SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યારસમો પૂરી -- આચાર્યપદનો આદર્શ સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના આચાર્યો કહ્યા છે : (૧) આંબાના મધુર ફળ જેવા, (૨) દ્રાક્ષના મધુર ફળ જેવા, (૩) ખીરના મધુર ફળ જેવા અને (૪) શેરડી જેવા. આચાર્ય મહારાજ અને એમના શિષ્ય પરિવારની પ્રત્યેકની ન્યૂનાધિક ગુણવત્તાને લક્ષમાં રાખી એક બાજુ શોભાયમાન સાલ વૃક્ષ અને બીજી બાજુ તુચ્છ એવું એરંડાનું વૃક્ષ એ બેની ઉપમા સાથે “સ્થાનાંગસૂત્ર'માં નીચે મુજબ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે – (૧) આચાર્ય સાલવૃક્ષ જેવા એટલે કે ઉત્તમ કૃતાદિ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ છે અને એમનો શિષ્ય પરિવાર પણ સાલ વૃક્ષ જેવો જ શ્રેષ્ઠ છે. (૨) આચાર્ય સાલવૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર એરંડાના વૃક્ષ જેવો શ્રુતાદિ ગુણો વિનાનો છે. (૩) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર સાલવૃક્ષ જેવો છે અને (૪) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે અને એમનો શિષ્ય પરિવાર પણ એરંડાના વૃક્ષ જેવો શુષ્ક અને તુચ૭ છે. બધા આચાર્યો એકસરખા નથી હોતા. કેટલાક તો શાસનનું રક્ષણ કરવાને બદલે શાસનનું અહિત કરે છે. તેઓ તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણમાં અને “સંબોધ પ્રકરણમાં એમને સપુરુષ નહીં પણ કાપુરુષ કહ્યા છે : માળ પ્રકૃમંતો સો પુરસો, જ્યુરિસો ! આચાર્યપદનું આટલું બધું ગૌરવ હોવા છતાં જે જે આચાર્ય ભગવંતો પોતાનો અંતિમ કાળ નજીક જાણીને સંથારો-સંલેખના લે છે તેઓ સંઘ સમક્ષ જાહેરમાં અથવા અંગત રીતે પોતાના આચાર્યપદનો ત્યાગ કરે છે. તેઓ વિશુદ્ધ આત્મભાવમાં હોવાથી જિનશાસનની – લોકવ્યવહારની દૃષ્ટિએ અપાયેલા પદથી પર થઈ ગયા હોય છે. કેટલાક મહાત્માઓ પોતાના ઉત્તરાધિકારીને પોતાના સમુદાયની ધુરા વેળાસર સોંપવા માટે પોતાની હયાતીમાં જ આચાર્યપદનો ત્યાગ કરે છે. આચાર્યના પદ ઉપર ઉપાધ્યાયાદિને જ્યારે આરૂઢ કરવામાં આવે છે ત્યારે એ દૃશ્ય નિહાળવા જેવું હોય છે. જૈન શાસનમાં આચાર્યની પદવીનો મહિમા કેટલો બધો છે તે ત્યારે જોવા મળે છે. જ્યારે નૂતન આચાર્યની પદવી આપવામાં આવે છે અને આચાર્યનું નામાભિધાન જાહેર થાય છે ત્યારે નૂતન આચાર્યને પાટ પર બેસાડી, એમના ગુરુ મહારાજ નીચે ઊતરી, ખમાસમણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249499
Book TitleTitthayarasamo Suri Acharyapad no Adarsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size509 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy