________________
૧૫૧
નિત્યયરસો જૂની – આચાર્યપદનો આદર્શ કહા' (શ્રી શ્રીપાલ કથા)માં કહ્યું છે :
अत्यमिए जिणसूरे केवलि चंदे वि जे पईवुन ।
पयडंति इह पयत्थे ते आयरिए नमसामि ।। જિનેશ્વર ભગવાનરૂપી સૂર્ય અને કેવળજ્ઞાનરૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે ત્યારે જે દીપકની જેમ પ્રકાશે છે તે આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. ‘શ્રીપાલરાસ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
અર્થીમિયે જિનસૂરજ કેવળ, ચંદે જે જગદીવો;
ભુવન પદારથ પ્રકટનપટું તે, આચારજી ચિરંજીવો. સૂર્ય આથમી જાય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય એવા અંધકારમાં દીવો પ્રકાશ પાથરે છે એથી આપણે ક્યાંય ભટકાઈ પડતા નથી. તેવી રીતે તીર્થકર ભગવાનરૂપી સૂર્ય નથી અને કેવળજ્ઞાનીઓરૂપી ચંદ્ર નથી ત્યારે મોક્ષમાર્ગમાં દીવો બનીને પ્રકાશ પાથરનાર તે આચાર્ય ભગવંતો છે. તેઓ જ જિનશાસનને અવિચ્છિન્ન ટકાવી રાખે છે. એટલે તેમનો ઉપકાર જેવોતેવો નથી. સૂર્ય અને ચંદ્ર એક એક છે, પરંતુ દીવા અનેક હોઈ શકે છે, વળી એક દીવામાંથી બીજા અનેક દીવા પ્રગટી શકે છે. એટલે આચાર્ય માટે દીવાની ઉપમા યથાયોગ્ય જ છે. કહ્યું છે :
जह दीया दीवसयं पड़प्पई सो अ दिप्पई दीवो ।
दीवसमा आयरिया दिप्पंति परं च दीवंति ।। જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શારાનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે.
જૈન શાસનમાં તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યની પદવી ઊંચામાં ઊંચી છે. એટલે શાસનની ધુરા વહન કરનાર આચાર્યની પસંદગીનું ધોરણ પણ ઊંચામાં ઊંચું હોવું ઘટે. માત્ર ઉંમરમાં મોટા હોય તેથી કે માત્ર દીક્ષાપર્યાયમાં મોટા હોય તેથી આચાર્યપદને પાત્ર નથી બની શકતું. આચાર્યપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org