Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 7
________________ બાલકક્ષાના છે તેઓને, જ્ઞાનની સમજણ આપવા માટે જૈનાચાર્યોએ કરેલી રચના. ઉપદેશમાલા બાલાવબોધ'માં સંક્ષેપમાં સાધુજીવનની સમાચારી અને શ્રાવકાચા૨ અભિપ્રેત છે. પ્રસ્તુત ગ્રંથમાં સાધુઓના પ્રકારો, સાચા સાધુ અને શિથિલાચારી સાધુઓનો તફાવત, ગુરુશિષ્યના સંબંધો, સંવેગી સાધુનાં લક્ષણો, સાધુઓના આહાર-વિહાર અને જ્વણાપાલન એમ સાધુજીવનનાં અનેક પાસાંઓ બતાવવા માટે સર્જકે અનેક મહાત્માઓની દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ કર્યું છે. હળુકર્મી અને ભારેકર્મી જીવ, રાગ, દ્વેષ, પશ્ચાત્તાપ, મનુષ્યભવની દુર્લભતા, શ્રાવકે ત્યજ્ઞાના અભક્ષ્યો, પરિગ્રહ ત્યાગ, શ્રાવકજીવનના આદર્શો, વ્રતો, ન્યાયસંપન્ન વૈભવ, ગુરુભક્તિ અને જિનશાસનના હિતચિંતનની વાર્તા સમજાવવા આદર્શ શ્રાવકોના દૃષ્ટાંતોનું નિરૂપણ કર્યું છે. અહીં, વાચકના કથા૨સને પોષે તેવી સરળ ગુજરાતીમાં ૬૮ દૃષ્ટાંતકથાઓ ગાથાના વિવરણને છેડે અલગ કથારૂપે રજૂ થઈ છે. અને વિવરણ અંતર્ગત ૫૭ સુભાષિતો પણ અહીં રચિયતા દ્વારા મુકાયાં છે, આ બન્નેની યાદી સંપાદકશ્રીએ પરિશિષ્ટોમાં રજૂ કરી છે. ધર્મ, નીતિ અને સદાચારમય જીવનની પ્રેરણા માટે, મધ્યકાલીન ગદ્યના અભ્યાસ માટે, જૈનદર્શનના વિવિધ પાસાને ઊંડાણથી સમજવા માટે જનસાધારણ, વિદ્વાન અને જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી થશે. આમાંની પ્રત્યેક ગાથા અને કથા પર ચિંતન કરવામાં આવે તો પ્રસ્તુત ગ્રંથ સુસાધુમહાત્મા અને વૈરાગ્યવંત સુશ્રાવક માટે ગ્રંથરત્ન બની રહેશે. આ સેંટરને પૂજ્ય આચાર્યશ્રી વિજ્યપ્રદ્યુમ્નસૂરિજી તથા પૂજ્ય બાપજીનાં શિષ્યા પૂ. ડૉ. તરુલતાજી સ્વામીના આશીર્વાદ મળ્યા છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. પ્રકાશનકાર્યમાં સહયોગ આપવા બદલ સ્વ. વંતભાઈ કોઠારી, કાંતિભાઈ બી. શાહ, રોહિતભાઈ કોઠારી, પન્નાલાલ શાહ તથા શારદા મુદ્રણાલયના સંચાલકોનો આભાર. પ્રકાશનના આર્થિક સહયોગી શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ઍન્ડ ચેરિટીઝ મુંબઈ-૧૯, શ્રી સંઘ, તેમના કાર્યવાહકો તથા ટ્રસ્ટીમંડળનો આભાર માનીએ છીએ. મુંબઈ ડિસેમ્બર-૨૦૦૧ Jain Education International ६ ગુણવંત બરવાળિયા માનદ્ સંયોજક સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરી રીસર્ચ સેંટર – મુંબઈ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 238