Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૫૪ જિનતત્ત્વ શ્રી અભયદેવસૂરિ મહારાજે જણાવ્યું છે કે જેઓ સુલક્ષણોથી યુક્ત હોય, સૂત્ર અને અર્થ સહિત જિનપ્રવચનના જાણકાર હોય અને શિષ્યોને તે સમજાવી શખનાર હોય, ગચ્છના આધારસ્તંભ હોય અને ગચ્છની નાની નાની પ્રકીર્ણ જવાબદારીઓ (જે શિષ્યોએ ઉપાડી લેવાની હોય છે)થી મુક્ત હોય તેવા આચાર્ય હોવા જોઈએ. શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘નમસ્કાર નિર્યુક્તિ'માં કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભાવ-આચારથી પણ યુક્ત હોવાથી ભાવાચાર્ય પણ હોય છે. आयारो नाणाई तस्सायरणा पमासणाओ वा । जे ते भावायरिया भावायारोवउत्ता य ।। શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “સંબોધ પ્રકરણમાં આચાર્યના સ્વરૂપનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આચાર્ય ભગવંત આર્ય દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા, જિતેન્દ્રિય, તેજસ્વી અને દૃઢ સંઘયણવાળા, અપ્રમત્ત, વૈર્યવંત, નિર્લોભી, નિ:સ્પૃહી, વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશુદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, શુકલ, નિ:શલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નમતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર, સ્વ-પર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય, ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્યસમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગઉન્માર્ગ-દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઇત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થંકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય' છે. શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનાર આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો ભવ્ય જીવરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20