Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ નિત્યસમો સૂર – આચાર્યપદનો આદર્શ आचारो ज्ञानाचारादि पंचधा आ-मर्यादया वा चारो विहार आचारस्तत्र स्वयं करणात् प्रभावणात् प्रभाषणात् प्रदर्शनाच्चेत्याचार्याः । જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારનું તથા ચાર એટલે વિહારરૂપી આચારનું જેઓ સ્વયં પાલન કરે છે અને કરાવે છે તથા તે વિશે ઉપદેશ આપે છે તે આચાર્ય. आचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्यः । કલ્યાણની કામના કરવાવાળા દ્વારા જેમની સેવા થાય છે તે આચાર્ય. ** ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે : आ इषद् अपरिपूर्णा: चारा: हेरिका ये ते आचारा: चार कल्पा इत्यर्थः । युक्तायुक्त विभागनिपुणाः विनेया: अतस्तेषु साधवो यथावच्छास्त्रार्थोपदेशकतया ત્યા ! શ્રી અભયદેવસૂરિએ “આચાર' શબ્દમાં રહેલા “ચાર' શબ્દનો અર્થ “ચાર પુરુષ' એટલે કે જાસૂસ એવો અર્થ કરીને કહ્યું છે કે જૈન શાસનની રક્ષા માટે જાસૂસો રૂપી સાધુઓને જે નિયંત્રિત રાખે તે આચાર્ય. જેમ જાસૂસો યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે તેમ સાધુઓરૂપી જાસૂસો પણ સંયમના પાલનાર્થે યોગ્યયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે. આવા શિષ્યોને જે ઉપદેશ આપે, એકત્રિત – નિયંત્રિત રાખે તે આચાર્ય. આચાર્ય ભગવંતનું સ્વરૂપ આપણા શાસ્ત્રગ્રંથોમાં વિગતે વર્ણવાયું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે અઢાર હજાર શીલાંગના ધારક અને છત્રીસ પ્રકારના આચારોનું અહોરાત્ર પાલન કરવામાં જેઓ અપ્રમત્ત રહે છે તે આચાર્ય છે. સર્વ જીવોનું હિત આચરે તે આચાર્ય. જેઓ જીવોની રક્ષા કરે અને આરંભસમારંભ કરે નહીં, કરાવે નહીં તથા તેની અનુમોદના કરે નહીં તે આચાર્ય. જેઓ પોતાના મનને કલુષિત કરે નહીં તે આચાર્ય. આવશ્યક સૂત્રમાં, “પંચિદિયસૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનો સ્પષ્ટ નિર્દેશ છે. એને અનુસરીને શ્રી રત્નશેખરસૂરિએ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે દર્શાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20