Book Title: Vatbijno Vistar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ વટીજનો વિસ્તાર [ va અહી તે! એમના નામનો ઉલ્લેખ માત્ર પૂરતા છે; પણ હીરાલાલ કાપડિયા અને ગાવિ દલાલ દામેાદરદાસ શાહ જેવા ખીન્ન એવા પણ છે કે જેમને સર્વસામાન્ય ગુજરાતી અને અમદાવાદી સુધ્ધાં ભાગ્યે જ જાણતા હશે. પણ તેઓએ નાણાં ઉધરાવવામાં અને ખીજા વહીવટી કામમાં સ્મરણીય ફાળ આપ્યો છે, એ અહેવાલમાંના ટૂંકા સુચનથી પણ જણાઈ આવે છે. અહેવાલમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું નામ ડૉ. ધ્રુવનુ' છે. પ્રસંગ છે તો એમના વિશે કાંઈક વધારે લખવું ચેાગ્ય છે. વાચકને પણ એ અનુપયોગી નહિ લાગે. પંડિત મદનમૈાહન માલવીયના આકર્ષ્યા અને પૂ. ગાંધીજીના પ્રેર્યો ધ્રુવસાહેબ બનારસ ગયા, એ વાત સ་વિદિત છે. તે ત્યાં પ્રે-વાઇસ ચૅન્સ લર હતા, પ્રિન્સિપાલ પણ હતા, અધ્યાપન પણ કરતા. એમના વિદ્યાપ્રધાન જ્જનને હિન્દુ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળી એ સાથે આ દેશમાં ચાલતી અનેક યુનિવર્સિટીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની પણ તક સાંપડી અને દેશવિદેશના અનેક ઉચ્ચ કક્ષાના વિવિધ વિષયોના પારગામી વિદ્વાનોના 'પર્ક સાધવાની પણ પૂરી તક સાંપડી. તેમનું મન વિશ્વવિદ્યાલયના સ્વરૂપનુ સ્વતંત્રપણે ચિંતન કરતું. આ રીતે તેઓ વિદ્યાપ્રૌઢ ઉપરાંત અનુભવપ્રૌઢ પણ હતા. તેએ રહેતા કાશીમાં, પણ તેમનુ મન ગુજરાતમાં હતું. મને એક પ્રસંગે કાશીમાં કહેલુ કે પડિતજી મને ઘેાડતા નથી, અને ગુજરાતમાં કામ કરવાનુ` મારું સ્વપ્ન દૂર ધકેલાતું ય છે.' મેં એક વાર પૂછ્યું કે “ આજે સાંભળ્યું કે હવે આપ છૂટા થવાના છે. ' તે કહે કે હરિઇચ્છા, પણ મારે વર્ષોના તપસ્વીના આશીર્વાદ જોઈ એ. હું ગાંધીજીને લખેલ પત્રના જવાખની રાહમાં છુ.' મને એ વખતે થયેલું કે આખી જિંદગી વિદ્યા અને શાસ્ત્રોનુ બ્રાહ્મણત્વ કેળવનાર આ વાતૃદ્ધ તપસ્યામાં કેટલી ઊંડી શ્રહા ધરાવે છે! આવા પ્રૌઢ અને વયોવૃદ્ધ જ્યારે નિવૃત્તિ લઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાત માટે પોતે જ કરવા ધારેલું કામ હાથમાં લીધું, વિશ્વવિદ્યાલય આવશ્યક છે કે નહિ, આવશ્યક હોય તો એને અંગે કેવી કેવી અને કેટકેટલી શાખાઓનુ ઉચ્ચ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈ એ, એમાં ક કક્ષાના અધ્યાપકે જોઈ એ, વગેરે ખાખતાનું એમને અનુભૂત જ્ઞાન હતું. તે જ્ઞાનના લાભ સોસાયટીને સીધે મળ્યા છે, એ વસ્તુ આપણે અહેવાલમાંના એમના વિશેના પ્રાસંગિક ઉલ્લેખોથી જાણવા પામીએ છીએ. સાસાયટીના પ્રમુખ તરીકે વસાહેબ નિમાયા અને એમના હાથ નીચે કે એમની સાથે કામ કરવામાં સૌને એકસરખા આનંદાનુભવ થવા લાગ્યા. જે વિદ્યા ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9