Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૧૬૦ જિનતત્ત્વ (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા અને (૮) સંગ્રહપરિજ્ઞાસંપદા. ૧. આચારસંપદા – પરમાત્માના શાસનમાં આચારનું મહત્ત્વ ઘણું બધું છે. તપ, ત્યાગ, સંયમ ઇત્યાદિથી જ ધર્મના ક્ષેત્રે વ્યક્તિનો પ્રભાવ પડે છે. જે ગુરુ આચારસંપન્ન હોય તેને જ જો આચાર્યપદ સોંપવામાં આવે તો તે પોતાના આશ્રિત ઉપાધ્યાય, સાધુ વગેરેનો સમુદાય આચારસંપન્ન બનાવે. આચારસંપદાન. ચાર મુખ્ય ભેદ છે : (૧) આચાર્ય પોતે સંયમમાં દૃઢ હોય અને નિત્ય અપ્રમત્ત હોય, (૨) આચાર્ય પોતે ગર્વ કે અહંકારથી રહિત હોય. પોતાના તપસ્વીપણાનો, જ્ઞાનનો, બહુશ્રુતતાનો, ઊંચી જાતિનો, સુંદર મુખમુદ્રાનો, યશકીર્તિનો, વિશાલ શિષ્યસમુદાય કે ભક્તવર્ગનો આચાર્યને મદ ન થવો જોઈએ, (૩) આચાર્ય અપ્રતિબદ્ધવિહારી હોવા જોઈએ. તેમને ક્ષેત્ર, કાળ વગેરેનું કોઈ બંધન ન હોવું જોઈએ. અમુક વ્યક્તિ સાથે ફાવે અને અમુક સાથે નહીં એવું પણ ન હોવું જોઈએ. તેઓ અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પર હોવા જોઈએ. તેઓ પરાધીન ન હોય. તેઓ રાગદ્વેષથી મુક્ત હોય. (૪) આચાર્ય મહારાજ નિભૂત સ્વભાવવાળા એટલે પુખ્ત, ગંભીર, અને પ્રસન્ન સ્વભાવના હોવા જોઈએ. તેઓ ચંચળ નહીં પણ પરિપકવ અને ઉદાસીન એટલે સમતાવાળા હોવા જોઈએ. ૨. શ્રુતસંપદા – આચાર્ય જ્ઞાનવાન જોઈએ. તેઓ સમુદાયના, સંઘના અગ્રેસર છે. તેઓ ગચ્છના નાયક કે ગચ્છાધિપતિના સ્થાને હોય છે. તેઓ જો શાસ્ત્રના જાણકાર ન હોય, બીજાની શંકાઓનું સમાધાન ન કરાવી શકે તો નાયક તરીકે તે તેમની ત્રુટિ ગણાય. આચાર્યમાં શ્રુતસંપદા ચાર પ્રકારની હોવી જોઈએ. (૧) બહુશ્રુતપણું હોવું જોઈએ. તેઓ આગમાદિ લોકોત્તર શાસ્ત્રોમાં જેમ પ્રવીણ હોવા જોઈએ તેમ શિલ્પાદિ લૌકિક શાસ્ત્રોના પણ જાણકાર હોવા જોઈએ. જૂના વખતમાં આચાર્યને બાર વર્ષ જુદા જુદા પ્રદેશમાં વિચરવારૂપ દેશાટન કરાવતા કે જેથી લોકજીવન, રીતરિવાજો ઇત્યાદિના પણ તેઓ જાણકાર બને. (૨) પરિજિતશ્રુતપણું – એટલે શ્રત એમનામાં ઉપસ્થિત હોવું જોઈએ. તેઓ જે શાસ્ત્રો ભણ્યા હોય તે ભૂલવાં ન જોઈએ. ઘણું વાંચ્યું હોય પણ પ્રસંગે જો યાદ ન આવે તો તે શા કામનું ? (૩) વિચિત્રશ્રુતપણું એટલે આગમશાસ્ત્રોના જાણકાર ઉપરાંત બીજા અનેક વિષયોના અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઈએ. (૪) ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઈએ અને એમના ઉચ્ચારો વિશુદ્ધ હોવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20