Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ (હું વિચાકની કલામે છે મારી દીક્ષા થઈ ૨૦૩૪માં... એ જ વર્ષે વ્યાકરણમાં ઝંપલાવ્યું... બે વર્ષમાં એનો સર્વાંગીણ અભ્યાસ પૂરો થયો એટલે વિદ્યાગુરુ શ્રી મોક્ષરત્નવિજયજી મહારાજાએ ન્યાયમાં પ્રવેશ કરાવ્યો. નવ્યન્યાય-પ્રાચ્ચન્યાયનો અભ્યાસ ચાલતો ગયો... બુદ્ધિને કસનારા આ વિષયમાં મને બહુ જ રસ પડ્યો. પૂજ્ય વિદ્યાગુરુનો સ્વર્ગવાસ થઈ ગયો. આઠ વર્ષ એમણે ન્યાય કરાવ્યો. પછી પણ મેં ચાલુ રાખ્યો. છ દર્શન પછી વિસ્તારથી જૈનદર્શન... મહોપાધ્યાયજીના નવ્યન્યાયના ગ્રંથો - હું ન્યાયમય બની ગયો હતો. નવ્યન્યાયના અઘરા શાબ્દબોધોને કેવી રીતે ખોલવા ? એની માસ્ટર કી સમાન ચિત્રરેખાપદ્ધતિ વિકસાવી... વ્યાવરમાં ચાતુર્માસ વખતની વાત છે. ભવોદધિતારક પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે મને બોલાવીને કહ્યું કે – “કર્મસિદ્ધાંતનો અમારો વારસો ક્યારે લેવો છે ?” કહ્યું – “આપશ્રી જ્યારે આજ્ઞા કરો... ગુરુભગવંતશ્રીએ કહ્યું – ન્યાયમાં બાર વર્ષ થયા. હવે એનું સર્વમંગલ કરી કર્મસાહિત્યમાં પ્રવેશ કરો... ગુર્વાજ્ઞા તહત્તિ કરી મેં અભ્યાસ ચાલુ કર્યો. ન્યાયનો અભ્યાસ થયેલો હતો માટે દરેકના મર્મ સુધી પહોંચવામાં બહુ મજા પડવા લાગી. એક દિવસ પૂજ્યશ્રીએ કહ્યું કે – “વર્ષો પૂર્વે મારા દ્વારા લખાયેલ ઉદયસ્વામિત્વનું અધુરું કામ છપાવવાનું બાકી છે. મુનિશ્રી મોક્ષરત્નવિજયજીએ કામ ચાલુ કરેલું, સંક્ષિપ્ત સંસ્કૃત વિવેચન પણ શરૂ કરેલું... પણ એમની અણધારી વિદાયથી આ કામ ખોરંભે પડ્યું છે, માટે તને સોંપું છું...” મારે તો તહત્તિ જ કરવાનું હતું... સામર્થ્ય તો ગુરુએ જ જોવાનું હતું... વર્ષો પૂર્વે પૂજય ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. લિખિત વિવેચન પણ સહાયક થયું. મને બહુ ફાયદો તો એ થયો કે ડીપસ્ટડીનો એક વિષય મળ્યો. ન્યાયના અભ્યાસે અહીં પણ ખૂબ સહાય કરી. પ્રશ્નો ઉદ્ભવતા ગયા. અનેક ગ્રંથોમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 184