Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ૧૬૪ જિનતત્ત્વ અસ્થિરને સ્થિર કરે, અને જે સ્થિર હોય એમનામાં અતિચારના દોષ ન લાગે તથા તેઓ સંયમમાં વૃદ્ધિ પામે એ માટે પ્રયત્નશીલ રહે ૪. દોષનિર્ધાનતા વિનય – આ વિનય એટલે દોષોને દૂર કરવા અને ગુણોને પ્રગટાવવા. આચાર્ય મહારાજ ક્રોધી સ્વભાવવાળાના ક્રોધને દૂર કરાવે. તેઓ માન-માયા વગેરે કષાયોને પણ દૂર કરાવે; શિષ્યોની શંકા-કુશંકા દૂર કરે અને તેઓને કદાચ બીજાના મતમાં જવા માટે આકાંક્ષા થાય ત્યારે તેવું વાત્સલ્યપૂર્વક સમાધાન કરાવી તેને સ્થિર કરે અને તેની શ્રદ્ધા વધે, વૈરાગ્ય વધે એ માટે ઉપાયો યોજે. વળી આચાર્ય પોતે પોતાની જાતનું અવલોકન કરતા રહે અને પોતાનામાં સ્થૂલ કે સૂક્ષ્મ દોષો રહેલા જણાય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરે. આમ, આઠ સંપદાના બત્રીસ પ્રકાર તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ આચાર્યના ગણાવવામાં આવે છે. નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે. એમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બતાવવામાં આવ્યા છે. આ છત્રીસનો આંકડો જ મુખ્ય છે. પરંતુ આ છત્રીસ ગુણ તે કયા કયા એનો જ્યારે વિચાર થાય છે ત્યારે જુદી જુદી રીતે છત્રીસ ગુણ ગણાવવામાં આવે છે. એ રીતે છત્રીસ પ્રકારની છત્રીસી બતાવવામાં આવે છે. એ બધા ગુણોની ગણતરી કરીએ તો ૩૦ x ૩૯ એટલે ૧૨૯૬ ગુણ આચાર્ય મહારાજ ના થાય. શ્રી પદ્મવિજય મહારાજે લખ્યું છે : શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે; છત્રીશ છત્રીશી ગુણે, શોભિત સમયમાં દાખ્યા રે. શ્રી લક્ષ્મસૂરિ મહારાજે “વસ સ્થાનકની પૂજામાં આચાર્યપદનો મહિમા ગાતાં કહ્યું છે : બારસે છછું ગુણે ગુણવંતો, સોહમ જેબૂ મહેતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસંતા. આમ, પૂર્વાચાર્યોએ છત્રીસ છત્રીસી બતાવી છે. “ગુરુગુણષત્રિશિકત્રિશિકા' નામના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે બતાવવામાં આવ્યું છે. શ્રી ભુવનભાનુસૂરિએ “નવપદ વાચના' નામના પોતાના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી નીચે પ્રમાણે આપી છે. (એમાં સંક્ષેપ ખાતર માત્ર નામોલ્લેખ કર્યો છે એટલે જે ગુણ હોય તે ગ્રહણ કરવાના હોય અને દોષથી મુક્ત થવાનું હોય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20