Book Title: Updeshprasad Part 2
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ વ્યાખ્યાન ૧૨૩] કર્માદાનના પંદર અતિચાર ૧૮૫ તમે કઈ કઈ વસ્તુનો વ્યાપાર કરો છો?' તેઓએ કહ્યું કે, “માતા! અમારામાં એક ઘીનો વ્યાપારી છે અને બીજો ચામડાનો વ્યાપારી છે. તેની ખરીદી કરવા જઈએ છીએ.” તે સાંભળી શ્રાવિકાએ વિચાર્યું કે, “જે ઘીનો વ્યાપારી છે તેના પરિણામ અત્યારે સારા વર્તતા હશે. જેમ કે, “જો મેઘ સારા વરસે તો ગાયો અને ભેંસો દૂઘ ઘણું આપે, એટલે ઘી સોંઘું થાય.” આવા શુભ પરિણામનું ચિંતવન તેને થયા કરે; અને જે ચર્મનો વ્યાપારી છે તેના મનમાં અત્યારે પાપી વિચાર વર્તતા હશે. જેમકે “જો મેઘ સારા વરસે નહીં તો પશુઓ ઘણા મરી જાય એટલે ચામડાં સોંઘાં થાય.” આવા પરિણામ સારા નથી.” આવું વિચારી તે શ્રાવિકાએ ઘીના વ્યાપારીને ઘરમાં જ્યાં ચંદરવો બાંધ્યો હતો, તેની નીચે બેસાડી જમાડ્યો અને ચર્મના વ્યાપારીને ઘરની બહાર ઉઘાડા ભાગમાં બેસાડીને જમાડ્યો. તેઓ જમી રહ્યા પછી પોતપોતાના કામમાં પ્રવર્યા. તેઓ પોતપોતાનું કાર્ય કરીને પાછા ફરતાં ફરીથી તે જ શ્રાવિકાને ઘેર જમવા આવ્યા; જમવાને અવસરે શ્રાવિકાએ તેમને પ્રથમ કરતાં ઊલટી રીતે બેસાડ્યા. એટલે ઘીના વ્યાપારીને બહાર અને ચર્મના વ્યાપારીને ઘરની અંદર બેસાડ્યો. ઘીના વ્યાપારીથી આ સહન ન થયું. તેણે તરત પૂછ્યું કે, “હે માતા! પ્રથમ તમે જે અમારી બેઠક કરી હતી તે યોગ્ય હતી, કારણ કે મને ઘીના વ્યાપારીને ઘરમાં બેસાડ્યો હતો તે ઉત્તમ વ્યાપારને લીઘે યોગ્ય હતું. તો આ વખતે આમ ઊલટાપણું કેમ કર્યું?” ચામડાના વ્યાપારીએ પણ કહ્યું કે, “માતા! હું ચામડાંનો અઘમ વ્યાપારી છતાં આ વખતે મને ઘરમાં બેસાડ્યો અને ઘીના ઉત્તમ વ્યાપારીને બહાર બેસાડ્યો–એમ વિપરીતપણું કરવાનો શો હેતુ છે?” શ્રાવિકા બોલી-“હે પુત્રો! સાંભળો. જે ઘીનો વ્યાપારી છે તેની મનોવૃત્તિ હમણાં અશુભ થઈ છે, તે ઘી મોંઘું થાય એમ ઇચ્છે છે. ઘીનું મોંઘાપણું પશુઓને ઉપદ્રવ થવાથી જ થાય છે; અને તે ઉપદ્રવ મેધ અને ઘાસ પ્રમુખના અભાવે થાય છે. અને ચર્મના વ્યાપારીની મનોવૃત્તિ હાલ સારી છે. તે હાલ ચર્મને મોંઘા થવાને ઇચ્છે છે; અને ચર્મનું મોંઘાપણું પશુઓના આરોગ્યથી થાય છે. હે ભદ્ર! આવો વિચાર કરીને મેં તમારા બન્નેના આસનનું વિપરીતપણું કરેલું છે; કારણ કે હું શ્રાવિકા છું. ગુણી વિના બીજાને માન આપતી નથી. એથી જ મેં એ પ્રમાણે કર્યું છે.” આ વૃત્તાંત સાંભળી તેઓ પ્રતિબોઘ પામ્યા અને પાપવ્યાપાર છોડીને શુભ વ્યાપારમાં પ્રવર્યા. આ કથા સાંભળી ગૃહસ્થોએ રસવાણિજ્યનો ત્યાગ કરવો. આ આઠમો કર્માદાન સંબંધી અતિચાર છે. ૪ ચોથું કેશવાણિજ્ય-પશુ-પક્ષીના રોમ, પીંછા, વાળ, ઊન અને ઉપલક્ષણથી દાસી દાસ વગેરે “માણસોનો, અને ગાય પ્રમુખ પશુઓ તથા પક્ષીઓનો વિક્રય કરવો તે. આ નવમો કર્માદાન સંબંધી અતિચાર છે. ૫ પાંચમું વિષવાણિજ્ય-એટલે કોશ, કોદાળી અને લોઢાના હળ વગેરેનો તથા અનેક પ્રકારના શસ્ત્રોનો વ્યાપાર. આદિશબ્દથી વચ્છનાગ, અફીણ તથા સોમલ વગેરે વિષોનું પણ ગ્રહણ કરવું. શસ્ત્ર અને વિષ પ્રત્યક્ષપણે જીવિતને હણનારા જોવામાં આવે છે, તેથી તેનો વ્યાપાર પાપરૂપ છે. અન્યમતિ પણ વિષાદિ વાણિજ્યનો નિષેઘ કરે છે– x ગુલામોનો ઘંઘો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234