Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ઉત્તરો શોધતો જાઉં. પાઠો ભેગા કરી ગુરુદેવ પાસે જાઉં. ફાઈનલ થતું જાય. ગુરુદેવ આદેશ કરે, તો એ પ્રશ્નો પૂજય ગીતાર્થમૂર્ધન્ય ગચ્છાધિપતિશ્રી આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાને મોકલું. ત્યાં વિહાર ચાલુ હોય છતાં તરત જ જવાબ મળે કે – “આ આ ગ્રંથના આ આ અધિકારમાં તમને સમાધાન મળી જશે.' કમાલ ! કમાલ ! કેટલું ઉપસ્થિત કહેવાય ? આ ઉદયસ્વામિત્વનું કાર્ય લંબાવવાનું કારણ એક જ હતું કે દરેક વિષય પર ઠોસ ચર્ચા કર્યા પછી ગ્રંથ છપાવવો... આ દરમ્યાન આ.ભ.શ્રી વીરશેખરસૂરિજી મ.સા.નો પિંડવાડામાં ભેટો થયો હતો. એમના દ્વારા રચિત ઉદયસ્વામિત્વ ગાથાઓમાં અમુક પદાર્થો ગોમ્મસાર પ્રમાણે છપાઈ જતાં સુધારા પત્રક છાપવાનું નક્કી કરેલ. તેઓશ્રીએ ખૂબ જ સરળતાથી કહેલ કે – “આ વિષયમાં તે મહેનત કરી છે તો મારી આ ગાથાઓમાં જે કોઈ સુધારા જરૂરી જણાય, તે મોકલવા.” મેં મોકલ્યા હતા નાકોડા મુકામે... મારી વિનંતી હતી કે સુધારા કરીને જ છપાવશો, જેથી ભવિષ્યમાં મત-મતાંતરો ન પડે. મેં લખેલું ઉદયસ્વામિત્વ પરનું વિવેચન,પંડિતશ્રી અમુલખભાઈ તથા પંડિતશ્રી રસીકભાઈ આદિ વિદ્વાનોએ સાંગોપાંગ તપાસ્યું, એ વિવેચનને અનેક શાસ્ત્રપાઠોથી સંલગ્ન બનાવી – યુક્તિ-પ્રયુક્તિઓ ઉમેરીને – સરસ રીતે મઠારી મુનિ યશરત્નવિજયજીએ તૈયાર કર્યું. તેમણે ગુર્વાજ્ઞા તહત્તિ કરી સંસ્કૃતમાં વિવેચન લખવાનો પણ ગજબનાક પુરુષાર્થ કર્યો. તે બદલ તેમને હું ધન્યવાદ ને આશીર્વાદ આપું છું... નિઃસ્વાર્થભાવે સંશોધન કરી આપનાર વિર્ય મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા.ની પણ ખૂબ-ખૂબ અનુમોદના... છેલ્લે, કર્મના ઉદયોને સમજીને કર્મક્ષય નિમિત્તે દર્શન, જ્ઞાન અને ચારિત્રની અણિશુદ્ધ આરાધના કરીને સહુ મોક્ષ પામો એ જ શુભેચ્છા... દ. ગુરુચરણરેણુ આ. રશ્મિરત્નસૂરિ વરમાણતીર્થ - ફા. વ. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 184