Book Title: Updeshmala Balavbodha Purvardha Author(s): Kantilal B Shah Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 8
________________ સંપાદકીય નિવેદન ૧૯૯૮ના જુલાઈમાં મારા પીએચ.ડી.ના મહાનિબંધ સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદના પ્રકાશનકાર્યમાંથી પરવારીને જરી હળવાશ અનુભવતો હતો ત્યાં જ પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનો પત્ર આવી પડ્યો. તેઓશ્રી લખતા હતા કે હવે તમે તમારા મહાનિબંધના કામમાંથી મુક્ત થયા હો તો ઉપદેશમાલા બાલાવબોધ'ના સંપાદનનું કામ હાથ પર લેવા જેવું છે. પ્રારંભ કરી જ દો.” પત્ર સાથે પ્રસ્તુત ગ્રંથની બે હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પણ એમણે મોકલી આપી હતી. એક લા.દ.ભા. વિદ્યામંદિર, અમદાવાદની અને બીજી કોડાય ભંડારની. બંનેનાં લેખનવર્ષ અનુક્રમે સં૧૪૯૯ અને સં.૧૫ર૭ હતાં. આ ઉપદેશમાલા બાલાવબોધ એટલે આજથી પોણા છસો વર્ષ પહેલાં સં.૧૪૮૫માં તપાગચ્છના શ્રી સોમસુંદરસૂરિએ રચેલી જૂની ગુજરાતીની નોંધપાત્ર ગદ્યકૃતિ. શ્રી ધર્મદાસગણિએ પ્રાકૃતમાં રચેલા ઉપદેશમાલા' ગ્રંથ પરનો ગુજરાતી ભાષાનો આ સૌથી જૂનામાં જૂનો બાલાવબોધ. આ બાલાવબોધ રચાયાના ૧૪ વર્ષ પછીની જ સં.૧૪૯૯ની હસ્તપ્રત સામેથી મારા ખોળામાં આવીને પડી હતી. મારે માટે તો જાણે ઘરઆંગણે ગંગા, ભૂલ્યો, સરસ્વતી વહી આવ્યાં હતાં. મન ઉલ્લસિત બની ગયું. અને ન કેમ બને? પ્રાચીન ગુજરાતીનો અદ્યાપિપર્યત અપ્રગટ રહેલો અતિ મહત્ત્વનો બાલાવબોધ’ સંશોધિત-સંપાદિત થઈને પ્રકાશિત થવામાં નિમિત્ત બનવાનું થતું હોય તો ? પૂ. આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજીની પ્રેરણા અને મારા વડીલ મિત્ર શ્રી જયંત કોઠારીનું માર્ગદર્શન એ બેના સુમેળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 238