Book Title: Vatbijno Vistar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ વટબીજનો વિસ્તાર [ ૯૫૭ વિશ્વવિદ્યાલયની ભૂમિમાં ચાલતી અનેક સંસ્થાઓ છે, પણ મને એ બધીને પરિચય નથી અંતરંગ કે નથી પૂરે. એથી ઊલટું, વિદ્યાભવન વિશે હું કાંઈક વધારે નિકટતાથી જાણું છું. એની ધ્રુવજીના હાથે સ્થાપના થઈ ત્યારથી અત્યાર લગી એની પ્રવૃત્તિમાં મને વિશેષ રસ રહ્યો છે. ડૉ. પ્રવછના કેળવણી વિષયક ધણું મનોરથ હતા, પણ પ્રાચ્યવિદ્યા સંશેધન ગુજરાતમાં ઉચ્ચ કક્ષાએ ચાલે એ એમને વિશિષ્ટ મનોરથ હતો. મારા પ્રશ્નના જવાબમાં એમણે એકવાર કહેલું કે હિન્દુસ્તાનમાં યુનિવર્સિટીઓ ધણી છે, પણ સર આશુતોષની રચનાને તોલે કેઈ આવી શકે એમ નથી. એમણે કાશીમાં ઉચ્ચ કક્ષાના પ્રાચ્યવિદ્યાવિષયક વિદ્વાન જોયેલા. કેટલાક તો એમની દેખરેખ તળે જ ભણાવતા. પણ તેઓ કહેતા કે, “સંશોધનવૃત્તિ સિવાય પ્રાચ્યવિદ્યાઓ નવયુગમાં પ્રકાશી ન શકે. તેઓ હિંદુ યુનિવર્સિટીમાં જે કામ કરવા અશક્ત હતા તે જ કામ એમને ગુજરાતમાં ચાલુ કરવાનો મનોરથ હતા. એમની સામે પુરાતત્ત્વ મંદિરને નમૂને પણ હતા. તેથી જ એમણે આ સંસ્થા શરૂ કરી, એમ હું સમજુ છું. સદ્ભાગ્યે એ સંસ્થામાં ઉત્તરોત્તર ઘણે વિકાસ થયો છે અને પ્રાચ્યવિદ્યાના સંશોધન વિશે ગુજરાત કશું જ નથી કરતું એ મહેણું સહેવાપણું રહ્યું નથી. એમાં ધગશવાળ સુસંગદિત વૃદ્ધ-યુવક અધ્યાપંકવર્ગ છે, અને બીજી પણ કેટલીક સગવડ છે. આ સંસ્થાનાં સુપરિણામ દૂરવર્તી અને વ્યાપક બનાવવાની ફરજ કાં તો વિશ્વવિદ્યાલયની છે અને કાં તે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની. જે સોસાયટી સાયન્સ કોલેજના ઉચ્ચ અભ્યાસને અદ્યતન બનાવવા લાખો રૂપિયા ઉદાર ભાવથી ખરચી શકે તે મારી દૃષ્ટિએ એણે આવા ભવનના કાર્યને પૂરેપૂરે વેગ આપવા અને સાધનસંપન્ન બનાવવામાં લેશ પણ સંકેચ સેવા ન જોઈએ. છેવટે તો જીવનમાં બહાર તેમ જ અંદરનાં બધાં શુભ સત્ત્વ આવી જ સાંસ્કારિક કેળવણુથી જાગવાનાં અને વિજ્ઞાનની કોઈ પણ શાખામાં પૂર્ણ પાવરધા થયેલ માનસની યાંત્રિકતામાં રસ રેડવાનાં. તેથી હું સંશોધનનું મૂલ્ય આંકનાર કાર્યકર્તાઓને સૂચવીશ કે તેઓ આ સંસ્થાને વિકસાવી સેસાયટી કે એ દ્વારા વિશ્વવિદ્યાલયને સર્વાગીણ બનાવે. છેવટે સોસાયટીના પ્રયાસના મૂલ્ય વિશે તટસ્થભાવે કાંઈક કહેવું જોઈએ. આપણે જોઈએ છીએ કે આ પ્રવૃત્તિમાં શ્રી. ગ. વા. માવલંકર પહેલેથી જ એકસરખા ઓતપ્રેત દેખાય છે. તેઓ બીજા રાજ્યવહીવટી વગેરે ગમે તેટલાં કામ કરતાં હશે, છતાં એમનું મન વિશ્વવિદ્યાલયના વૃક્ષને ગગનગામી બનાવવા ભણું જ રહેલું મેં જ્યારે ને ત્યારે અનુભવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષને જ મારે તે એમની સાથે પરિચય, પણ મેં એમનામાં જે તાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9