Book Title: Vatbijno Vistar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ વટબીજનો વિસ્તાર [૨૯] સાયટીના પ્રયાસોને આ અહેવાલ અનેક દૃષ્ટિએ બધપ્રદ અને રસદાયક છે. કેળવણીમાં રસ લેતા કે બીજી રીતે જિજ્ઞાસા ધરાવનાર વાચકને આ દ્વારા ઘણું જાણવાજોગ બાબતોની માહિતી પૂરી પાડવામાં આવી છે. એક રીતે આ અહેવાલ ટૂંકે છે, પણ એ એ શૃંખલાબદ્ધ અને યથાર્થ હકીકતોથી ભરેલું છે કે એ વાંચવા માંડ્યા પછી પૂરે કર્યા વિના ભાગ્યે જ અટકી શકાય. અહેવાલમાં જે જે કહેવામાં આવ્યું છે તેની યથાર્થતાનાં નિદર્શક પાછલાં પરિશિષ્ટો પણ એટલાં જ અગત્યનાં છે, તેથી આ અહેવાલ વિશેષ આવકારપાત્ર બને છે. મારા જેવા શિક્ષણમાં રસ ધરાવનાર પણ એવા કેટલાય હશે કે જેઓ અહેવાલમાં વર્ણવેલી નાની મોટી બાબતે વિશે સાવ અજ્ઞાન નહિ તે અધૂરું જ્ઞાન ધરાવતા હશે. કેળવણીના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારને માટે તે આ અહેવાલ એક દીપિકાનું કામ આપે એ છે, એમ મને લાગે છે. કોઈ વ્યક્તિ ફાલેલકૂલેલ અને વિસ્તરેલ વડનું ઝાડ અને એનું બીજ એ બંનેની સરખામણી કરે તો એને પ્રથમ દર્શને એમ જ લાગે કે આ એક જ સૂક્ષ્મ બીજમાંથી આવડું મોટું ગગનવ્યાપી ઝાડ તે સંભવી શકે ખરું ? અને છતાંય એ અણુબીજમાંથી એવડું મોટું ઝાડ ઉદ્ભવ્યાની હકીકત તે નિબંધ સાચી છે. બીજમાંથી એવું ઝાડ આવિર્ભાવ પામે તે પહેલાં બીજે ગળી જવાનું હોય છે. જ્યારે એને ભૌતિક રસ, સ્નેહ, પ્રાણુ અને તાપ દ્વારા પિષણ મળે છે ને એને સંભાળનાર યોગ્ય પુરુષ લાધે છે ત્યારે જ એ વિશાળ કાયનું રૂપ લે છે તે અનેકને આશ્રય પૂરો પાડે છે. બરાબર આ જ ન્યાય સંકલ્પને લાગુ પડે છે. સંકલ્પ એ માનસિક હાઈ વટબીજ કરતાં પણ વધારે સૂક્ષ્મ અને અદસ્ય હોય છે, પણ જ્યારે એ સંકલ્પ તપનું બળ મેળવે છે ત્યારે એમાંથી સંકલ્પિત સૃષ્ટિ દ–મૂર્ત બને છે. આ અહેવાલ વાંચતાં મનમાં એવી છાપ ઊઠે છે કે કોઈ એક મંગલક્ષણે વિશ્વવિદ્યાલયનો સંકલ્પ કાઈને મનમાં ઊગે ને પછી એ સંકલ્પના બળે જ આસપાસમાંથી પિષક સામગ્રી તૈયાર કરી ને એ તૈયારીમાંથી જ નાનીમોટી અનેક પ્રજાજીવનને ઉપગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9