Page #1
--------------------------------------------------------------------------
________________
વટબીજનો વિસ્તાર
[૨૯] સાયટીના પ્રયાસોને આ અહેવાલ અનેક દૃષ્ટિએ બધપ્રદ અને રસદાયક છે. કેળવણીમાં રસ લેતા કે બીજી રીતે જિજ્ઞાસા ધરાવનાર વાચકને આ દ્વારા ઘણું જાણવાજોગ બાબતોની માહિતી પૂરી પાડવામાં આવી છે. એક રીતે આ અહેવાલ ટૂંકે છે, પણ એ એ શૃંખલાબદ્ધ અને યથાર્થ હકીકતોથી ભરેલું છે કે એ વાંચવા માંડ્યા પછી પૂરે કર્યા વિના ભાગ્યે જ અટકી શકાય. અહેવાલમાં જે જે કહેવામાં આવ્યું છે તેની યથાર્થતાનાં નિદર્શક પાછલાં પરિશિષ્ટો પણ એટલાં જ અગત્યનાં છે, તેથી આ અહેવાલ વિશેષ આવકારપાત્ર બને છે. મારા જેવા શિક્ષણમાં રસ ધરાવનાર પણ એવા કેટલાય હશે કે જેઓ અહેવાલમાં વર્ણવેલી નાની મોટી બાબતે વિશે સાવ અજ્ઞાન નહિ તે અધૂરું જ્ઞાન ધરાવતા હશે. કેળવણીના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારને માટે તે આ અહેવાલ એક દીપિકાનું કામ આપે એ છે, એમ મને લાગે છે.
કોઈ વ્યક્તિ ફાલેલકૂલેલ અને વિસ્તરેલ વડનું ઝાડ અને એનું બીજ એ બંનેની સરખામણી કરે તો એને પ્રથમ દર્શને એમ જ લાગે કે આ એક જ સૂક્ષ્મ બીજમાંથી આવડું મોટું ગગનવ્યાપી ઝાડ તે સંભવી શકે ખરું ? અને છતાંય એ અણુબીજમાંથી એવડું મોટું ઝાડ ઉદ્ભવ્યાની હકીકત તે નિબંધ સાચી છે. બીજમાંથી એવું ઝાડ આવિર્ભાવ પામે તે પહેલાં બીજે ગળી જવાનું હોય છે. જ્યારે એને ભૌતિક રસ, સ્નેહ, પ્રાણુ અને તાપ દ્વારા પિષણ મળે છે ને એને સંભાળનાર યોગ્ય પુરુષ લાધે છે ત્યારે જ એ વિશાળ કાયનું રૂપ લે છે તે અનેકને આશ્રય પૂરો પાડે છે. બરાબર આ જ ન્યાય સંકલ્પને લાગુ પડે છે. સંકલ્પ એ માનસિક હાઈ વટબીજ કરતાં પણ વધારે સૂક્ષ્મ અને અદસ્ય હોય છે, પણ જ્યારે એ સંકલ્પ તપનું બળ મેળવે છે ત્યારે એમાંથી સંકલ્પિત સૃષ્ટિ દ–મૂર્ત બને છે. આ અહેવાલ વાંચતાં મનમાં એવી છાપ ઊઠે છે કે કોઈ એક મંગલક્ષણે વિશ્વવિદ્યાલયનો સંકલ્પ કાઈને મનમાં ઊગે ને પછી એ સંકલ્પના બળે જ આસપાસમાંથી પિષક સામગ્રી તૈયાર કરી ને એ તૈયારીમાંથી જ નાનીમોટી અનેક પ્રજાજીવનને ઉપગી
Page #2
--------------------------------------------------------------------------
________________
વતી ના વિસ્તાર
એવી શિક્ષણુસ’સ્થાની ગ્રહમાળા ક્રમેક્રમે રચાતી અને વિશ્વવિદ્યાલયના સકલ્પના મધ્યવતી સૂર્ય પણ એક જ પ્રકાશવા લાગ્યા.
અહેવાલમાં શિક્ષણનીતિ વિશે જે ચોખવટ કરી છે તે બહુ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ કે પૂ. ગાંધીજીએ પોતાના જીવનક્રમના આંતરખાવ ધરખમ ફેરફાર સાથે જ પ્રજાવ્યાપી શિક્ષણની એક નવી જ દૃષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી હતી, અને એ દૃષ્ટિને અનુસરી એમણે કામ પણ શરૂ કર્યું. હતું. એ કામ ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતું. વિચારશીલ અને સહૃદય સ્વાતંત્ર્યપ્રેમી આત્માએતે તો એ પસદ આવ્યું; પણ સાધારણ લેાકાનું ગજુ ચાલુ શિક્ષણમાં કરવા પડનાર એવડા મોટા ફેરફારને ઝીલવાનું ન હતું, તેથી ખાપુજીની દૃષ્ટિ પ્રમાણે સ્થપાયેલ સંસ્થાઓમાંથી પણ ધીરે ધીરે એટ થતી જોવાતી. બીજી બાજુ આખા દેશમાં વિદેશી સરકારની ગુલામીપેષક શિક્ષણનીતિ પ્રત્યે લોકાને રાષ પણ જેવા તેવા ન હતા. એક ખાજુ ગુલામીપોષક શિક્ષણનીતિ પ્રત્યે રાવ અને બીજી બાજુ એ પ્રથા પ્રમાણે ચાલતી અનેક વિષયની વ્યવહારુ જીવનને ધડનાર કૉલેજો જેવી સંસ્થાએના માહ, એ બંને વચ્ચે લોકમાનસ ક્ષોભ પામતું. એવી દશામાં શે! રસ્તા લેવા કે જેથી લેકાને જોઈતી આધુનિક પ્રણાલીની શિક્ષણસંસ્થા પણ સાંપડે અને એમનાં માનસ ગુલામીમાંથી ધીરે ધીરે છૂટવા પણ પામે?—આ એક પ્રશ્ન હતા. એને ઉકેલ સાસાયટીના કાર્યકર્તાઓએ મધ્યમમાગ લઈ કાઢયો. એ મધ્યમમાગ એટલે વિદેશી સરકારની નીતિએ લાદવા ધારેલી ગુલામીમાંથી લેાકમાનસને મુક્ત કરવું અને છતાંય પાશ્ચાત્ય પ્રણાલીની શિક્ષણપ્રથામાં લોકાને જોઈતા લાભ પણ પૂરા પાડવા.
[ ૯૧૧
ગેહવાતી ચાલી તે ગ્રહમાળાના કેન્દ્રમાં
સાસાયટીના કાર્ય કર્તાઓની તેમ પહેલેથી જ ગુલામીમાનસ વિરુદ્ધ અંડ કરવાની હતી. એવા પ્રસંગ ઉપસ્થિત પણ થયા. સાયમન કમિશન વખતે ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિધસૂચક ન્યાય્ય વર્તન આચયું" તે તરત જ એ વખતના એ કૉલેજના ગેારા આચાર્ય એપ્રત્યે કડક વલણ અખત્યાર કરી વિદ્યાર્થીએ તેમ જ દેશના સ્વમાન ઉપર સીધો ધા કર્યો.
આ બનાવ ખરેખર કસોટીનેા હતેા. કાં તો ગુલામી સામે થયું કાં તો નમીને ઘેટાવૃત્તિ પાવી. પણ અત્યાર અગાઉ ખાપુજીએ આખા દેશમાં સ્વતંત્રતાની ભાવનાની એવી ચિનગારી પેટાવી હતી કે હવે લેકા અને વિદ્યાર્થી આલમ સ્વમાનભંગ સહેવા તૈયાર ન હતા. અને ખરેખર, જ્યારે અહેવાૠમાં વાંચીએ
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન છીએ કે ગમે તેવાં કડક પગલાં સરકારે લેવા ધાય છતાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ અણનમ રહ્યા અને એના પરિણામ સ્વરૂપે અમદાવાદ એજ્યુકેશન સાસાયટીની સ્થાપનાના વિચારે ઊંડાં મૂળ ઘાલ્યા, ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી મન પ્રફુલ્લ થાય છે.
અહેવાલમાં બીજો એક પ્રજાસ્વમાનભંજક પ્રસંગ વાંચવા મળે છે કે જ્યારે એ જ ગેરા આચાર્યું અને બીજા દેશી અમલદારેએ “વંદે માતરમ”ના ગાન સામે અણગમે દર્શાવેલે. ખરેખર, આ પ્રસંગ પણ કસોટીને જ લેખાય. એ વખતે સરકારની ખફગી વહેરવી કે નમી પડવું એ બે વિકલ્પ હતા; પણ આખા દેશમાં જે સ્વમાનની ભાવના સ્થિર પદ થઈ હતી, તેથી કાંઈ ગુજરાત જરા પણ અસ્કૃષ્ટ ન હતું. ઊલટું, એમ કહેવું જોઈએ કે, આ વખતે તે જેલની તપસ્યાથી એ ભાવના વધારે દઢ અને સ્પષ્ટ થઈ હતી. તેથી જ આપણે જોઈએ છીએ કે એ ગોરા આચાર્યની તુમાખીની ભૂખ ભાંગે એ વિનમ્ર પણ મક્કમ જવાબ સાસાયટીના કાર્યકર્તાઓએ પરખાવ્યું. સાથે જ નવી નવી કોલેજોની સ્થાપનાને નિરધાર પણ વધારે વેગવાન બને. દેખીતી રીતે એમ લાગે છે કે ગુજરાતનું આ ગૌરવશાળી બળ, પણ એનાં મૂળમાં ઊંડે ઉતરીને જોતાં અને તે એમ લાગે છે કે આ પ્રજાના સ્વમાનની વૃત્તિ અને એ માટે ખપી જવાની દઢતા એ બંને પૂજ્ય ગાંધીજીના આફ્રિકાના જીવનમાં ધરમૂળથી ગુલામીવૃત્તિને નિવારવા માટે પ્રગટેલા શરમાં છે.
સાયટીના સભ્યો અને કાર્યકર્તાઓમાં કેટલાય એવા છે કે જેઓ અત્યારે આપણી સામે નથી, પણ એમણે સંસાયટીએ કરવા ધારેલ વિશ્વવિદ્યાલયનુલક્ષી પ્રવૃત્તિમાં નાનોસૂનો ફાળે નથી આપ્યો. એમાંથી આ અહેવાલ સૌથી પહેલાં આપણું ધ્યાન સર લલુભાઈ આશારામ પ્રત્યે ખેંચે છે. એ જમાનામાં, કે જ્યારે હજી વિશ્વવિદ્યાલયને વિચાર જોઈએ તેવો દૃઢ થયો ન હતો, તે વખતે એમણે કેવી અગમચેતી વાપરી અને જો કોલેજના પાયા નંખાવ્યા છે જે વસ્તુ આજે સહેલી લાગે છે તે એ કાળે એવી સહેલી ન હતી. સાથે જ આપણે જોઈએ છીએ કે સર લલ્લુભાઈના વિચારને અમદાવાદ તરત જ કે વધાવી લીધે ! સામાન્ય રીતે સેસાયટીના હિતચિંતકોએ કામ વહેંચી લીધેલાં. કેટલાકે નાણાં એકઠાં કરવાની જવાબદારી માથે લીધી તે બીજા કેટલાકે સંસ્થાને અંગે જરૂરી એવા વ્યવહારુ કામેની જવાબદારી માથે લીધી. સ્વ. બલ્લુભાઈ ઠાકોર નાણું ઉધરાવનારાઓમાં મોખરે હતા. એમનું નામ કેળવણીકારે અને અમદાવાદીઓને તે ભાગ્યે જ અજ્ઞાત હશે, એટલે
Page #4
--------------------------------------------------------------------------
________________
વટીજનો વિસ્તાર
[ va
અહી તે! એમના નામનો ઉલ્લેખ માત્ર પૂરતા છે; પણ હીરાલાલ કાપડિયા અને ગાવિ દલાલ દામેાદરદાસ શાહ જેવા ખીન્ન એવા પણ છે કે જેમને સર્વસામાન્ય ગુજરાતી અને અમદાવાદી સુધ્ધાં ભાગ્યે જ જાણતા હશે. પણ તેઓએ નાણાં ઉધરાવવામાં અને ખીજા વહીવટી કામમાં સ્મરણીય ફાળ આપ્યો છે, એ અહેવાલમાંના ટૂંકા સુચનથી પણ જણાઈ આવે છે.
અહેવાલમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું નામ ડૉ. ધ્રુવનુ' છે. પ્રસંગ છે તો એમના વિશે કાંઈક વધારે લખવું ચેાગ્ય છે. વાચકને પણ એ અનુપયોગી નહિ લાગે. પંડિત મદનમૈાહન માલવીયના આકર્ષ્યા અને પૂ. ગાંધીજીના પ્રેર્યો ધ્રુવસાહેબ બનારસ ગયા, એ વાત સ་વિદિત છે. તે ત્યાં પ્રે-વાઇસ ચૅન્સ લર હતા, પ્રિન્સિપાલ પણ હતા, અધ્યાપન પણ કરતા. એમના વિદ્યાપ્રધાન જ્જનને હિન્દુ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળી એ સાથે આ દેશમાં ચાલતી અનેક યુનિવર્સિટીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની પણ તક સાંપડી અને દેશવિદેશના અનેક ઉચ્ચ કક્ષાના વિવિધ વિષયોના પારગામી વિદ્વાનોના 'પર્ક સાધવાની પણ પૂરી તક સાંપડી. તેમનું મન વિશ્વવિદ્યાલયના સ્વરૂપનુ સ્વતંત્રપણે ચિંતન કરતું. આ રીતે તેઓ વિદ્યાપ્રૌઢ ઉપરાંત અનુભવપ્રૌઢ પણ હતા. તેએ રહેતા કાશીમાં, પણ તેમનુ મન ગુજરાતમાં હતું. મને એક પ્રસંગે કાશીમાં કહેલુ કે પડિતજી મને ઘેાડતા નથી, અને ગુજરાતમાં કામ કરવાનુ` મારું સ્વપ્ન દૂર ધકેલાતું ય છે.' મેં એક વાર પૂછ્યું કે “ આજે સાંભળ્યું કે હવે આપ છૂટા થવાના છે. ' તે કહે કે હરિઇચ્છા, પણ મારે વર્ષોના તપસ્વીના આશીર્વાદ જોઈ એ. હું ગાંધીજીને લખેલ પત્રના જવાખની રાહમાં છુ.' મને એ વખતે થયેલું કે આખી જિંદગી વિદ્યા અને શાસ્ત્રોનુ બ્રાહ્મણત્વ કેળવનાર આ વાતૃદ્ધ તપસ્યામાં કેટલી ઊંડી શ્રહા ધરાવે છે! આવા પ્રૌઢ અને વયોવૃદ્ધ જ્યારે નિવૃત્તિ લઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાત માટે પોતે જ કરવા ધારેલું કામ હાથમાં લીધું, વિશ્વવિદ્યાલય આવશ્યક છે કે નહિ, આવશ્યક હોય તો એને અંગે કેવી કેવી અને કેટકેટલી શાખાઓનુ ઉચ્ચ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈ એ, એમાં ક કક્ષાના અધ્યાપકે જોઈ એ, વગેરે ખાખતાનું એમને અનુભૂત જ્ઞાન હતું. તે જ્ઞાનના લાભ સોસાયટીને સીધે મળ્યા છે, એ વસ્તુ આપણે અહેવાલમાંના એમના વિશેના પ્રાસંગિક ઉલ્લેખોથી જાણવા પામીએ છીએ. સાસાયટીના પ્રમુખ તરીકે વસાહેબ નિમાયા અને એમના હાથ નીચે કે એમની સાથે કામ કરવામાં સૌને એકસરખા આનંદાનુભવ થવા લાગ્યા. જે વિદ્યા
'
Page #5
--------------------------------------------------------------------------
________________
૯૫૪ ]
દર્શન અને ચિંતન
ખાતાના અને કેળવણી પ્રિય હતા તેમને અને જેએક વ્યાપારી માનસ ધરાવતા તેમને પણ એકસરખો ઉત્સાહ પ્રગટયો. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબ ગુજરાતમાં આવ્યા પછી સોસાયટીના કાર્ય બહુ જલદી વેગ પકડયો. ધ્રુવજીએ પહેલું મૂર્ત કામ તે પ્રાચ્યવિદ્યા સÂોધન માટે ગુજરાત વિદ્યાસભાના આશ્રય નીચે સંસ્થા સ્થાપવાનું કર્યું. એ સંસ્થાની કા દિશા અને શ્રીજી ચેોજના વિશેની વિચારણાનો યશ તેમ જ સરકારી મદદ મેળવવાને યશ એમને માળે જ મુખ્યપણે જાય છે. એમણે જે દી દૃષ્ટિથી એ સરથા માટે કાર્ય કર્તાની પસંદગી કરી હતી તેમાં જ સંસ્થાનાં ઊંડાં મૂળ નંખાયેલાં, એમ મને અનુભવે લાગ્યું છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિષયક તેમ જ ઉદ્યોગ વિષયક કૉલેજો ની પ્રજાકલ્યાણ માટે અગત્ય તે પૂરેપૂરી સમજતા, છતાં પણુ જે શિષ્ટ અને મગળ સંસ્કારોથી માણસ માણસ બને છે તે સંસ્કારે એમણે આજીવન પીધેલા અને અન્યને દીધેલા હોવાથી એમનુ વલણ પ્રથમ આટ્સ કૅલેજની થાપના તર વળે એ સ્વાભાવિક હતું. એ પ્રમાણે એમણે એ કામની શરૂઆત પણ કરાવી. એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનાર સાસાયટીના કા કર્તાઓ કે ખીજા મહાનુભાવાના મનમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નંખાયેલાં અને સીંચાયેલાં ખીજો બહુ વરિત ગતિએ અંકુરિત થઈ રહ્યાં હતાં. તેથી જ આપણે જોઈ એ છીએ કે ધ્રુવસાહેબના સ્વર્ગવાસ દરમ્યાન દેશમાં સ્વાતંત્ર્યયુદ્ઘના પ્રચંડ જુવાળ આવેલા, છતાં એ જુવાળ શમ્યા કે ન શમ્યા, ત્યાં તે વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન મૃત થાય છે અને ધ્રુવજીએ જે કહેલું કે ‘હું સ્વપ્નમાં નથી, પણ જાગૃત ' તે વચન ફળે છે. સાથે સાથે બીજી અનેક કૉલેજો પણ અસ્તિત્વમાં આવી જાય છે.
'
અહેવાલ વાંચનારના લક્ષ ઉપર આવ્યા વિના રહી જ ન શકે તેવી એક બાબત સમગ્ર વિદ્યાપ્રવૃત્તિમાં સધાયેલા ધી-શ્રીના સંયોગ છે. એક પ્રાચીન સૂત્ર અત્યારે સ્મૃતિપટ પર આવે છે. ધી–શ્રી સ્ત્રી. હું અહીં સ્ત્રીપદને માતા સરસ્વતીની આરાધના માટેતી સંસ્થાના પ્રતીક તરીકે લઉં છું. જો એવી આરાધના સાધન સાથે પણ સમજણપૂર્વક કરવી હોય તો એ માટે ધી–શ્રીના જ્વનદાયી સમન્વય આવશ્યક છે, જે સોસાયટીએ પહેલેથી જ સિદ્ધ કર્યો છે. સરકાર સાથે કામ લેવાનુ તેમ જ બંધારણ અને કાયદાકાનૂનની ગૂંચોમાંથી ક્ષેમ કર માર્ગ કાઢવાનું ડહાપણ તે ધી, અને લક્ષ્મી ઉપાજૅન કરી એને વિનિયોગ કરવાનું કહાપણ તે શ્રી, આ ખતેમાં એકની પણ ઊણપ કે કચાશ હેત ા. સાસાયટીએ કરવા ધારેલ પ્રગતિ આટલી ટૂંક મુદ્દતમાં કદી સધાત
Page #6
--------------------------------------------------------------------------
________________
વટબીજનો વિસ્તાર
[ ૯ષ્ટ નહિ. એમ તે ગુજરાત વ્યાપારપ્રધાન હેઈ એની પ્રકૃતિમાં જ સમન્વયશક્તિ રહેલી છે, પણ પ્રજાહિતના શિક્ષણ જેવા મંગળવાહી ઉદેશને સિદ્ધ કરવામાં એવે સમન્વય સધા એ જેવીતેવી સિદ્ધિ નથી. હું સમજું છું કે આ જ વસ્તુ સેસાયટીને ધબકત પ્રાણુ છે.
એસ.એલ. ડી. આર્ટસ કોલેજ માટે સખાવત કરતી વખતે અને ઇજનેરી કોલેજની સ્થાપના માટે સખાવત જાહેર કરતી વખતે અનુક્રમે સોસાયટી સમક્ષ તેમ જ સરકાર સમક્ષ સખાવત કરનાર શેઠશ્રીએ જે શરતે મૂકી છે તે સંખ્યામાં છે તે સાવ ઓછી અને કદમાં સાવ નાની, પણ એનું મમ વિચારતાં માલૂમ પડે છે કે એમાં પૂરું વેપારી ડહાપણ સમાઈ જાય છે. આ કોલેજ માટેની શરતમાં મુખ્ય હેતુ એ છે કે એમાં અનુભવી સમર્થતમ અધ્યાપકે રોકવામાં આવે, અને સોસાયટી બીજા ધનિકોમાં પણ સખાવતવૃત્તિ વિકસાવે. સરકાર સામેની શરતમાં પહેલી શરતને હેતુ એ છે કે ઈજનેરી શિક્ષણની કોઈ પણ શાખા, ઉપેક્ષિત ન રહે અને એનું શિક્ષણ છેલ્લામાં છેલ્લી વિકસિત ઢબનું ઉત્તમ હેય. વધારે ડહાપણ તે એમાં દેખાય છે કે શરત સરકારને છૂટે હાથે ખર્ચ કરી કૉલેજ ચલાવવા બાંધી લે છે. મારી દષ્ટિએ એથીયે વધારે વ્યવહાર, ડહાપણ આગલી શરતમાં છે, અને તે એ કે તકાળ કોલેજ સરકાર બંધાવે તે એનાં બાંધકામ અને પૂર્ણ સાધને સાથે જે ખર્ચ થાય તેને અર ભાગ દાતા આપશે, એ બાંધકામ તેમ જ સાધનો વસાવવાની જવાબદારી જે શેઠ કસ્તુરભાઈને સોંપવામાં આવે તો જ. આ શરતમાં કોલેજની શ્રેષ્ઠતા, કાર્યની શીવ્રતા અને અપવ્યયથી બચત, એ ત્રણ તત્વ સમાયેલાં છે. આપણે જાણીએ છીએ કે સરકાર ધારીએ તેટલી ઝડપથી કામ નથી કરી શક્તી, અને એનાં કામમાં પરહાથે કામ લેવાનું હોઈ ઘણે અપવ્યય પણ થાય છે અને કેટલીક વાર તે એ કામ ઉચ્ચ કેટિનું ભાગ્યે જ હોય છે. આ સર્વસાધારણ અનુભવોને લાભ લેવા માટે જ દાતાઓએ આ શરત મૂકી છે. મારી દષ્ટિએ ભવિષ્યના દાતાઓ માટે આ વસ્તુ. પદાર્થપાઠ જેવી ગણવી જોઈએ. દાન કરવું એ તો સદ્ગુણ છે જ, પણ એની કાર્યસિદ્ધિની દૃષ્ટિએ યોગ્ય ચોકી કરવી એ તેથી મે વિવેકપૂર્ણ સદ્ગુણ છે.
પૂ. ગાંધીજી વિદ્યમાન હતા ત્યારે પણ અમદાવાદમાં ચાલતી આ. વિદ્યાપ્રવૃત્તિને ઉપસ્થિતિ દ્વારા આશીર્વાદ આપવાનો પ્રસંગ સુલભ રહ્યો ન હતે પણ એમના જમણા હાથ જેવા પુરુષ સરદારશ્રીએ આ પ્રવૃત્તિ પરત્વે
Page #7
--------------------------------------------------------------------------
________________
૯૫૬]
દર્શન અને ચિંતન હમેશાં પૂરે રસ લીધો હતો અને પિતાની જાત હાજરી તેમ જ વિશિષ્ટ પ્રયાસે દ્વારા સેસાયટીના કાર્યકર્તાઓના ઉત્સાહને ઉત્તેજન આપ્યું હતું. કોમર્સ કોલેજના મકાનનું ઉદ્દઘાટન એમને હાથે થયું, તેમ જ યુનિવર્સિટીના મકાનનું ખાતમૂર્ત પણ એમણે કર્યું અને એમણે જ સલાહ આપી કે ખેતીવાડીની કેલેજ આણંદમાં જ શરૂ કરવી ને એ ગુજરાત વિશ્વવિદ્યાલયનું અંગ બને. સરદારશ્રીની દીર્ધ દૃષ્ટિ અને ગુજરાત વિશ્વવિદ્યાલય પ્રત્યે મમતાથી પ્રભાવિત થઈ શ્રી. અમૃતલાલ શેઠે પિતાની દેણગી આણંદમાં ખેતીવાડીની કોલેજ સ્થાપવા આપી એ વસ્તુ નોંધપાત્ર છે. સરદારશ્રી ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટના પહેલા પ્રમુખ. અત્યારે શ્રી. ગ. વા. માવલંકર પ્રમુખ છે, પણ એ તે સરદારશ્રીના સ્વર્ગવાસ પછી જ. આ બધું જોતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ગાંધીજીની કલ્પના પ્રમાણે સ્થપાયેલી અને ચાલતી અનેક સંસ્થાઓમાં સરદારશ્રીને જેટલા રસ હતું તેથી જરાયે ઓછો રસ એમણે ગુજરાતમાં ખીલતી બીજી વિદ્યાપ્રવૃતિઓ વિશે દાખવ્યો નથી. મહાન પુરુષની દૃષ્ટિ અને પ્રવૃત્તિ કાંઈ એક જ માર્ગ માં બંધાઈ નથી રહેતી; એ તે જ્યાં જ્યાં જેટલું જેટલું પ્રજાક્ષેમ જુએ ત્યાં ત્યાં તેટલું તેટલું ધ્યાન આપ્યા સિવાય રહી જ ન શકે.
લ સોસાયટી હોય કે અમદાવાદ એજ્યુકેશન સેસાયટી હોય, પણ એ બંનેનું લક્ષ ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પનાને મૂર્ત રૂપ આપવાનું પ્રથમથી જ રહ્યું છે, અને એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે સેસાયટીના બધા પ્રયાસ થાય છે, એ બાબત અહેવાલ વાંચનારથી અજ્ઞાત રહે એમ છે જ નહિ. વિશ્વવિદ્યાલય અને એની અંગભૂત બધી જ નાનીમોટી સંસ્થાઓ એક જ સ્થાનમાં પાસે પાસે હોય તે આખું એક વિદ્યાચકવાલ રચાય ને વિદ્યાના સંસ્કાર જાણે-અજાણે અરસપરસમાં સંક્રાત થાય, એવા ઉદાત્ત ધ્યેયથી જ બધી સંસ્થાઓને એક સ્થળે સાંકળવામાં આવી છે. બધી સંસ્થાઓ પિતાપિતાની પ્રવૃત્તિ અંગે અને બીજી દષ્ટિએ ભલે સ્વતંત્ર હોય, છતાં એ બધીમાં સળંગસૂત્રતા અને એકવાયતા કે સંવાદપણું સચવાઈ અને ઉત્તરોત્તર એ વિકસતું રહે એ હેતુ સેસાયટીના કાર્યકર્તાઓની નજર સમક્ષ સદા રહ્યો છે, એ આપણે મકાનની રચના, તંત્રને સંબંધ અને કાર્યકર્તાઓની સમાન મમતા–એ બધાં ઉપરથી જોઈ શકીએ છીએ.
અહેવાલમાં ગુજરાત વિદ્યાસભાના આશ્રયે ચાલતા જે. જે. વિદ્યાભવનને નિર્દેશ છે, તે એ વિશે પણ મારે વિચાર અહીં દર્શાવ જોઈએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
વટબીજનો વિસ્તાર
[ ૯૫૭ વિશ્વવિદ્યાલયની ભૂમિમાં ચાલતી અનેક સંસ્થાઓ છે, પણ મને એ બધીને પરિચય નથી અંતરંગ કે નથી પૂરે. એથી ઊલટું, વિદ્યાભવન વિશે હું કાંઈક વધારે નિકટતાથી જાણું છું. એની ધ્રુવજીના હાથે સ્થાપના થઈ ત્યારથી અત્યાર લગી એની પ્રવૃત્તિમાં મને વિશેષ રસ રહ્યો છે. ડૉ. પ્રવછના કેળવણી વિષયક ધણું મનોરથ હતા, પણ પ્રાચ્યવિદ્યા સંશેધન ગુજરાતમાં ઉચ્ચ કક્ષાએ ચાલે એ એમને વિશિષ્ટ મનોરથ હતો. મારા પ્રશ્નના જવાબમાં એમણે એકવાર કહેલું કે હિન્દુસ્તાનમાં યુનિવર્સિટીઓ ધણી છે, પણ સર આશુતોષની રચનાને તોલે કેઈ આવી શકે એમ નથી. એમણે કાશીમાં ઉચ્ચ કક્ષાના પ્રાચ્યવિદ્યાવિષયક વિદ્વાન જોયેલા. કેટલાક તો એમની દેખરેખ તળે જ ભણાવતા. પણ તેઓ કહેતા કે, “સંશોધનવૃત્તિ સિવાય પ્રાચ્યવિદ્યાઓ નવયુગમાં પ્રકાશી ન શકે. તેઓ હિંદુ યુનિવર્સિટીમાં જે કામ કરવા અશક્ત હતા તે જ કામ એમને ગુજરાતમાં ચાલુ કરવાનો મનોરથ હતા. એમની સામે પુરાતત્ત્વ મંદિરને નમૂને પણ હતા. તેથી જ એમણે આ સંસ્થા શરૂ કરી, એમ હું સમજુ છું. સદ્ભાગ્યે એ સંસ્થામાં ઉત્તરોત્તર ઘણે વિકાસ થયો છે અને પ્રાચ્યવિદ્યાના સંશોધન વિશે ગુજરાત કશું જ નથી કરતું એ મહેણું સહેવાપણું રહ્યું નથી. એમાં ધગશવાળ સુસંગદિત વૃદ્ધ-યુવક અધ્યાપંકવર્ગ છે, અને બીજી પણ કેટલીક સગવડ છે. આ સંસ્થાનાં સુપરિણામ દૂરવર્તી અને વ્યાપક બનાવવાની ફરજ કાં તો વિશ્વવિદ્યાલયની છે અને કાં તે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની. જે સોસાયટી સાયન્સ કોલેજના ઉચ્ચ અભ્યાસને અદ્યતન બનાવવા લાખો રૂપિયા ઉદાર ભાવથી ખરચી શકે તે મારી દૃષ્ટિએ એણે આવા ભવનના કાર્યને પૂરેપૂરે વેગ આપવા અને સાધનસંપન્ન બનાવવામાં લેશ પણ સંકેચ સેવા ન જોઈએ. છેવટે તો જીવનમાં બહાર તેમ જ અંદરનાં બધાં શુભ સત્ત્વ આવી જ સાંસ્કારિક કેળવણુથી જાગવાનાં અને વિજ્ઞાનની કોઈ પણ શાખામાં પૂર્ણ પાવરધા થયેલ માનસની યાંત્રિકતામાં રસ રેડવાનાં. તેથી હું સંશોધનનું મૂલ્ય આંકનાર કાર્યકર્તાઓને સૂચવીશ કે તેઓ આ સંસ્થાને વિકસાવી સેસાયટી કે એ દ્વારા વિશ્વવિદ્યાલયને સર્વાગીણ બનાવે.
છેવટે સોસાયટીના પ્રયાસના મૂલ્ય વિશે તટસ્થભાવે કાંઈક કહેવું જોઈએ. આપણે જોઈએ છીએ કે આ પ્રવૃત્તિમાં શ્રી. ગ. વા. માવલંકર પહેલેથી જ એકસરખા ઓતપ્રેત દેખાય છે. તેઓ બીજા રાજ્યવહીવટી વગેરે ગમે તેટલાં કામ કરતાં હશે, છતાં એમનું મન વિશ્વવિદ્યાલયના વૃક્ષને ગગનગામી બનાવવા ભણું જ રહેલું મેં જ્યારે ને ત્યારે અનુભવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષને જ મારે તે એમની સાથે પરિચય, પણ મેં એમનામાં જે તાલા
Page #9
--------------------------------------------------------------------------
________________ 958] દર્શન અને ચિંતન વેલી, વિશાળ દષ્ટિ, અને નાનામોટા બધા જ કાર્યકર્તાઓ સાથે તાદાભ્ય સાધવાની વૃત્તિ જોઈ છે તે જ મને આવી પ્રવૃત્તિનું અસલી મૂલ્ય દેખાય છે. આને ચેપ બીજા સહકારી કાર્યકર્તાઓમાં પણ ઊતર્યા વિના રહી શકે જ નહિ. જોકે શેઠ અમૃતલાલ કે કસ્તુરભાઈ સાથે મારે પરિચય છે જ નહિ, પણ આ અહેવાલ સાક્ષી પૂરે છે કે તેઓ વિદ્યાવિકાસના ચાલુ યામાં પૂરેપૂરે રસ લઈ રહ્યા છે. આ રસનો ચેપ એમણે બીજા અનેક ધનિકાને પણ લગાડ્યો છે, અને એમાં શંકા નથી કે આ ચેપ ઉત્તરોત્તર વધતો જવાને છે. અત્યાર લગીમાં આ ચેપને લીધે જ શેઠશ્રી નવીનચંદ્ર, ડે. વિક્રમ સારાભાઈ શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ વગેરેએ વટબીજના વિસ્તારમાં ફાળે આપ્યો છે, એ પણ સોસાયટીના પ્રયાસનું જેવુંતેવું મૂલ્ય નથી. જે અનેક વિશિષ્ટ અધ્યાપક અને બીજા કાર્યકર્તાઓ સોસાયટીને મળ્યા છે, તેમ જ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંપત સોસાયટીને લાધી છે તે પણ સોસાયટીનું મહામૂલું ધન છે. આ રીતે આપણે સંસાયટીના પ્રયાસોને વિચાર કરીએ તે આશા પડે છે કે એને લેકકલયાણ કરવાને મંગળવાહી ઉદ્દેશ વધારે ને વધારે સિદ્ધ થવાનું જ છે. અને ક્યારેક, કદાચ બહુ જ થોડા વખતમાં, એ પણ સમય આવશે કે ડો. ધ્રુવને કેળવણીની બબાતમાં ગુજરાત પછાત છે એવું જ લાગતું તેના સ્થાનમાં કાંઈ જુદું જ ચિત્ર એમને સ્વર્ગવાસી આત્મા નિહાળશે. * " ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ: અમદાવાદ એજ્યુકેશન સેસાયટીના પ્રયત્ન.” (૧૯૫૧)ની પ્રસ્તાવના.