________________
દર્શન અને ચિંતન છીએ કે ગમે તેવાં કડક પગલાં સરકારે લેવા ધાય છતાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ અણનમ રહ્યા અને એના પરિણામ સ્વરૂપે અમદાવાદ એજ્યુકેશન સાસાયટીની સ્થાપનાના વિચારે ઊંડાં મૂળ ઘાલ્યા, ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી મન પ્રફુલ્લ થાય છે.
અહેવાલમાં બીજો એક પ્રજાસ્વમાનભંજક પ્રસંગ વાંચવા મળે છે કે જ્યારે એ જ ગેરા આચાર્યું અને બીજા દેશી અમલદારેએ “વંદે માતરમ”ના ગાન સામે અણગમે દર્શાવેલે. ખરેખર, આ પ્રસંગ પણ કસોટીને જ લેખાય. એ વખતે સરકારની ખફગી વહેરવી કે નમી પડવું એ બે વિકલ્પ હતા; પણ આખા દેશમાં જે સ્વમાનની ભાવના સ્થિર પદ થઈ હતી, તેથી કાંઈ ગુજરાત જરા પણ અસ્કૃષ્ટ ન હતું. ઊલટું, એમ કહેવું જોઈએ કે, આ વખતે તે જેલની તપસ્યાથી એ ભાવના વધારે દઢ અને સ્પષ્ટ થઈ હતી. તેથી જ આપણે જોઈએ છીએ કે એ ગોરા આચાર્યની તુમાખીની ભૂખ ભાંગે એ વિનમ્ર પણ મક્કમ જવાબ સાસાયટીના કાર્યકર્તાઓએ પરખાવ્યું. સાથે જ નવી નવી કોલેજોની સ્થાપનાને નિરધાર પણ વધારે વેગવાન બને. દેખીતી રીતે એમ લાગે છે કે ગુજરાતનું આ ગૌરવશાળી બળ, પણ એનાં મૂળમાં ઊંડે ઉતરીને જોતાં અને તે એમ લાગે છે કે આ પ્રજાના સ્વમાનની વૃત્તિ અને એ માટે ખપી જવાની દઢતા એ બંને પૂજ્ય ગાંધીજીના આફ્રિકાના જીવનમાં ધરમૂળથી ગુલામીવૃત્તિને નિવારવા માટે પ્રગટેલા શરમાં છે.
સાયટીના સભ્યો અને કાર્યકર્તાઓમાં કેટલાય એવા છે કે જેઓ અત્યારે આપણી સામે નથી, પણ એમણે સંસાયટીએ કરવા ધારેલ વિશ્વવિદ્યાલયનુલક્ષી પ્રવૃત્તિમાં નાનોસૂનો ફાળે નથી આપ્યો. એમાંથી આ અહેવાલ સૌથી પહેલાં આપણું ધ્યાન સર લલુભાઈ આશારામ પ્રત્યે ખેંચે છે. એ જમાનામાં, કે જ્યારે હજી વિશ્વવિદ્યાલયને વિચાર જોઈએ તેવો દૃઢ થયો ન હતો, તે વખતે એમણે કેવી અગમચેતી વાપરી અને જો કોલેજના પાયા નંખાવ્યા છે જે વસ્તુ આજે સહેલી લાગે છે તે એ કાળે એવી સહેલી ન હતી. સાથે જ આપણે જોઈએ છીએ કે સર લલ્લુભાઈના વિચારને અમદાવાદ તરત જ કે વધાવી લીધે ! સામાન્ય રીતે સેસાયટીના હિતચિંતકોએ કામ વહેંચી લીધેલાં. કેટલાકે નાણાં એકઠાં કરવાની જવાબદારી માથે લીધી તે બીજા કેટલાકે સંસ્થાને અંગે જરૂરી એવા વ્યવહારુ કામેની જવાબદારી માથે લીધી. સ્વ. બલ્લુભાઈ ઠાકોર નાણું ઉધરાવનારાઓમાં મોખરે હતા. એમનું નામ કેળવણીકારે અને અમદાવાદીઓને તે ભાગ્યે જ અજ્ઞાત હશે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org