છે કે શરત સરકારને છૂટે હાથે ખર્ચ કરી કૉલેજ ચલાવવા બાંધી લે છે. મારી દષ્ટિએ એથીયે વધારે વ્યવહાર, ડહાપણ આગલી શરતમાં છે, અને તે એ કે તકાળ કોલેજ સરકાર બંધાવે તે એનાં બાંધકામ અને પૂર્ણ સાધને સાથે જે ખર્ચ થાય તેને અર ભાગ દાતા આપશે, એ બાંધકામ તેમ જ સાધનો વસાવવાની જવાબદારી જે શેઠ કસ્તુરભાઈને સોંપવામાં આવે તો જ. આ શરતમાં કોલેજની શ્રેષ્ઠતા, કાર્યની શીવ્રતા અને અપવ્યયથી બચત, એ ત્રણ તત્વ સમાયેલાં છે. આપણે જાણીએ છીએ કે સરકાર ધારીએ તેટલી ઝડપથી કામ નથી કરી શક્તી, અને એનાં કામમાં પરહાથે કામ લેવાનું હોઈ ઘણે અપવ્યય પણ થાય છે અને કેટલીક વાર તે એ કામ ઉચ્ચ કેટિનું ભાગ્યે જ હોય છે. આ સર્વસાધારણ અનુભવોને લાભ લેવા માટે જ દાતાઓએ આ શરત મૂકી છે. મારી દષ્ટિએ ભવિષ્યના દાતાઓ માટે આ વસ્તુ. પદાર્થપાઠ જેવી ગણવી જોઈએ. દાન કરવું એ તો સદ્ગુણ છે જ, પણ એની કાર્યસિદ્ધિની દૃષ્ટિએ યોગ્ય ચોકી કરવી એ તેથી મે વિવેકપૂર્ણ સદ્ગુણ છે. પૂ. ગાંધીજી વિદ્યમાન હતા ત્યારે પણ અમદાવાદમાં ચાલતી આ. વિદ્યાપ્રવૃત્તિને ઉપસ્થિતિ દ્વારા આશીર્વાદ આપવાનો પ્રસંગ સુલભ રહ્યો ન હતે પણ એમના જમણા હાથ જેવા પુરુષ સરદારશ્રીએ આ પ્રવૃત્તિ પરત્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9