Book Title: Vasant Stotradi Sangraha Author(s): Vinayprabhashreeji Publisher: Pukhraj Amichand Kothari View full book textPage 5
________________ શકે તે માટે સ્થળે સ્થળે તેના ઉપાયોને જુદી જુદી રીતે નિર્દેશ કર્યો છે. શ્રી જ્ઞાનમારમાં પૂ. ઉપાધ્યાયજી મ. સાહેબે કહ્યું છે કે – वत्स ! कि चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ? निधि स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ રે વત્સ! તું ચંચળ ચિત્તવાળે થઈને અનેક સ્થળે ભમે છે, ભમી ભમીને થાકી જાય છે. આનંદના નિધિને તું બીજે બીજે શોધે છે. પણ એ થીએટર, હોસ્ટેલ કે વનિતાહમાં નથી. અથવા વન, ઉપવન કે નોવેલેના વાંચનમાં નથી. આનંદને એ સભર ભંડાર તે તારી બીલકુલ નજીકમાં-તારી પાસે જ છે. એને શોધવા માટે બીજે ક્યાંય પ્રયત્ન કરવાની જરૂર નથી, તારે જે એ આનંદના નિધિને જો હોય તે તું સ્થિરતાને ધારણ કર. એ સ્થિરતા તને જરૂર એ વાસ્તવિક આનંદ પમાડશે. એ સ્થિરતાની પ્રાપ્તિ અર્થે આત્મામાં અનાદિ રાગ-દ્વેષથી પેદા થયેલી અસ્થિરતાને દૂર કરવી પડશે. કારણકે જયાં સુધી એ અનાદિની અસ્થિરતા દૂર થતી નથી ત્યાં સુધી શાશ્વતી સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. દેહમાંથી મલ-શુદ્ધિ કર્યા વિના ઉત્તમોત્તમ પ્રકારનાં અનેક રાસાયણિક દ્રવ્યોનું સેવન કરવામાં આવે તો પણ શું એ દ્રવ્યો ગુણકારક બની શકે ? ન જ બની શકે. એ અસ્થિરતાને દૂર કરવાનું સાધન છે ભક્તિ અને વૈરાગ્ય. ભક્તિ અને વૈરાગ્ય જીવનમાં જેમ જેમ વધતાં જાય તેમ તેમ અસ્થિરતા ઓછી થાય. જેમ જેમ અસ્થિરતા ઓછી થાય તેમ તેમ સ્થિરતા દ્વારા આનંદની અભિલાષા પૂર્ણ થતી રહે. આ પુસ્તકમાં જે સ્તોત્ર અને શતકાદિને સંગ્રહ છે તે ભક્તિ અને વૈરાગ્ય રસે પૂર્ણ છે. જેટલી આવાં પુસ્તકોના વાંચનમાં ચિત્તની એકાગ્રતા વધે તેટલી ભક્તિ અને શૈરાગ્યમાં લીનતા વધે જ. ભક્તિ અને વૈરાગ્યમાં લીન બનેલે આત્મા સંસારના સઘળાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 390