Book Title: Updeshprasad Part 2
Author(s): Vijaylakshmisuri,
Publisher: Jain Book Depo Ahmedabad
View full book text
________________
વ્યાખ્યાન ૧૩૪] પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન
૨૧૭ આવ્યું અને વિકથાની પ્રશંસા કરવા લાગ્યું. પછી તો રોહિણી વિકથા કરવામાં એટલી બધી મશગૂલ થઈ ગઈ કે તેણે સર્વ પઠન પાઠનાદિ પણ છોડી દીધું.
એક વખત રાજમાર્ગે જતાં રોહિણી રાજાની રાણીના દોષ કહેતી હતી. તે રાણીની દાસીએ સાંભળ્યા, એટલે તેણે રાજાને તે વાત કહી. રાજાએ રોહિણીના પિતાને બોલાવીને પૂછ્યું કે, “હે શ્રેષ્ઠી! તારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું અને શી રીતે જાણ્યું?” શ્રેષ્ઠી બોલ્યો- હે સ્વામિ! એ પુત્રીનો સ્વભાવ દુર છે.” પછી કોપ પામેલા રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. અરણ્યમાં દુઃખનો અનુભવ કરીને તે મૃત્યુ પામી અને અપરિગ્રહિતા (ઘણી વિનાની) વ્યંતરદેવી થઈ. ત્યાં બીજા દેવતાઓએ આપેલું દુઃખ અનુભવી ત્યાંથી એવીને એકેંદ્રિયાદિકમાં અનંતકાળ ભમી. છેવટે તેનો જીવ ભુવનભાનુ કેવળી થઈ મુક્તિને પ્રાપ્ત થયો.
આ પ્રમાણે વિકથા કરનારા પ્રાણીઓને ઘણું દુસ્તર દુઃખ થાય છે, તેને જાણીને ભવ્યપ્રાણીઓએ વૈરાગ્યાદિ વડે બંઘમુક્ત કરનારી સત્કથા હંમેશા કરવી, અને વિકથાને છોડી દેવી.”
વ્યાખ્યાન ૧૩૪
પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન વળી સામાન્યથી અનર્થદંડનો પ્રમાદાચરણ નામનો ચોથો ભેદ વિશેષે કહે છે
जीवाकुलेषु स्थानेषु, मजनादि विधापनम् । रसदीपादिपात्राणि, आलस्यात् स्थग्यते न हि ॥१॥ उल्लोचं नैव बध्नाति, स्थाने महानसादिके ।
सर्वमेतत् प्रमादस्या-चरणमभिधीयते ॥२॥ ભાવાર્થ-“જીવથી ભરપૂર એવા સ્થાનમાં સ્નાન વગેરે કરે, રસ (પ્રવાહી) પદાર્થોના તથા દીપક વગેરેના પાત્રોને આળસથી ઢાંકે નહીં, અને રસોડા વગેરે સ્થાનોમાં ચંદરવા બાંઘે નહીં—એ સર્વ પ્રમાદનાં આચરણ કહેવાય છે.”
વિશેષાર્થ-જીવથી ભરપૂર એવા સ્થાન એટલે જેમાં લીલ, ફગ, કીડીઓ, મંકોડા તથા કુંથવા આદિ છકાય જીવોની હિંસા થાય તેમ હોય તેવી ભૂમિ વગેરેમાં સ્નાન કરવું યોગ્ય નથી. એકાદશી પુરાણમાં કહ્યું છે કે,
गृहे चैवोत्तमं स्नानं, जलं चैव सुशोधनात् । ततो त्वं पांडवश्रेष्ठ! गृहे स्नानं समाचरेत् ॥४॥ कूपे हृदेऽधमं स्नानं, नद्यामेव च मध्यमं । વાવ્યાં ૨ વર્નસ્નાન, તદા નૈવ વાર ારા पीड्यंते जंतवो यत्र, जलमध्ये व्यवस्थिताः ।
स्नाने कृते ततः पार्थ! पुण्यं पापं समं भवेत् ॥३॥ ભાવાર્થ-“જળ ગાળીને ઘરે સ્નાન કરવું તે ઉત્તમ સ્નાન છે; તેથી હે પાંડવશ્રેષ્ઠ! તમારે ઘરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234