Page #1
--------------------------------------------------------------------------
________________
તિસ્થરસમો સૂર – આચાર્યપદનો આદર્શ
અનાદિસિદ્ધ, શાશ્વત એવા નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી “નમો આયરિયાણં' બોલી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ પરમાત્મા સર્વને માટે હંમેશાં નજરે પ્રત્યક્ષ ન જોઈ શકાય એવા, પરોક્ષ જ રહેવાના. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આપણે માટે અરિહંત ભગવાન પણ પરોક્ષ જ છે, કારણ કે તીર્થકરોનું વિચરણ સર્વ ક્ષેત્રે, સર્વ કાળે નિરંતર હોતું નથી. એટલે હાલ આપણે માટે તો પંચ પરમેષ્ઠિમાંથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ જ પ્રત્યક્ષ રહેવાના. એ ત્રણમાં સર્વોચ્ચ પદે આચાર્ય ભગવંત છે.
જિનશાસનમાં આચાર્યપદનો મહિમા ઘણો મોટો છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં, એમની અનુપસ્થિતિમાં શાસનની ધુરા વહન કરે છે : આચાર્ય ભગવંતો. આવો વિરહકાળ અવસર્પિણીમાં ઉત્તરોત્તર ઓછો થતો જાય છે, પરંતુ પહેલાં ઋષભદેવ અને બીજા અજિતનાથ વચ્ચેનો કે એ પછીના તીર્થકરો વચ્ચેના આંતરાના કાળનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે અહો, આચાર્ય ભગવંતોએ તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેમની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું હોવાથી તેઓને તીર્થકર સમાન ગણવામાં આવે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહ્યું છે : તિસ્થયરસનો તૂરી, અન્ન નો સિમર્થ પચાસેક્ ! જેઓ જિનમાર્ગને-જિનમતને સમ્યક્ પ્રકારે પ્રકાશિત કરે છે એવા સૂરિ એટલે કે આચાર્ય ભગવંત તીર્થંકર પરમાત્મા સમાન છે. આમ, આચાર્ય ભગવંતને તીર્થકર જેવા ગણવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદનો સર્વોચ્ચ આદર્શ બતાવવામાં આવ્યો છે. શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “સિરિસિરિવાલ
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૫૧
નિત્યયરસો જૂની – આચાર્યપદનો આદર્શ કહા' (શ્રી શ્રીપાલ કથા)માં કહ્યું છે :
अत्यमिए जिणसूरे केवलि चंदे वि जे पईवुन ।
पयडंति इह पयत्थे ते आयरिए नमसामि ।। જિનેશ્વર ભગવાનરૂપી સૂર્ય અને કેવળજ્ઞાનરૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે ત્યારે જે દીપકની જેમ પ્રકાશે છે તે આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. ‘શ્રીપાલરાસ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
અર્થીમિયે જિનસૂરજ કેવળ, ચંદે જે જગદીવો;
ભુવન પદારથ પ્રકટનપટું તે, આચારજી ચિરંજીવો. સૂર્ય આથમી જાય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય એવા અંધકારમાં દીવો પ્રકાશ પાથરે છે એથી આપણે ક્યાંય ભટકાઈ પડતા નથી. તેવી રીતે તીર્થકર ભગવાનરૂપી સૂર્ય નથી અને કેવળજ્ઞાનીઓરૂપી ચંદ્ર નથી ત્યારે મોક્ષમાર્ગમાં દીવો બનીને પ્રકાશ પાથરનાર તે આચાર્ય ભગવંતો છે. તેઓ જ જિનશાસનને અવિચ્છિન્ન ટકાવી રાખે છે. એટલે તેમનો ઉપકાર જેવોતેવો નથી. સૂર્ય અને ચંદ્ર એક એક છે, પરંતુ દીવા અનેક હોઈ શકે છે, વળી એક દીવામાંથી બીજા અનેક દીવા પ્રગટી શકે છે. એટલે આચાર્ય માટે દીવાની ઉપમા યથાયોગ્ય જ છે. કહ્યું છે :
जह दीया दीवसयं पड़प्पई सो अ दिप्पई दीवो ।
दीवसमा आयरिया दिप्पंति परं च दीवंति ।। જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શારાનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે.
જૈન શાસનમાં તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યની પદવી ઊંચામાં ઊંચી છે. એટલે શાસનની ધુરા વહન કરનાર આચાર્યની પસંદગીનું ધોરણ પણ ઊંચામાં ઊંચું હોવું ઘટે. માત્ર ઉંમરમાં મોટા હોય તેથી કે માત્ર દીક્ષાપર્યાયમાં મોટા હોય તેથી આચાર્યપદને પાત્ર નથી બની શકતું. આચાર્યપદ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧પ૨
જિનતત્ત્વ માટેની યોગ્યતાનાં ધોરણો બહુ ઊંચાં અને કડક રાખવામાં આવ્યાં છે. અલબત્ત, દેશકાળ અનુસાર એમાં ન્યૂનાધિકતા જોવા મળે છે, તો પણ આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો ઘટે છે. એટલે જ શ્રી પદ્મવિજય મહારાજે કહ્યું છે કે,
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિણવર સમ ભાખ્યા રે.” આચાર્ય' શબ્દની વ્યાખ્યા વિવિધ રીતે આપવામાં આવી છે અને આચાર્યનાં લક્ષણો પણ જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિએ આચાર્યનાં લક્ષણો માટે પૂર્વાચાર્યનું નીચે પ્રમાણે અવતરણ ટાંક્યું છે :
पंचविहं आचारं आयरमाणा तहा प्रभासंता ।
आयारं दंसंता आयरिया तेण बुच्चंति ।। આચાર્ય પંચવિધ આચારને આચરનારા તથા તેને પ્રકાશનારા તથા તે આચારોને દર્શાવનારા (ઉપદેશ આપનારા) હોવાથી તેઓ આચાર્ય કહેવાય છે.
“આચાર્ય' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે પણ કરવામાં આવે છે : आ मर्यादया चरन्तीति आचार्याः । જેઓ મર્યાદાપૂર્વક વિચારે છે તે આચાર્ય.
आचारेण वा चरन्तीति आचार्या: । જેઓ આચારના નિયમાનુસાર વિચરે છે તે આચાર્ય.
पंचस्वाचारेषु ये वर्तन्ते परांश्च वर्तयन्ति ते आचार्याः ।
પંચાચારનું જેઓ પોતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય.
आचारा: यत्र रूचिरा: आगमा शिवसंगमाः ।
आयोपाया गतापाया आचार्य तं विदुर्बुधाः ।। જ્યાં આચાર સુંદર છે, આગમો શિવ (મોક્ષ)નો સંગ કરાવી આપનાર છે, આય (લાભ)ના ઉપાયો છે અને અપાયો (નુકસાન) ચાલ્યાં ગયાં છે તેમને પંડિતો “આચાર્ય' કહે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિત્યસમો સૂર – આચાર્યપદનો આદર્શ
आचारो ज्ञानाचारादि पंचधा आ-मर्यादया वा चारो विहार आचारस्तत्र स्वयं करणात् प्रभावणात् प्रभाषणात्
प्रदर्शनाच्चेत्याचार्याः । જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારનું તથા ચાર એટલે વિહારરૂપી આચારનું જેઓ સ્વયં પાલન કરે છે અને કરાવે છે તથા તે વિશે ઉપદેશ આપે છે તે આચાર્ય.
आचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्यः । કલ્યાણની કામના કરવાવાળા દ્વારા જેમની સેવા થાય છે તે આચાર્ય.
** ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે :
आ इषद् अपरिपूर्णा: चारा: हेरिका ये ते आचारा: चार कल्पा इत्यर्थः । युक्तायुक्त विभागनिपुणाः विनेया: अतस्तेषु साधवो यथावच्छास्त्रार्थोपदेशकतया ત્યા !
શ્રી અભયદેવસૂરિએ “આચાર' શબ્દમાં રહેલા “ચાર' શબ્દનો અર્થ “ચાર પુરુષ' એટલે કે જાસૂસ એવો અર્થ કરીને કહ્યું છે કે જૈન શાસનની રક્ષા માટે જાસૂસો રૂપી સાધુઓને જે નિયંત્રિત રાખે તે આચાર્ય. જેમ જાસૂસો યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે તેમ સાધુઓરૂપી જાસૂસો પણ સંયમના પાલનાર્થે યોગ્યયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે. આવા શિષ્યોને જે ઉપદેશ આપે, એકત્રિત – નિયંત્રિત રાખે તે આચાર્ય.
આચાર્ય ભગવંતનું સ્વરૂપ આપણા શાસ્ત્રગ્રંથોમાં વિગતે વર્ણવાયું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે અઢાર હજાર શીલાંગના ધારક અને છત્રીસ પ્રકારના આચારોનું અહોરાત્ર પાલન કરવામાં જેઓ અપ્રમત્ત રહે છે તે આચાર્ય છે. સર્વ જીવોનું હિત આચરે તે આચાર્ય. જેઓ જીવોની રક્ષા કરે અને આરંભસમારંભ કરે નહીં, કરાવે નહીં તથા તેની અનુમોદના કરે નહીં તે આચાર્ય. જેઓ પોતાના મનને કલુષિત કરે નહીં તે આચાર્ય.
આવશ્યક સૂત્રમાં, “પંચિદિયસૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનો સ્પષ્ટ નિર્દેશ છે. એને અનુસરીને શ્રી રત્નશેખરસૂરિએ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે દર્શાવ્યું છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જિનતત્ત્વ શ્રી અભયદેવસૂરિ મહારાજે જણાવ્યું છે કે જેઓ સુલક્ષણોથી યુક્ત હોય, સૂત્ર અને અર્થ સહિત જિનપ્રવચનના જાણકાર હોય અને શિષ્યોને તે સમજાવી શખનાર હોય, ગચ્છના આધારસ્તંભ હોય અને ગચ્છની નાની નાની પ્રકીર્ણ જવાબદારીઓ (જે શિષ્યોએ ઉપાડી લેવાની હોય છે)થી મુક્ત હોય તેવા આચાર્ય હોવા જોઈએ.
શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘નમસ્કાર નિર્યુક્તિ'માં કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભાવ-આચારથી પણ યુક્ત હોવાથી ભાવાચાર્ય પણ હોય છે.
आयारो नाणाई तस्सायरणा पमासणाओ वा ।
जे ते भावायरिया भावायारोवउत्ता य ।। શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “સંબોધ પ્રકરણમાં આચાર્યના સ્વરૂપનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આચાર્ય ભગવંત આર્ય દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા, જિતેન્દ્રિય, તેજસ્વી અને દૃઢ સંઘયણવાળા, અપ્રમત્ત, વૈર્યવંત, નિર્લોભી, નિ:સ્પૃહી, વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશુદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, શુકલ, નિ:શલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નમતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર, સ્વ-પર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય, ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્યસમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગઉન્માર્ગ-દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઇત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થંકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય' છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનાર આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો ભવ્ય જીવરૂપી
Page #6
--------------------------------------------------------------------------
________________
તિત્યવરસો સૂરી – આચાર્યપદનો આદર્શ
૧૫૫
કુમુદોને વિકસાવે છે. ચારિત્રરૂપી કિરણો વડે તેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. સૂર્ય જેવા સૂરિદેવ ન હોય તો જગતના જીવો મિથ્યાત્વના અંધકારમાં અટવાતા હોત. આચાર્ય મહારાજ સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર, ચિંતામણિ રત્નની જેમ સુખ આપનાર જંગમ તીર્થરૂપ છે.
‘નિશીયભાષ્ય’માં કહ્યું છે કે રાોવિમુો સીયધરસનો ય આર્યાીયો । રાગદ્વેષથી રહિત આચાર્ય ‘શીતગૃહ’ સમાન છે. શીતગૃહ એટલે બધી ઋતુમાં જ્યાં એકસરખું સુખદ, અનુકૂળ વાતાવરણ હોય. (પ્રાચીન સમયમાં મોટા રાજાઓ, ચક્રવર્તીઓ આવા ભવનની રચના કરાવતા.) એટલે આચાર્ય મહારાજ અનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સમતાના ધા૨ફ હોવાથી સદાસર્વદા પ્રસન્ન હોય છે.
દિગંબર આમ્નાયના ‘ધવલા’ વગેરે ગ્રંથોમાં આરિઓ રિસો હોર્ફ એમ કહીને આચાર્યનાં જે લક્ષણો બતાવ્યાં છે તે પ્રમાણે પ્રવચનરૂપી સમુદ્રના જળની મધ્યમાં સ્નાન કરવાથી અર્થાત્ પરમાત્માના પરિપૂર્ણ અભ્યાસથી અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, જેઓ નિર્દોષ રીતિથી છ આવશ્યકનું પાલન કરે છે, જેઓ મેરુની સમાન નિષ્કુપ છે, જેઓ શૂરવીર છે, જેઓ સિંહની જેમ નિર્ભય છે, જેઓ વર્ષ એટલે કે શ્રેષ્ઠ છે, જેઓ દેશ, કુળ, જાતિથી શુદ્ધ છે, જેઓ સૌમ્યમૂર્તિ છે તથા અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત છે, જેઓ આકાશની જેમ નિર્લેપ છે, એવા આચાર્યને પંચ પરમેષ્ઠિમાં સ્થાન છે. જેઓ સંઘને સંગ્રહ (અર્થાત્ દીક્ષા) અને નિગ્રહ (અર્થાત્ શિક્ષા એટલે પ્રાયશ્ચિતાદિ) દેવામાં કુશળ છે, જેઓ સૂત્ર અને એના અર્થમાં વિશારદ છે, જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ રહી છે, જેઓ સારણ અર્થાત્ આચરણ અને વારણ્ય અર્થાત્ નિષેધ તથા સાધન અર્થાત્ વ્રતોની રક્ષા કરવાવાળી ક્રિયાઓમાં નિરંતર ઉદ્યમશીલ છે એમને પરમેષ્ઠિ તરીકે ઓળખવા જોઈએ. જેઓ ચૌદ વિદ્યાસ્થાનોમાં પ્રવીણ હોય, અગિયાર અંગ (વિશેષત: આચારાંગ)ને ધારણ કરનાર હોય, સ્વસમય અને પરસમયમાં પારંગત હોય, મેરુની જેમ નિશ્વલ હોય, પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય, સમુદ્રની જેમ દોષોને બહાર ફેંકી દેનાર હોય, સપ્ત પ્રકારના ભયથી રહિત હોય, જેઓ પંચાચારના પાલનમાં અને પળાવવામાં સમર્થ હોય તેઓ આચાર્ય કહેવાય.
‘પ્રવચનસાર'માં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે :
Page #7
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ दसणणाणप्पहाणे वीरियचारित्तवरतवायारे ।
अप्पं परं च जुंजई सो आयरिओ मुणीएओ ।। [જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન એટલે કે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ વીર્ય, ચારિત્ર અને તપથી યુક્ત છે તથા જે સ્વ અને પારને સન્માર્ગમાં જોડે છે તે આચાર્ય મુનિઓ દ્વારા આરાધના કરવાને યોગ્ય છે.
જેઓ આચાર્ય હોય તેઓ ઉપાધ્યાય અને સાધુ તો હોય જ કારણ કે સાધુપણામાં જેઓ ઉપાધ્યાય પદને યોગ્ય હોય તેને જ ઉપાધ્યાય બનાવવામાં આવે છે. અને ઉપાધ્યાયના પદ પછી જેમનામાં આચાર્યના પદની યોગ્યતા હોય તેઓને જ આચાર્યની પદવી આપવામાં આવે છે. જેઓ યોગોહન કરવાપૂર્વક નિશ્ચિત આગમગ્રંથોનું સૂત્રથી અને અર્થથી વિધિપૂર્વક અધ્યયન કરે છે તેઓને જ આચાર્યનું પદ આપવામાં આવે છે. આ ઉપરાંત એ પદ માટે બીજી ઘણી યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે.
“આચાર્ય' શબ્દ આચાર' શબ્દ પરથી આવ્યો છે. પરંતુ આચાર્યનું કર્તવ્ય બેવડું છે. જેઓ આચારનું સ્વયં પાલન કરે છે અને શિષ્યાદિ પાસે આચારનું પાલન કરાવે તે આચાર્ય. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે પોતાના શિષ્યોને ચારિત્રપાલનમાં, મોક્ષમાર્ગમાં દઢ રાખે છે. શ્રી રત્નશેખરસૂરિએ સિરિસિરિવાલકહા'માં કહ્યું છે :
जे सारण वारण चोयणाहिं पडिचोयणाहिं निच्चपि । सारंति नियंगच्छं ते आयरिये नमसामि ।। ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
જે દિયે સારણ, વારણ, ચોયણ, પડિયોચણ વળી જનને; પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને. સારણા એટલે સ્મારણા. સ્મરણ શબ્દ પરથી સ્મારણા થાય છે. એનો અર્થ થાય છે યાદ કરાવવું. આચાર્ય ભગવંત પોતાના શિષ્યોના આચારપાલન ઉપર એવી બારીકાઈથી ધ્યાન રાખે છે કે પંચ મહાવ્રતના પાલનમાં, સમિતિગુપ્તિના પાલનમાં, આવશ્યક ક્રિયાઓમાં, દિવસરાતની સામાચારીમાં ક્યાંક વિસ્મરણ થઈ જતું હોય તો યાદ કરાવે. આ યાદ કરાવવાની ક્રિયા તે સારણા. આચાર્ય મહારાજનું એ કર્તવ્ય છે. “હશે', “ચાલશે', “કંઈ વાંધો નહીં' – એવું વલણ આચાર્ય મહારાજનું ન હોય.
Page #8
--------------------------------------------------------------------------
________________
તિત્યારસમો પૂરી – આચાર્યપદનો આદર્શ
૧પ૭ વારણા એટલે વારવું અથવા અટકાવવું. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોથી કંઈ દોષ થવાનો હોય તો તે અટકાવે. શિષ્યો આચારપાલનમાં ઉતાવળ કરતા હોય, તે અવિધિએ કરતા હોય, અકલ્પનીય કરણી કરતા હોય, સાવધયોગમાં પ્રવર્તતા હોય, ઉસૂત્ર પ્રરૂપણા કરતા હોય, પ્રમાદ સેવતા હોય, ઉન્માર્ગે જતા હોય, મન, વચન કે કાયાથી અનુચિત, અતિચારયુક્ત આચરણ કરતા હોય તો તેને અટકાવે. પોતાના આશ્રિત શિષ્યો ઉપર બરાબર દેખરેખ રાખી તેમને પડતા બચાવવા તે આચાર્ય મહારાજનું કર્તવ્ય છે.
ચોયણા એટલે પ્રેરણા. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોને અતિચારયુક્ત આચરણ કરતાં અટકાવે એટલું જ નહીં, સાધુતાના આદર્શ તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. જરૂર પડે પોતાના આચરણથી બોધ આપે. કોઈથી તપશ્ચર્યા ન થતી હોય, કોઈથી પરીષહ સહન ન થતા હોય, કોઈને પ્રભુભક્તિમાં રસ ન પડતો હોય, કોઈને બીજાની વૈયાવચ્ચ ન ગમતી હોય તો તેને મધુર વાણીથી, મહાન પૂર્વાચાર્યોનાં અને અન્યનાં એવાં પ્રેરક દૃષ્ટાન્તો આપીને પ્રેરણા કરે તથા પ્રોત્સાહિત કરે.
પડિચોયણા એટલે પ્રતિચોરણા અર્થાતુ વારંવાર પ્રેરણા કરવી. કેટલીક વાર એક વખત કહેવાથી કાર્ય ન થાય તો ફરીથી કહેવાની જરૂર પડે. ક્યારેક એક કરતાં વધુ વખત શિષ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર પડે. કેટલાક શિષ્યોમાં ગૃહસ્થ જીવનના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે વ્રતપાલનમાં મંદતા આવી જાય છે. આચાર્ય મહારાજ આ જે કંઈ કરે તે કઠોરતાથી કે કટુતાથી નહીં, પણ મધુરતાથી અને વાત્સલ્યભાવથી કરે છે. એથી શિષ્યને પોતાના આત્મકલ્યાણના માર્ગ પર સ્થિર રહેવાનું ગમે છે.
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ઈત્યાદિ માટે વિવિધ પ્રકારનાં રૂપક શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયાં છે. ધર્મશાસનરૂપી સામ્રાજ્યમાં આચાર્ય ભગવંતોને રાજા અથવા સમ્રાટ, ઉપાધ્યાયને દીવાન, સાધુને સુભટ તરીકે અને શ્રાવક શ્રાવિકાને પ્રજાજન તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ શાસનમાં શ્રતરૂપી ધનભંડાર દ્વારા રાજાનો કારભાર ચાલે છે. આ રીતે સૂરિરૂપી રાજા જિનશાસનનરૂપી સામ્રાજ્ય ચલાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘નવપદા પૂજા'ની ઢાળમાં લખ્યું છે :
નમું સૂરિ રાજા, સદા તત્ત્વ તાજા; જિનેન્દ્રાગમે પ્રોઢ સામ્રાજ્ય ભાજા.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જિનતત્વ આચાર્ય મહારાજ માટે “ભાવવૈદ્ય'નું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે. કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊતરવાનો ઉપાય બતાવે છે.
નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપે છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપે છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં “પંચિદિય' સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે :
પચિદિય સંવરણો, તહ નવવિહ બંભચેરગુત્તિધરો, ચઉવિહ કસાયમુક્કો, ઈહ અઢારસગુણહિં સંજુરો; પંચ મહાવ્રયજુરો, પંચ વિહાયારપાલણ સમત્યો,
પંચ સમિઈતિગુત્તો, છત્તીસગુણો ગુરુ મઝ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છે : પાંચ ઈન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવવિધ એટલે નવ વાડસહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર (૯ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (પ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન કરનાર (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ) -- એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે છે. આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે :
पडिरूवाइ चउदस खंतीमाई य दसविहो धम्मो ।
बारस य भावणाओ सूरिगुण हुँति छत्तीसं ।। ચૌદ પ્રકારના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચ પરમેષ્ઠિ ગીતા'માં લખ્યું છે :
ચઉદ પડિરૂવ પમુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દસ પ્રકાર;
બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્તીસ ગુણ સૂરિ કેરા. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છે :
Page #10
--------------------------------------------------------------------------
________________
૧પ૯
નિત્યસમ પૂરી – આચાર્યપદનો આદર્શ
વર છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે;
જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે. આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છે : (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, () બૈર્યવાન, (૩) ઉપદેશતત્પર, (૮) અપરિશ્રાવી-સાંભળેલું નહીં ભૂલનાર, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાકર, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા.
ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય.
બાર ભાવના આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન-ચણા વગેરેનું આયંબિલ કરે છે.
આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપાદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસમણાં દેવામાં આવે છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. ‘દશાશ્રુતસ્કંધ'માં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩ર ગણ તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. “દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છે :
अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा --
(૨) ચારસંvયા, (૨) સુસંપ, (૩) સરીરસંપા, (૪) વય સંપા, (૫) વાયorશ્ચંપા, (૬) મપયા, (૭) પગાસંવા (૮) સંહિપન્નસંવથી.
ગણિસંપદા અથવા આચાર્યસંપદા આઠ પ્રકારની છે : (૧) આચારસંપદા,
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જિનતત્ત્વ (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા અને (૮) સંગ્રહપરિજ્ઞાસંપદા.
૧. આચારસંપદા – પરમાત્માના શાસનમાં આચારનું મહત્ત્વ ઘણું બધું છે. તપ, ત્યાગ, સંયમ ઇત્યાદિથી જ ધર્મના ક્ષેત્રે વ્યક્તિનો પ્રભાવ પડે છે. જે ગુરુ આચારસંપન્ન હોય તેને જ જો આચાર્યપદ સોંપવામાં આવે તો તે પોતાના આશ્રિત ઉપાધ્યાય, સાધુ વગેરેનો સમુદાય આચારસંપન્ન બનાવે. આચારસંપદાન. ચાર મુખ્ય ભેદ છે : (૧) આચાર્ય પોતે સંયમમાં દૃઢ હોય અને નિત્ય અપ્રમત્ત હોય, (૨) આચાર્ય પોતે ગર્વ કે અહંકારથી રહિત હોય. પોતાના તપસ્વીપણાનો, જ્ઞાનનો, બહુશ્રુતતાનો, ઊંચી જાતિનો, સુંદર મુખમુદ્રાનો, યશકીર્તિનો, વિશાલ શિષ્યસમુદાય કે ભક્તવર્ગનો આચાર્યને મદ ન થવો જોઈએ, (૩) આચાર્ય અપ્રતિબદ્ધવિહારી હોવા જોઈએ. તેમને ક્ષેત્ર, કાળ વગેરેનું કોઈ બંધન ન હોવું જોઈએ. અમુક વ્યક્તિ સાથે ફાવે અને અમુક સાથે નહીં એવું પણ ન હોવું જોઈએ. તેઓ અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પર હોવા જોઈએ. તેઓ પરાધીન ન હોય. તેઓ રાગદ્વેષથી મુક્ત હોય. (૪) આચાર્ય મહારાજ નિભૂત સ્વભાવવાળા એટલે પુખ્ત, ગંભીર, અને પ્રસન્ન સ્વભાવના હોવા જોઈએ. તેઓ ચંચળ નહીં પણ પરિપકવ અને ઉદાસીન એટલે સમતાવાળા હોવા જોઈએ.
૨. શ્રુતસંપદા – આચાર્ય જ્ઞાનવાન જોઈએ. તેઓ સમુદાયના, સંઘના અગ્રેસર છે. તેઓ ગચ્છના નાયક કે ગચ્છાધિપતિના સ્થાને હોય છે. તેઓ જો શાસ્ત્રના જાણકાર ન હોય, બીજાની શંકાઓનું સમાધાન ન કરાવી શકે તો નાયક તરીકે તે તેમની ત્રુટિ ગણાય. આચાર્યમાં શ્રુતસંપદા ચાર પ્રકારની હોવી જોઈએ. (૧) બહુશ્રુતપણું હોવું જોઈએ. તેઓ આગમાદિ લોકોત્તર શાસ્ત્રોમાં જેમ પ્રવીણ હોવા જોઈએ તેમ શિલ્પાદિ લૌકિક શાસ્ત્રોના પણ જાણકાર હોવા જોઈએ. જૂના વખતમાં આચાર્યને બાર વર્ષ જુદા જુદા પ્રદેશમાં વિચરવારૂપ દેશાટન કરાવતા કે જેથી લોકજીવન, રીતરિવાજો ઇત્યાદિના પણ તેઓ જાણકાર બને. (૨) પરિજિતશ્રુતપણું – એટલે શ્રત એમનામાં ઉપસ્થિત હોવું જોઈએ. તેઓ જે શાસ્ત્રો ભણ્યા હોય તે ભૂલવાં ન જોઈએ. ઘણું વાંચ્યું હોય પણ પ્રસંગે જો યાદ ન આવે તો તે શા કામનું ? (૩) વિચિત્રશ્રુતપણું એટલે આગમશાસ્ત્રોના જાણકાર ઉપરાંત બીજા અનેક વિષયોના અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઈએ. (૪) ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઈએ અને એમના ઉચ્ચારો વિશુદ્ધ હોવા જોઈએ.
Page #12
--------------------------------------------------------------------------
________________
તિચચરસમો સૂરી – આચાર્યપદનો આદર્શ
-
૧૬૧
૩. શરીરસંપદા આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઈએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઈએ. તેઓ અતિ સ્થૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઈએ. (અલબત્ત તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે) શરીરની દૃષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ હોવાં જોઈએ – (૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઈએ. તેઓ હાથે ઠૂંઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોવા જોઈએ, તેઓ બહે૨ા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઈએ, (૩) આચાર્યનું શરીર-સંઘયણ મજબૂત હોવું . જોઈએ. વારંવાર ભૂખ્યા થઈ જતાં હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.)
૪. વચનસંપદા-આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઈએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઈએ, એટલું જ નહીં, એની પ્રશંસા થવી જોઈએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું વચન આદેય હોવું જોઈએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઈએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઈએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઈએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડવું જોઈએ, અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહીં. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનાશ્ચિત હોવી જોઈએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઈએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારહિત
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જિનતત્ત્વ
વચનવાળી હોવી જોઈએ. એમની વાણીથી બીજા ભ્રમમાં ન પડવા જોઈએ અથવા બીજાને ભ્રમમાં પાડવાના હેતુથી એવી ગોળ ગોળ વાત ન કરવી જોઈએ.
૫. વાચનાસંપદા – આચાર્ય મહારાજ પોતાના શિષ્યસમુદાયને વાચના આપવામાં કુશળ અને સમર્થ હોવા જોઈએ. આ વાચનાસંપદાનાં ચાર લક્ષણો છે. (૧) વિધિઉદ્દેશ – વિધિપૂર્વક વાચના આપે. વિધિ ભિન્નભિન્ન પ્રકારની છે. શિષ્યોની યોગ્યતા અનુસાર વિધિ અપનાવવી જોઈએ. જે શિષ્યો આગળનું ભણતા જાય અને પાછળનું ભૂલતા જાય તેમને યોગ્ય રીતે ભણાવે. ઉત્સર્ગ અને અપવાદની વાત શિષ્યની યોગ્યતા જોઈને ક૨વી જોઈએ. પાત્રની યોગ્યાયોગ્યતા જોઈને યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઈએ. (૨) સમુદ્દેશ – એટલે જે અધ્યયન કરાવ્યું હોય તેમાં શિષ્યો બરાબર સ્થિર થયા છે કે નહીં તે ચકાસતા રહેવું જોઈએ. (૩) વાચના વારંવાર આપવી આચાર્ય મહારાજે વાચના આપવામાં પ્રમાદ ન કરવો જોઈએ. શિષ્યની યોગ્યતા અનુસાર વાચના વખતોવખત આપતા રહેવું જોઈએ. (૪) ગહન અર્થ સમજાવે - શિષ્યોની યોગ્યતા અનુસાર નય પ્રમાણે, નિક્ષેપથી નિર્યુક્તિ સહિત અર્થના ઊંડાણમાં લઈ જાય. તેઓ સામાન્ય અર્થ સમજવાવાળાને તે પ્રમાણે સમજાવે અને યોગ્ય અધિકારી વર્ગને તલસ્પર્શી અભ્યાસ કરાવે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો ક્રમ જાળવીને શિષ્યોને પદાર્થનું રહસ્ય સમજાવવું જોઈએ. શિષ્યોનું શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામતું રહેવું જોઈએ. વાચના વખતે વંદનવ્યવહાર પણ બરાબર સચવાવો જોઈએ.
૭. કૃતિસંપદા આચાર્ય મહારાજ બુદ્ધિમાન હોવા જોઈએ. સામી વ્યક્તિ અડધું વાક્ય બોલે ત્યાં એનો અર્થ અને કહેવા પાછળનો આશય તરત સમજી જાય. તેઓ આગળ પાછળની ઘણી વાતો જાણતા હોય, તેમને યાદ પણ હોય ને પ્રસંગાનુસાર એનું કથન કરતાં તેમને આવડવું જોઈએ. મતિજ્ઞાનના પ્રકારો અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ગુણ તેમનામાં હોવા જોઈએ. એમની મેધા અત્યંત તેજસ્વી હોવી જોઈએ. એમનું ચિંતન એટલું વ્યાપક અને સૂક્ષ્મ હોવું જોઈએ કે ગમે ત્યારે કોઈપણ વિષયમાં તેઓ તરત યથાર્થ જવાબ આપી શકે એવા હોવા જોઈએ.
—
૭. પ્રયોગસંપદા – પ્રયોગ એટલે પ્રવર્તવું. એના આત્મા, પુરુષ, ક્ષેત્ર અને વસ્તુ એમ ચાર પ્રકાર છે. આચાર્ય મહારાજ અવસરજ્ઞ હોવા જોઈએ. તેઓ
Page #14
--------------------------------------------------------------------------
________________
તિસ્થવરસો સૂરી – આચાર્યપદનો આદર્શ
ચર્ચાવિચારણા કે વાદવિવાદ કરતા હોય ત્યારે પોતાની બુદ્ધિશક્તિ, સભાજનોની કક્ષા, માન્યતા ઇત્યાદિ, તથા વાદ કરનાર વ્યક્તિની યોગ્યતા, ક્ષેત્ર વગેરે વિશે પણ જાણકાર હોવા જોઈએ.
૮. સંગ્રહરિશાસંપદા – આચાર્ય મહારાજ વ્યવહારદક્ષ પણ હોવા જોઈએ. પોતાના શિષ્ય- સમુદાયની વ્યવસ્થા, જરૂરિયાતો ઈત્યાદિની દૃષ્ટિએ ક્યારે ક્યારે કઈ કઈ વસ્તુનો, પોતાનાં વ્રતોની મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક સંગ્રહ કરવો તેના તેઓ જાણકાર હોવા જોઈએ. એમાં ચાર મુખ્ય મુદ્દા છે; (૧) બહુજનયોગ્ય ક્ષેત્રનો વિચાર કરે એટલે કે વિશાળ શિષ્યપરિવાર સાથે તેઓ વિહાર કરતા હોય ત્યારે એ બધાને માટે આવાસ, ગોચરી, અભ્યાસ, ધ્યાન, વ્યાખ્યાન, વંદનાર્થે લોકોની અવરજવર ઈત્યાદિની કેવી અનુકૂળતા છે તે વિચારી લે, નાનાં ક્ષેત્રોને બોજો ન પડે અને મોટાં ક્ષેત્રો વંચિત ન રહી જાય, તથા લાભાલાભ બરાબર છે કે કેમ તે વિશે વિચાર કરી લેવો જોઈએ. (૨) વસ્ત્ર-પાત્ર ઇત્યાદિ આવશ્યકતા અનુસાર ગ્રહણ કરે. (૩) આવશ્યક ઉપકરણોનો પણ અગાઉથી વિચાર કરી લેવો જોઈએ. (૪) યથા ગુરુપૂજા કરે એટલે કે દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, રત્નાધિક વગેરેની યથાવિધિ પૂજા કરે, આદરબહુમાન કરાવે.
૧૬૩
આચાર્ય મહારાજમાં આ આઠ સંપદા ઉપરાંત ચાર પ્રકારનો વિનય હોવો જોઈએ. (૧) આચાર વિનય – એટલે સ્વયં સંયમનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે. જેઓ સંયમ સારી રીતે પાળતા હોય તેમની અનુમોદના કરે. તપવિનય એટલે આચાર્ય મહારાજ પોતે તપ કરે અને શિષ્યો પાસે તપ કરાવે, તપ માટે પ્રોત્સાહિત કરે અને તપની અનુમોદના કરે, ગણવિહરણ એટલે પોતાના ગણમાં, સમુદાયમાં રહેલા બાલ, વૃદ્ધ, રોગી સાધુઓની ચિત વ્યવસ્થા કરાવે; સારણા-વારણાદિ દ્વારા ગણને સુરક્ષિત રાખે. શિષ્યોને સંયમ, તપ, ગોચરી, વિહાર વગેરે વિશે યોગ્ય શિખામણ આપી તૈયાર કરે.
૨. શ્રુતવિનય-આચાર્ય શિષ્યોને સૂત્ર ભણાવે અથવા ભણવાની વ્યવસ્થા કરાવે; સૂત્રોના અર્થ, ઊંડા રહસ્ય નય-નિક્ષેપથી સમજાવે, શિષ્યને માટે જે હિતકર હોય તેવા ગ્રંથો તેને આપે અને ભણાવે, અને નિ:શેષ વાચના આપે એટલે કે ગ્રંથનું અધ્યયન અધવચ્ચેથી ન છોડી દેતાં પૂર્ણ કરાવે.
૩. વિશેષણવિનય – આચાર્ય પોતે મિથ્યાદૃષ્ટિને સમ્યગ્દૃષ્ટિ બનાવે, એ માટે ઉપદેશ અને પ્રેરણા આપે, સમ્યગ્દષ્ટિ જીવને સાધુપણા સુધી પહોંચાડે,
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જિનતત્ત્વ અસ્થિરને સ્થિર કરે, અને જે સ્થિર હોય એમનામાં અતિચારના દોષ ન લાગે તથા તેઓ સંયમમાં વૃદ્ધિ પામે એ માટે પ્રયત્નશીલ રહે
૪. દોષનિર્ધાનતા વિનય – આ વિનય એટલે દોષોને દૂર કરવા અને ગુણોને પ્રગટાવવા. આચાર્ય મહારાજ ક્રોધી સ્વભાવવાળાના ક્રોધને દૂર કરાવે. તેઓ માન-માયા વગેરે કષાયોને પણ દૂર કરાવે; શિષ્યોની શંકા-કુશંકા દૂર કરે અને તેઓને કદાચ બીજાના મતમાં જવા માટે આકાંક્ષા થાય ત્યારે તેવું વાત્સલ્યપૂર્વક સમાધાન કરાવી તેને સ્થિર કરે અને તેની શ્રદ્ધા વધે, વૈરાગ્ય વધે એ માટે ઉપાયો યોજે. વળી આચાર્ય પોતે પોતાની જાતનું અવલોકન કરતા રહે અને પોતાનામાં સ્થૂલ કે સૂક્ષ્મ દોષો રહેલા જણાય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરે.
આમ, આઠ સંપદાના બત્રીસ પ્રકાર તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ આચાર્યના ગણાવવામાં આવે છે.
નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે. એમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બતાવવામાં આવ્યા છે. આ છત્રીસનો આંકડો જ મુખ્ય છે. પરંતુ આ છત્રીસ ગુણ તે કયા કયા એનો જ્યારે વિચાર થાય છે ત્યારે જુદી જુદી રીતે છત્રીસ ગુણ ગણાવવામાં આવે છે. એ રીતે છત્રીસ પ્રકારની છત્રીસી બતાવવામાં આવે છે. એ બધા ગુણોની ગણતરી કરીએ તો ૩૦ x ૩૯ એટલે ૧૨૯૬ ગુણ આચાર્ય મહારાજ ના થાય. શ્રી પદ્મવિજય મહારાજે લખ્યું છે :
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે;
છત્રીશ છત્રીશી ગુણે, શોભિત સમયમાં દાખ્યા રે. શ્રી લક્ષ્મસૂરિ મહારાજે “વસ સ્થાનકની પૂજામાં આચાર્યપદનો મહિમા ગાતાં કહ્યું છે :
બારસે છછું ગુણે ગુણવંતો, સોહમ જેબૂ મહેતા;
આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસંતા. આમ, પૂર્વાચાર્યોએ છત્રીસ છત્રીસી બતાવી છે. “ગુરુગુણષત્રિશિકત્રિશિકા' નામના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે બતાવવામાં આવ્યું છે. શ્રી ભુવનભાનુસૂરિએ “નવપદ વાચના' નામના પોતાના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી નીચે પ્રમાણે આપી છે. (એમાં સંક્ષેપ ખાતર માત્ર નામોલ્લેખ કર્યો છે એટલે જે ગુણ હોય તે ગ્રહણ કરવાના હોય અને દોષથી મુક્ત થવાનું હોય)
Page #16
--------------------------------------------------------------------------
________________
તિયારસનો સૂર – આચાર્યપદનો આદર્શ
૧૬પ (૧) ૪ દેશના, ૪ કથા, ૪ ધર્મ, ૪ ભાવના, ૪ સ્મારણાદિ, ૪ આર્તધ્યાન, ૪ રૌદ્રધ્યાન, ૪ ધર્મધ્યાન, ૪ શુકલધ્યાન.
(૨) પ સમ્યક્ત્વ, ૫ ચરિત્ર, ૫ મહાવ્રત, ૫ વ્યવહાર, ૫ આચાર, પ સમિતિ, ૫ સ્વાધ્યાય, ૨ સંવેગ.
(૩) ૫ પ્રમાદ, ૫ આશ્રવ, ૫ નિદ્રા, ૫ કુભાવના, પ ઇન્દ્રિયો, ૫ વિષયો, ૬ જવનિકાય.
(૪) લેશ્યા, હું આવશ્યક, ક દ્રવ્ય, ક દર્શન, ૬ ભાષા, ૬ વચનદોષ. (૫) ૭ ભય, ૭ પિંડેષણા, ૭ પાનૈષણા, ૭ સુખ, ૮ મદ. (૬) ૮ જ્ઞાનાચાર, ૮ દર્શનાચાર, ૮ ચારિત્રાચાર, ૮ ગુણ, ૪ બુદ્ધિ. (૭) ૮ કર્મ, ૮ અષ્ટાંગયોગ, ૮ યોગદષ્ટિ, ૮ મહાસિદ્ધિ, ૪ અનુયોગ. (૮) ૯ તત્ત્વ, ૯ બ્રહ્મચર્ય, ૯ નિયાણાં, ૯ કલ્પ. (૯) ૧૦ અસંવરત્યાગ, ૧૦ સંકલેશત્યાગ, ૧૦ ઉપઘાત, ૩ હાસ્યાદિ. (૧૦) ૧૦ સમાધિસ્થાન, ૧૦ સામાચારી, ૧૬ કષાયત્યાગ
(૧૧) ૧૦ પ્રતિસેવના, ૧૦ શોધિદોષ, ૪ વિનયસમાધિ, ૪ શ્રુતસમાધિ, ૪ તપસમાધિ, ૪ આચારસમાધિ.
(૧૨) ૧૦ વૈયાવચ્ચ, ૧૦ વિનય, ૧૦ ક્ષમાદિધર્મ, ૬ અકલ્પનીયાદિ પરિહાર.
(૧૩) ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ રુચિ, ૨ શિક્ષા. (૧૪) ૧૧ શ્રાવક પ્રતિમા, ૧૨ વ્રત ઉપદેશક, ૧૩ ક્રિયાસ્થાન ઉપદેશક, (૧૫) ૧૨ ઉપયોગ, ૧૪ ઉપકરણધર, ૧૦ પ્રાયશ્ચિતદાતા. (૧૬) ૧૨ તપ, ૧૨ ભિક્ષુપ્રતિમા, ૧૨ ભાવના.
(૧૭) ૧૪ ગુણસ્થાનકમાં નિપુણ, ૮ સ્મોપદેશ, ૧૪ પ્રતિરૂપાદિ ગુણયુક્તતા.
(૧૮) ૧૫ યોગ ઉપદેશક, ૩ ગૌરવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા. (૧૯) ૧૬ ઉગમ દોષો, ૧૬ ઉપાદાન દોષો, ૪ અભિગ્રહ. (૨૦) ૧૬ વચનવિધિજ્ઞ, ૧૭ સંયમ, ૩ વિરાધના. (૨૧) ૧૮ નરદીક્ષાદોષ પરિહાર, ૧૮ પાપસ્થાનક. (૨૨) ૧૮ શીલાંગસહસ્ત્રધારક, ૧૮ બ્રહ્મભેદ.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જિનતત્ત્વ (૨૩) ૧૯ કાયોત્સર્ગ, ૧૭ મરણપ્રકાર પ્રકટન.
(૨૪) ૨૦ અસમાધિસ્થાનત્યાગ, ૧૦ એષણાદોષ ત્યાગ, ૫ ગ્રાસેષણા દોષ ત્યાગ, ૧ મિથ્યાત્વ.
(૨૫) ૨૧ સબલસ્થાનત્યાગ, ૧૫ શિક્ષાશીલ. (૨૬) ૨૨ પરિષહ, ૧૪ આત્યંતરગ્રંથિ. (૨૭) પ વેદિકાદોષત્યાગ, તુ આરબટાદિદોષ ત્યાગ, ૧૫ પ્રતિલેખના. (૨૮) ૨૭ અણગારગુણ, ૯ કોટિવિશુદ્ધિ (૨૯) ૨૮ લબ્ધિ, ૮ પ્રભાવક (૩૦) ૨૯ પાપડ્યુતવર્જન, ૭ શોધિગુણ. (૩૧) ૩૦ મહામોહ બંધસ્થાન વર્જન, ૬ અંતરંગારિવર્જન. (૩૨) ૩૧ સિદ્ધગુણોનું અનુકીર્તન, ૫ જ્ઞાનનું અનુકીર્તન. (૩૩) ૩૨ જીવરક્ષક, ૪ ઉપસર્ગ વિજેતા. (૩૪) ૩ર દોષરહિત વંદનાના અધિકારી, ૪ વિકથારહિત. (૩૫) ૩૩ અશાતનાવર્જી, ૩ વર્યાચાર. (૩૬) ૩૨ પ્રકારની ગણિસંપદા, ૪ વિનય.
આમ, આચાર્યના છત્રીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. એ આચાર્યના પદનો મહિમા અને ગૌરવ બતાવે છે.
આચાર્યના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉ. ત. આચાર્યના ગૃહસ્થાચાર્ય, પ્રતિષ્ઠાચાર્ય, બાલાચાર્ય, નિર્યાપકાચાર્ય, એલાચાર્ય એવા પાંચ પ્રકારો બતાવવામાં આવે છે. તે દરેકની યોગ્યતા, તેમની જવાબદારી અને તેમનું કાર્ય ઈત્યાદિ શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે.
રાજપ્રશ્રીયસૂત્રમાં આચાર્ય ત્રણ પ્રકારના બતાવ્યા છે. કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્ય,
સાધુઓમાં આચાર્યનું પદ સર્વોચ્ચ હોવા છતાં તે પદ માનકષાયનું મોટું નિમિત્ત બની શકે છે. એમાંથી જ આચારમાં કેટલીક ત્રુટિઓ આવે છે; ક્યારેક ઉત્સુત્ર-પરૂપણા થઈ જાય છે. સ્વયં આચારપાલનમાં અને આચારપાલન કરાવવામાં ન્યૂનાધિકતાનો સંભવ રહે છે. એટલે જ શાસ્ત્રકારોએ આચાર્યના ભિન્નભિન્ન પ્રકારો બતાવ્યા છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
નિત્યારસમો પૂરી -- આચાર્યપદનો આદર્શ
સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના આચાર્યો કહ્યા છે : (૧) આંબાના મધુર ફળ જેવા, (૨) દ્રાક્ષના મધુર ફળ જેવા, (૩) ખીરના મધુર ફળ જેવા અને (૪) શેરડી જેવા.
આચાર્ય મહારાજ અને એમના શિષ્ય પરિવારની પ્રત્યેકની ન્યૂનાધિક ગુણવત્તાને લક્ષમાં રાખી એક બાજુ શોભાયમાન સાલ વૃક્ષ અને બીજી બાજુ તુચ્છ એવું એરંડાનું વૃક્ષ એ બેની ઉપમા સાથે “સ્થાનાંગસૂત્ર'માં નીચે મુજબ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે – (૧) આચાર્ય સાલવૃક્ષ જેવા એટલે કે ઉત્તમ કૃતાદિ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ છે અને એમનો શિષ્ય પરિવાર પણ સાલ વૃક્ષ જેવો જ શ્રેષ્ઠ છે. (૨) આચાર્ય સાલવૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર એરંડાના વૃક્ષ જેવો શ્રુતાદિ ગુણો વિનાનો છે. (૩) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર સાલવૃક્ષ જેવો છે અને (૪) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે અને એમનો શિષ્ય પરિવાર પણ એરંડાના વૃક્ષ જેવો શુષ્ક અને તુચ૭ છે.
બધા આચાર્યો એકસરખા નથી હોતા. કેટલાક તો શાસનનું રક્ષણ કરવાને બદલે શાસનનું અહિત કરે છે. તેઓ તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણમાં અને “સંબોધ પ્રકરણમાં એમને સપુરુષ નહીં પણ કાપુરુષ કહ્યા છે : માળ પ્રકૃમંતો સો પુરસો, જ્યુરિસો !
આચાર્યપદનું આટલું બધું ગૌરવ હોવા છતાં જે જે આચાર્ય ભગવંતો પોતાનો અંતિમ કાળ નજીક જાણીને સંથારો-સંલેખના લે છે તેઓ સંઘ સમક્ષ જાહેરમાં અથવા અંગત રીતે પોતાના આચાર્યપદનો ત્યાગ કરે છે. તેઓ વિશુદ્ધ આત્મભાવમાં હોવાથી જિનશાસનની – લોકવ્યવહારની દૃષ્ટિએ અપાયેલા પદથી પર થઈ ગયા હોય છે. કેટલાક મહાત્માઓ પોતાના ઉત્તરાધિકારીને પોતાના સમુદાયની ધુરા વેળાસર સોંપવા માટે પોતાની હયાતીમાં જ આચાર્યપદનો ત્યાગ કરે છે.
આચાર્યના પદ ઉપર ઉપાધ્યાયાદિને જ્યારે આરૂઢ કરવામાં આવે છે ત્યારે એ દૃશ્ય નિહાળવા જેવું હોય છે. જૈન શાસનમાં આચાર્યની પદવીનો મહિમા કેટલો બધો છે તે ત્યારે જોવા મળે છે. જ્યારે નૂતન આચાર્યની પદવી આપવામાં આવે છે અને આચાર્યનું નામાભિધાન જાહેર થાય છે ત્યારે નૂતન આચાર્યને પાટ પર બેસાડી, એમના ગુરુ મહારાજ નીચે ઊતરી, ખમાસમણાં
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જિનતત્વ દઈ આચાર્ય બનેલા પોતાના ચેલાને વંદન કરે છે. એમાં વ્યક્તિ નહીં પણ પદનો મહિમા છે. ગુરુ મહારાજ પોતાના શિષ્યને વિધિપૂર્વક વંદન કરે એવી જિનશાસનની પ્રણાલિકા અજોડ છે. અન્ય કોઈ ધર્મમાં આવી પ્રણાલિકા નથી. આથી જ શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે :
जे माय तायबांधवपमुहेहिंतोऽवि इत्थ जीवाणं ।
साहति हिअं कज्जं ते आयरिये नमसामि ।। [ જે જીવોનું માતા, પિતા તથા વગેરેથી અધિક હિતકાર્ય કરે છે તે આચાર્યોને હું નમસ્કાર કરું છું. !
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આચાર્યપદની પૂજામાં અંતે આ જ ભાવના ભાવી છે તે આપણે ભાવવી જોઈએ :
ન તે સુઈ દેઈ પિયા ન માયા, જે દિતિ જીવાણ સૂરીસ – પાયા; તમહા હુ તે ચેવ સયા ભજેહ,
જે મુમ્બ સુખ લહુ લોહ. આચાર્ય ભગવંતના ચરણમાં જે સુખ મળે છે તેવું સુખ તો માતાપિતા પણ આપી શકતાં નથી. એટલે તે ચરણની હંમેશાં સેવા કરો, જેથી મોક્ષસુખ જલદી મળે.
શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી આવશ્યક સૂત્રમાં અંતર્ગત “નમસ્કાર નિયુક્તિમાં આવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા દર્શાવતાં લખ્યું છે :
आयरियनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ ।
भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। [ આચાર્યને કરેલો નમસ્કાર જો તે ભાવથી કરવામાં આવ્યો હોય તો તે હજારો ભવથી છોડાવે છે અને તે નમસ્કાર વળી અંતે બોધિલાભ -- સમ્યકત્વને આપનારો થાય છે. ]
आयरियनमक्कारो घन्नाण भवनयं कृणंताणं ।
हिअयं अणुम्मुयंतो विसुन्तियावारओ होइ ।। [ ભવનો ક્ષય કરવા ઈચ્છતા જે ધન્ય માણસો પોતાના હૃદયમાં આચાર્યને નમસ્કાર કરવાનું છોડતા નથી તેમના દુર્ગાનનું નિવારણ તે અવશ્ય કરે જ
Page #20
--------------------------------------------------------------------------
________________ તિત્યારસનો સૂર - આચાર્યપદનો આદર્શ 169 आयरियनमुक्कारो एवं खलु वण्णिओ महत्थु त्ति / जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरए बहुस्ते / / [ આ રીતે આચાર્યને કરેલો નમસ્કાર મહાન અર્થવાળો અને મરણ નજીકમાં હોય ત્યારે તે નિરંતર અને બહુ વાર કરવામાં આવે છે. ] आयरियनमुक्कारो सब्वपावप्पणासणो / मंगलाणं च सव्वेसि तइअं होइ मंगलं / / [ આચાર્યને કરેલો નમસ્કાર બધાંયે પાપોનો નાશ કરનારો અને બધાં મંગલોમાં આ ત્રીજું મંગલ (પહેલું અરિહંત અને બીજું સિદ્ધ) છે. ]