Book Title: Updeshprasad Part 2
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 161
________________ ૧૫૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૮ કહેલી છે.) તે પિપ્પલાદ ઋષિ નરકમાંથી નીકળી પાંચ ભવ સુથી બકરા થયા. તે પાંચે ભવમાં તેઓ યજ્ઞમાં જ હોમાયા. છઠ્ઠું ભવે પણ બકરો થયા પરંતુ તે ભવમાં મરતી વખતે આ ચારુદત્તે અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા. તે દેવ હું છું. અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકાર મંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વાંદવા હું અહીં આવ્યો છું. પૂર્વના મારા પરના મહાન ઉપકારથી મેં પ્રથમ તેને વિંદન કરીને પછી સાઘુને વંદના કરી છે. આ પ્રમાણેની હકીક્ત સાંભળી ચાદરે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વર્ગે ગયો. “જેમ ચારુદત્ત દિગ્વિરતિ વ્રત લીઘેલું ન હોવાથી અનેક સ્થાને ભમી ભમીને દુઃખી થયો, તેમ જે પ્રાણી તે વ્રત ગ્રહણ નહીં કરે તે દુઃખી થશે; તેથી ભવ્ય પ્રાણીઓએ છઠું દિગ્વિરતિ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.” વ્યાખ્યાન ૧૧૩. દિગ્વિરતિ વ્રતનું ફળ કેટલાક જીવો વિકટ સંકટ આવે તો પણ આ છઠું વ્રત છોડતા નથી તે ઉપર કહે છે. स्वल्पकार्यकृतेऽप्येके, त्यजति तृणवद् व्रतम् । दृढव्रता नराः केचित्, भवंति संकटेऽप्यहो॥१॥ ભાવાર્થ-“કેટલાક હીનસત્ત્વી જીવો અલ્પ કાર્યને માટે પણ ગ્રહણ કરેલા વ્રતને તૃણની જેમ છોડી દે છે અને કેટલાક પુરુષો સંકટમાં પણ દ્રઢ વ્રતવાળા રહે છે.” તે વિષે મહાનંદકુમારની કથા છે તે નીચે પ્રમાણે મહાનદકુમારની કથા અવંતિ નામની નગરીમાં ઘનદત્ત નામે એક કોટીશ્વર શ્રેષ્ઠી રહેતો હતો. તે જૈનઘર્મ હતો. તેને પદ્મા નામે પ્રિયા હતી. સેંકડો મનોરથ કરતાં તેમને જયકુમાર નામે એક પુત્ર થયો. તે પુત્રના જન્મ વખતે, નામ પાડવાને વખતે અને અન્નપ્રાશન વગેરે સંસ્કારોમાં પિતાએ મોટા મહોત્સવ કર્યા. કહ્યું છે કે-“રાગ, પ્રેમ, લોભ, અહંકાર, પ્રીતિ અને કીર્તિ એટલા સ્થાનોમાં કોણ દ્રવ્યનો વ્યય નથી કરતું?” જ્યારે જયકુમાર યૌવન વયને પ્રાપ્ત થયો ત્યારે તેણે વ્યસનાસક્ત થઈ પિતાના ઐશ્વર્યને ઉડાવી દીધું. કહ્યું છે કે-“વ્યસનરૂપી અગ્નિમાં દ્રવ્યરૂપી ધીની આહુતિ પડવાથી તે વ્યસનાગ્નિ અધિક અધિક વધે છે, અને પછી જ્યારે દારિત્ર્યરૂપી જળનો યોગ થાય છે ત્યારે તે તત્કાળ શમી જાય છે.” એક વખતે જયકુમાર કોઈ ઘનાયના ગૃહમાં ચોરી કરવા ગયો. ત્યાં અકસ્માત્ સર્પ તેને દંશ કર્યો. વિષ ચડવાથી તે તત્કાળ મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે રાજાએ તેના પિતાને પકડીને કેદ કર્યો. મહાજને રાજાની પાસે જઈ તેના પુત્રની હકીકત કહીને તેને છોડાવ્યો. ઘનદત્તને પહેલી સ્ત્રીથી બીજો પુત્ર થયો નહીં, એટલે તે સ્ત્રીએ પોતાના સ્વામીને આગ્રહથી કહ્યું કે, “સ્વામી! બીજી સ્ત્રીનું પાણિગ્રહણ કરો.” પણ વળી રખે બીજો દુષ્ટ પુત્ર થાય એવા ભયથી ઘનદત્તે તે વાત ધ્યાનમાં લીધી નહીં. કહ્યું છે કે, “જેમનું હૃદય દુર્જનના દોષથી દૂષિત થયેલું હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234