Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
તિચચરસમો સૂરી – આચાર્યપદનો આદર્શ
-
૧૬૧
૩. શરીરસંપદા આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઈએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઈએ. તેઓ અતિ સ્થૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઈએ. (અલબત્ત તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે) શરીરની દૃષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ હોવાં જોઈએ – (૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઈએ. તેઓ હાથે ઠૂંઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોવા જોઈએ, તેઓ બહે૨ા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઈએ, (૩) આચાર્યનું શરીર-સંઘયણ મજબૂત હોવું . જોઈએ. વારંવાર ભૂખ્યા થઈ જતાં હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.)
૪. વચનસંપદા-આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઈએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઈએ, એટલું જ નહીં, એની પ્રશંસા થવી જોઈએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું વચન આદેય હોવું જોઈએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઈએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઈએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઈએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડવું જોઈએ, અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહીં. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનાશ્ચિત હોવી જોઈએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઈએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org