Book Title: Updeshmala Ppart 01 Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 3
________________ શાશ્વત સુખના પુષ્પોની માળા ઉપદેશમાલા' અનાદિકાળથી અધ્યાત્મની ઈમારતને ધરાશાયી કરવામાં સફળતા મેળવતા િરાગ-દ્વેષ-મોહરૂપી આતંકવાદીઓનો નિગ્રહ કરવા માટે નથી તો કોઈ વિશ્વયુદ્ધની ભેરી વગાડવાની જરૂર કે નથી તો કોઈને યમસદને પહોંચાડવાની જરૂર... સંસાર રંગમંચ ઉપર આવું તો અનંતીવાર જીવે કર્યું છે... હવે તો ખરેખરી જરૂર છે..... અધ્યાત્મની ઈમારતના પાયાને મજબૂત કરવા મોક્ષમાર્ગની સાધનાના પ્રચંડ બળની.... શું મેળવાય એ પ્રચંડ બળ ? | વિશ્વવંદ્યવિભૂતિ શાસનશિરોમણિ મલધારી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ભવ્યજીવોના ઉપકાર માટે રચેલી “ઉપદેશમાલા'ના નિદિધ્યાસન (=સતત ચિંતન)થી મોક્ષમાર્ગની સાધનાનું પ્રચંડ બળ સંપ્રાપ્ત થશે. મુખ્યપણે પ્રાકૃત ગિરામાં ગ્રથિત આ ગ્રંથરત્નનું અવગાહન કરવા જ્ઞાનસાધનામાં પ્રમાદી બનેલા આપણા જેવા સંસારી જીવો જ્યારે સમર્થ બનતા નથી ત્યારે ચતુર્વિધ શ્રી સંઘ ઉપર અનહદ ઉપકાર કરી ખૂબ સરળ શૈલીમાં ભાવાનુવાદ કરનારા સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજાનું ઉપરકારભીનું સ્મરણ થયા વિના રહેતું નથી. ગ્રંથકાર પરમર્ષિના પરમાર્થના પેટાળમાં પ્રવેશી ચિંતન-મનન-નિદિધ્યાસનના સથવારે સર્જાયેલા આ પ્રસ્તુત “ઉપદેશમાલા (પુષ્પમાલા)' ગ્રંથના ભાવાનુવાદને ભવ્યજીવોના કરકમલોમાં મૂકવા નિમિત્ત બનેલા..... શ્રી શ્રીપાળનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર ટ્રસ્ટ-મુંબઈના જે. જ્ઞાનનિધિના સધ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ ગૌરવ અનુભવે છે. લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ તેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 394