Book Title: Updeshprasad Part 2
Author(s): Vijaylakshmisuri,
Publisher: Jain Book Depo Ahmedabad
View full book text
________________
વ્યાખ્યાન ૧૩૦] વિશ્વાસઘાત
૨૦૭ આપની પાસે રાખવાની ઇચ્છા જ હોય તો રાણીનું રૂપ ચીતરાવીને તે ચિત્ર પાસે રાખો.” રાજાએ મંત્રીનાં વચનથી તેમ કર્યું. તે વિષે કિરાતાર્જુનીય કાવ્યમાં કહ્યું છે કે, “જે પોતાના સ્વામીને સારી રીતે સાચી શિખામણ આપે નહીં, તે મિત્ર કે મંત્રી શેનો? અને જે પોતાને અણગમતું સાંભળે પણ નહીં, તે સ્વામી પણ શેનો? તેથી જે રાજા અને મંત્રી સદા પરસ્પર અનુકૂળ હોય, તેમની સાથે જ સર્વ સંપત્તિઓ પ્રીતિ કરે છે.”
એકદા રાજાએ તે ચિત્ર પોતાના શારદાનંદન નામના ગુરુને બતાવ્યું. ગુરુએ પોતાનું પાંડિત્ય દર્શાવવા કહ્યું કે, “રાણીને ડાબા સાથળમાં તિલ છે, તે આ ચિત્રમાં કર્યો નથી.” તે સાંભળી નિંદરાજાને શંકા થઈ કે, “આ મારી રાણીનો જાર હશે.” તે ઉપરથી તેણે મંત્રીને આજ્ઞા કરી કે,
આ ગુરુને મારી નાખો.” પ્રઘાન વિચારીને કામ કરે તેવો હતો, તેથી તેણે શારદાનંદનને પોતાને ઘેર ગુસપણે ભોંયરામાં રાખ્યો.
એક વખત રાજકુમાર શિકાર કરવાને માટે વનમાં જતાં કોઈ ડુક્કરની પછવાડે દોડ્યો. તે ઘણે દૂર ચાલ્યો ગયો અને સાથી પાછળ રહી ગયા. સાયંકાળ થઈ જવાથી રાજકુમાર સરોવરમાંથી જળપાન કરીને વ્યાધ્રાદિકના ભયથી કોઈ વૃક્ષ ઉપર ચડી ગયો. તે વૃક્ષ ઉપર એક વાનર રહેતો હતો, તેના શરીરમાં તે વૃક્ષનો નિવાસી કોઈ વ્યંતર પેઠો. તેથી તે વાનર મનુષ્યવાણીથી બોલ્યો કે, “હે કુમાર! નીચે વ્યાધ્ર આવેલો છે, પણ તું મારા ઉલ્લંગમાં (ખોળામાં) સુખે સૂઈ જા.” કુમાર વિશ્વાસ રાખીને સૂતો. નીચે રહેલા વ્યાઘે તેની ઘણી યાચના કરી તો પણ વાનરે તેને આપ્યો નહીં. થોડી વાર પછી કુમાર જાગ્યો, એટલે વાનર તે કુમારના ઉસંગમાં સૂઈ ગયો. પેલા વાઘે કુમારને કહ્યું કે, “અરે કુમાર! એ વાનરનો વિશ્વાસ શું રાખે છે? કહ્યું છે કે, નદી, નખવાળાં પ્રાણી ઇત્યાદિનો વિશ્વાસ કરવો નહીં.” વળી એમ પણ કહેવાય છે કે, “ક્ષણમાં રુષ્ટ અને ક્ષણમાં તુષ્ટ એમ ક્ષણે ક્ષણે રુ તુષ્ટ થનારા અને જેમનું ચિત્ત સ્થિર નથી તેવાઓનો પ્રસાદ પણ ભયંકર છે.” માટે તું એને મૂકી દે.”
સુઘાતુર વાઘનાં આવાં વચનથી રાજકુમારે તે કપિને પડતો મૂક્યો. વાનર પડતો પડતો અંતરાળ ભાગે બીજી શાખા સાથે વળગી પડીને બોલ્યો કે-“અરે કુમાર! તું તારા કરેલા વિશ્વાસઘાતરૂપ કર્મને જાણે છે? તને ખબર છે કે વિશ્વાસઘાત એ મોટું પાપ છે? તને આ અપરાઘની શિક્ષા હમણાં જ થવી જોઈએ.” આમ કહીને તે વાનરના શરીરમાં રહેલા વ્યંતરે પ્રાતઃકાળે તેને ગાંડો કરી દીઘો; એટલે તે “વિસેમિરા, વિસેમિરા' એમ બોલતો વનમાં ચોતરફ ભમવા લાગ્યો. તેનો ઘોડો ભયથી ત્રાસ પામી પોતાની મેળે શહેરમાં રાજાની આગળ ગયો. ઘોડાને એકલો આવેલો જોઈ રાજાએ કુમારની શોઘ કરાવી અને તેને વનમાંથી શોધીને ઘરે લાવ્યા. પછી તેનું ઘેલાપણું મટાડવા રાજાએ ઘણા ઉપાય કર્યા પણ તેને કાંઈ ગુણ થયો નહીં. એટલે રાજા પોતાના ગુરુ શારદાનંદનના ગુણ સંભારી તેને મરાવી નાખવા માટે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. પછી રાજાએ કુમારને સાજો કરનારને અર્થે રાજ્ય આપવાનો પડહ વગડાવ્યો. ત્યારે મંત્રીએ કહ્યું કે, “મારી પુત્રી આ વિષે કાંઈક જાણે છે.” રાજા પુત્રને લઈ તત્કાળ મંત્રીને ઘેર ગયો. ત્યાં પડદાની અંદર રહી શારદાનંદન ગુરુ આ પ્રમાણે શ્લોક બોલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234