Book Title: Titthayarasamo Suri Acharyapad no Adarsh
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ જિનતત્વ दसणणाणप्पहाणे वीरियचारित्तवरतवायारे । अप्पं परं च जुंजई सो आयरिओ मुणीएओ ।। [જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન એટલે કે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ વીર્ય, ચારિત્ર અને તપથી યુક્ત છે તથા જે સ્વ અને પારને સન્માર્ગમાં જોડે છે તે આચાર્ય મુનિઓ દ્વારા આરાધના કરવાને યોગ્ય છે. જેઓ આચાર્ય હોય તેઓ ઉપાધ્યાય અને સાધુ તો હોય જ કારણ કે સાધુપણામાં જેઓ ઉપાધ્યાય પદને યોગ્ય હોય તેને જ ઉપાધ્યાય બનાવવામાં આવે છે. અને ઉપાધ્યાયના પદ પછી જેમનામાં આચાર્યના પદની યોગ્યતા હોય તેઓને જ આચાર્યની પદવી આપવામાં આવે છે. જેઓ યોગોહન કરવાપૂર્વક નિશ્ચિત આગમગ્રંથોનું સૂત્રથી અને અર્થથી વિધિપૂર્વક અધ્યયન કરે છે તેઓને જ આચાર્યનું પદ આપવામાં આવે છે. આ ઉપરાંત એ પદ માટે બીજી ઘણી યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે. “આચાર્ય' શબ્દ આચાર' શબ્દ પરથી આવ્યો છે. પરંતુ આચાર્યનું કર્તવ્ય બેવડું છે. જેઓ આચારનું સ્વયં પાલન કરે છે અને શિષ્યાદિ પાસે આચારનું પાલન કરાવે તે આચાર્ય. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે પોતાના શિષ્યોને ચારિત્રપાલનમાં, મોક્ષમાર્ગમાં દઢ રાખે છે. શ્રી રત્નશેખરસૂરિએ સિરિસિરિવાલકહા'માં કહ્યું છે : जे सारण वारण चोयणाहिं पडिचोयणाहिं निच्चपि । सारंति नियंगच्छं ते आयरिये नमसामि ।। ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : જે દિયે સારણ, વારણ, ચોયણ, પડિયોચણ વળી જનને; પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને. સારણા એટલે સ્મારણા. સ્મરણ શબ્દ પરથી સ્મારણા થાય છે. એનો અર્થ થાય છે યાદ કરાવવું. આચાર્ય ભગવંત પોતાના શિષ્યોના આચારપાલન ઉપર એવી બારીકાઈથી ધ્યાન રાખે છે કે પંચ મહાવ્રતના પાલનમાં, સમિતિગુપ્તિના પાલનમાં, આવશ્યક ક્રિયાઓમાં, દિવસરાતની સામાચારીમાં ક્યાંક વિસ્મરણ થઈ જતું હોય તો યાદ કરાવે. આ યાદ કરાવવાની ક્રિયા તે સારણા. આચાર્ય મહારાજનું એ કર્તવ્ય છે. “હશે', “ચાલશે', “કંઈ વાંધો નહીં' – એવું વલણ આચાર્ય મહારાજનું ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20