Book Title: Vatbijno Vistar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૯૫૬] દર્શન અને ચિંતન હમેશાં પૂરે રસ લીધો હતો અને પિતાની જાત હાજરી તેમ જ વિશિષ્ટ પ્રયાસે દ્વારા સેસાયટીના કાર્યકર્તાઓના ઉત્સાહને ઉત્તેજન આપ્યું હતું. કોમર્સ કોલેજના મકાનનું ઉદ્દઘાટન એમને હાથે થયું, તેમ જ યુનિવર્સિટીના મકાનનું ખાતમૂર્ત પણ એમણે કર્યું અને એમણે જ સલાહ આપી કે ખેતીવાડીની કેલેજ આણંદમાં જ શરૂ કરવી ને એ ગુજરાત વિશ્વવિદ્યાલયનું અંગ બને. સરદારશ્રીની દીર્ધ દૃષ્ટિ અને ગુજરાત વિશ્વવિદ્યાલય પ્રત્યે મમતાથી પ્રભાવિત થઈ શ્રી. અમૃતલાલ શેઠે પિતાની દેણગી આણંદમાં ખેતીવાડીની કોલેજ સ્થાપવા આપી એ વસ્તુ નોંધપાત્ર છે. સરદારશ્રી ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટના પહેલા પ્રમુખ. અત્યારે શ્રી. ગ. વા. માવલંકર પ્રમુખ છે, પણ એ તે સરદારશ્રીના સ્વર્ગવાસ પછી જ. આ બધું જોતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ગાંધીજીની કલ્પના પ્રમાણે સ્થપાયેલી અને ચાલતી અનેક સંસ્થાઓમાં સરદારશ્રીને જેટલા રસ હતું તેથી જરાયે ઓછો રસ એમણે ગુજરાતમાં ખીલતી બીજી વિદ્યાપ્રવૃતિઓ વિશે દાખવ્યો નથી. મહાન પુરુષની દૃષ્ટિ અને પ્રવૃત્તિ કાંઈ એક જ માર્ગ માં બંધાઈ નથી રહેતી; એ તે જ્યાં જ્યાં જેટલું જેટલું પ્રજાક્ષેમ જુએ ત્યાં ત્યાં તેટલું તેટલું ધ્યાન આપ્યા સિવાય રહી જ ન શકે. લ સોસાયટી હોય કે અમદાવાદ એજ્યુકેશન સેસાયટી હોય, પણ એ બંનેનું લક્ષ ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પનાને મૂર્ત રૂપ આપવાનું પ્રથમથી જ રહ્યું છે, અને એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે સેસાયટીના બધા પ્રયાસ થાય છે, એ બાબત અહેવાલ વાંચનારથી અજ્ઞાત રહે એમ છે જ નહિ. વિશ્વવિદ્યાલય અને એની અંગભૂત બધી જ નાનીમોટી સંસ્થાઓ એક જ સ્થાનમાં પાસે પાસે હોય તે આખું એક વિદ્યાચકવાલ રચાય ને વિદ્યાના સંસ્કાર જાણે-અજાણે અરસપરસમાં સંક્રાત થાય, એવા ઉદાત્ત ધ્યેયથી જ બધી સંસ્થાઓને એક સ્થળે સાંકળવામાં આવી છે. બધી સંસ્થાઓ પિતાપિતાની પ્રવૃત્તિ અંગે અને બીજી દષ્ટિએ ભલે સ્વતંત્ર હોય, છતાં એ બધીમાં સળંગસૂત્રતા અને એકવાયતા કે સંવાદપણું સચવાઈ અને ઉત્તરોત્તર એ વિકસતું રહે એ હેતુ સેસાયટીના કાર્યકર્તાઓની નજર સમક્ષ સદા રહ્યો છે, એ આપણે મકાનની રચના, તંત્રને સંબંધ અને કાર્યકર્તાઓની સમાન મમતા–એ બધાં ઉપરથી જોઈ શકીએ છીએ. અહેવાલમાં ગુજરાત વિદ્યાસભાના આશ્રયે ચાલતા જે. જે. વિદ્યાભવનને નિર્દેશ છે, તે એ વિશે પણ મારે વિચાર અહીં દર્શાવ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9