________________
૧૫૮
જિનતત્વ આચાર્ય મહારાજ માટે “ભાવવૈદ્ય'નું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે. કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊતરવાનો ઉપાય બતાવે છે.
નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપે છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપે છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં “પંચિદિય' સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે :
પચિદિય સંવરણો, તહ નવવિહ બંભચેરગુત્તિધરો, ચઉવિહ કસાયમુક્કો, ઈહ અઢારસગુણહિં સંજુરો; પંચ મહાવ્રયજુરો, પંચ વિહાયારપાલણ સમત્યો,
પંચ સમિઈતિગુત્તો, છત્તીસગુણો ગુરુ મઝ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છે : પાંચ ઈન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવવિધ એટલે નવ વાડસહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર (૯ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (પ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન કરનાર (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ) -- એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે છે. આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે :
पडिरूवाइ चउदस खंतीमाई य दसविहो धम्मो ।
बारस य भावणाओ सूरिगुण हुँति छत्तीसं ।। ચૌદ પ્રકારના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચ પરમેષ્ઠિ ગીતા'માં લખ્યું છે :
ચઉદ પડિરૂવ પમુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દસ પ્રકાર;
બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્તીસ ગુણ સૂરિ કેરા. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org