Book Title: Vatbijno Vistar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ 958] દર્શન અને ચિંતન વેલી, વિશાળ દષ્ટિ, અને નાનામોટા બધા જ કાર્યકર્તાઓ સાથે તાદાભ્ય સાધવાની વૃત્તિ જોઈ છે તે જ મને આવી પ્રવૃત્તિનું અસલી મૂલ્ય દેખાય છે. આને ચેપ બીજા સહકારી કાર્યકર્તાઓમાં પણ ઊતર્યા વિના રહી શકે જ નહિ. જોકે શેઠ અમૃતલાલ કે કસ્તુરભાઈ સાથે મારે પરિચય છે જ નહિ, પણ આ અહેવાલ સાક્ષી પૂરે છે કે તેઓ વિદ્યાવિકાસના ચાલુ યામાં પૂરેપૂરે રસ લઈ રહ્યા છે. આ રસનો ચેપ એમણે બીજા અનેક ધનિકાને પણ લગાડ્યો છે, અને એમાં શંકા નથી કે આ ચેપ ઉત્તરોત્તર વધતો જવાને છે. અત્યાર લગીમાં આ ચેપને લીધે જ શેઠશ્રી નવીનચંદ્ર, ડે. વિક્રમ સારાભાઈ શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ વગેરેએ વટબીજના વિસ્તારમાં ફાળે આપ્યો છે, એ પણ સોસાયટીના પ્રયાસનું જેવુંતેવું મૂલ્ય નથી. જે અનેક વિશિષ્ટ અધ્યાપક અને બીજા કાર્યકર્તાઓ સોસાયટીને મળ્યા છે, તેમ જ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંપત સોસાયટીને લાધી છે તે પણ સોસાયટીનું મહામૂલું ધન છે. આ રીતે આપણે સંસાયટીના પ્રયાસોને વિચાર કરીએ તે આશા પડે છે કે એને લેકકલયાણ કરવાને મંગળવાહી ઉદ્દેશ વધારે ને વધારે સિદ્ધ થવાનું જ છે. અને ક્યારેક, કદાચ બહુ જ થોડા વખતમાં, એ પણ સમય આવશે કે ડો. ધ્રુવને કેળવણીની બબાતમાં ગુજરાત પછાત છે એવું જ લાગતું તેના સ્થાનમાં કાંઈ જુદું જ ચિત્ર એમને સ્વર્ગવાસી આત્મા નિહાળશે. * " ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ: અમદાવાદ એજ્યુકેશન સેસાયટીના પ્રયત્ન.” (૧૯૫૧)ની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9