Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 8
________________ તિત્યારસમો પૂરી – આચાર્યપદનો આદર્શ ૧પ૭ વારણા એટલે વારવું અથવા અટકાવવું. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોથી કંઈ દોષ થવાનો હોય તો તે અટકાવે. શિષ્યો આચારપાલનમાં ઉતાવળ કરતા હોય, તે અવિધિએ કરતા હોય, અકલ્પનીય કરણી કરતા હોય, સાવધયોગમાં પ્રવર્તતા હોય, ઉસૂત્ર પ્રરૂપણા કરતા હોય, પ્રમાદ સેવતા હોય, ઉન્માર્ગે જતા હોય, મન, વચન કે કાયાથી અનુચિત, અતિચારયુક્ત આચરણ કરતા હોય તો તેને અટકાવે. પોતાના આશ્રિત શિષ્યો ઉપર બરાબર દેખરેખ રાખી તેમને પડતા બચાવવા તે આચાર્ય મહારાજનું કર્તવ્ય છે. ચોયણા એટલે પ્રેરણા. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોને અતિચારયુક્ત આચરણ કરતાં અટકાવે એટલું જ નહીં, સાધુતાના આદર્શ તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. જરૂર પડે પોતાના આચરણથી બોધ આપે. કોઈથી તપશ્ચર્યા ન થતી હોય, કોઈથી પરીષહ સહન ન થતા હોય, કોઈને પ્રભુભક્તિમાં રસ ન પડતો હોય, કોઈને બીજાની વૈયાવચ્ચ ન ગમતી હોય તો તેને મધુર વાણીથી, મહાન પૂર્વાચાર્યોનાં અને અન્યનાં એવાં પ્રેરક દૃષ્ટાન્તો આપીને પ્રેરણા કરે તથા પ્રોત્સાહિત કરે. પડિચોયણા એટલે પ્રતિચોરણા અર્થાતુ વારંવાર પ્રેરણા કરવી. કેટલીક વાર એક વખત કહેવાથી કાર્ય ન થાય તો ફરીથી કહેવાની જરૂર પડે. ક્યારેક એક કરતાં વધુ વખત શિષ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર પડે. કેટલાક શિષ્યોમાં ગૃહસ્થ જીવનના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે વ્રતપાલનમાં મંદતા આવી જાય છે. આચાર્ય મહારાજ આ જે કંઈ કરે તે કઠોરતાથી કે કટુતાથી નહીં, પણ મધુરતાથી અને વાત્સલ્યભાવથી કરે છે. એથી શિષ્યને પોતાના આત્મકલ્યાણના માર્ગ પર સ્થિર રહેવાનું ગમે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ઈત્યાદિ માટે વિવિધ પ્રકારનાં રૂપક શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયાં છે. ધર્મશાસનરૂપી સામ્રાજ્યમાં આચાર્ય ભગવંતોને રાજા અથવા સમ્રાટ, ઉપાધ્યાયને દીવાન, સાધુને સુભટ તરીકે અને શ્રાવક શ્રાવિકાને પ્રજાજન તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ શાસનમાં શ્રતરૂપી ધનભંડાર દ્વારા રાજાનો કારભાર ચાલે છે. આ રીતે સૂરિરૂપી રાજા જિનશાસનનરૂપી સામ્રાજ્ય ચલાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘નવપદા પૂજા'ની ઢાળમાં લખ્યું છે : નમું સૂરિ રાજા, સદા તત્ત્વ તાજા; જિનેન્દ્રાગમે પ્રોઢ સામ્રાજ્ય ભાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20