SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ તિસ્થરસમો સૂર – આચાર્યપદનો આદર્શ અનાદિસિદ્ધ, શાશ્વત એવા નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી “નમો આયરિયાણં' બોલી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ પરમાત્મા સર્વને માટે હંમેશાં નજરે પ્રત્યક્ષ ન જોઈ શકાય એવા, પરોક્ષ જ રહેવાના. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આપણે માટે અરિહંત ભગવાન પણ પરોક્ષ જ છે, કારણ કે તીર્થકરોનું વિચરણ સર્વ ક્ષેત્રે, સર્વ કાળે નિરંતર હોતું નથી. એટલે હાલ આપણે માટે તો પંચ પરમેષ્ઠિમાંથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ જ પ્રત્યક્ષ રહેવાના. એ ત્રણમાં સર્વોચ્ચ પદે આચાર્ય ભગવંત છે. જિનશાસનમાં આચાર્યપદનો મહિમા ઘણો મોટો છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં, એમની અનુપસ્થિતિમાં શાસનની ધુરા વહન કરે છે : આચાર્ય ભગવંતો. આવો વિરહકાળ અવસર્પિણીમાં ઉત્તરોત્તર ઓછો થતો જાય છે, પરંતુ પહેલાં ઋષભદેવ અને બીજા અજિતનાથ વચ્ચેનો કે એ પછીના તીર્થકરો વચ્ચેના આંતરાના કાળનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે અહો, આચાર્ય ભગવંતોએ તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેમની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું હોવાથી તેઓને તીર્થકર સમાન ગણવામાં આવે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહ્યું છે : તિસ્થયરસનો તૂરી, અન્ન નો સિમર્થ પચાસેક્ ! જેઓ જિનમાર્ગને-જિનમતને સમ્યક્ પ્રકારે પ્રકાશિત કરે છે એવા સૂરિ એટલે કે આચાર્ય ભગવંત તીર્થંકર પરમાત્મા સમાન છે. આમ, આચાર્ય ભગવંતને તીર્થકર જેવા ગણવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદનો સર્વોચ્ચ આદર્શ બતાવવામાં આવ્યો છે. શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “સિરિસિરિવાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249499
Book TitleTitthayarasamo Suri Acharyapad no Adarsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size509 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy