Book Title: Uda Mehta Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ ચરિત્ર ચારિત્રને ઘડે છે.’ પ્રસ્તાવના ગુજરાતના ભુલાયેલા એક વીર નરની આ કથા છે. ટૂંકમાંથી આપબળે રાય થનાર, મા ગુર્જરીને ચરણે લીલુડું માથું ધરનાર એક નરબંકાનું આ આછું જીવનચિત્ર છે. ભારત આપણો દેશ છે, ગુજરાત આપણો પ્રાંત છે. દેશ અને પ્રાંત એક છે, એક શરીર અને અલગ અલગ એનાં અંગોની જેમ. એક સામાન્ય ગણતરી મુજબ—બંગાળને દેશનું મગજ ગણીએ, પંજાબને દેશના બાહુ લેખીએ, ઉત્તર પ્રદેશને એનું ઉદર લેખીએ, મદ્રાસને મગજ લેખીએ એમ દરેક પ્રાંતને ભારત-દેહનો કોઈ ભાગ લેખીએ, તો એ લેખામાં ગુજરાતને દેશનું નાક લેખવું જોઈએ. કારણ કે આ ભૂમિએ ભારત દેશના નાકસમા વિશ્વવંદ્ય મહાત્માજી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ, મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા અનેક વીરોને જન્મ આપ્યો છે. - દિશાઓ તો બધી સમાન છે, પણ સૂરજને જન્મ આપનાર દિશા પૂર્વ જ છે ઃ એમ દેશ તો બધા છે : પણ વિશ્વપુરુષ ગાંધીજીને જન્મ આપનાર તો ગુજરાત છે. જેમ સૂરજને જન્મ આપનાર પૂર્વ દિશા પૂજાને યોગ્ય લેખાય છે, એમ ભાવિમાં ગુજરાત, જગતભરનું તીર્થ બનશે, એમાં શંકા નથી. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ પણ ભવ્ય છે. દુનિયાનું જૂનામાં જૂનું તીર્થ પ્રભાસતીર્થ એને ત્યાં છે. આ વાત તો બહુ જૂની થઈ. મધ્યકાળની વાત લઈએ, તો રાજા મૂળરાજથી લઈ મહારાજા કુમારપાળ સુધીનો સમય અનેરો છે. દેશના આખા ઇતિહાસમાં અપૂર્વ છે. લગભગ સો વર્ષનો સમય છે. એ સમયના રાજા કરણદેવ, રાજમાતા મિનળદેવી, સિદ્ધરાજ જયસિંહ ને મહારાજા કુમારપાળ જગતના ઇતિહાસમાં મુકાય તેવા લોકનૃપતિઓ છે. એ સમયનું ચિત્ર અદ્ભુત છે. એ સમય સોનેરી છે. શ્રી અને સરસ્વતી બંને નદીઓ અહીં બે કાંઠે વહેતી દેખાય છે. સંતો, શૂરાઓ ને સતીઓથી દેશ સોહામણો લાગે છે. ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્ર – બંને ક્ષેત્રમાં ગુજરાતી વીરો આગળ પડતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 138