Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

View full book text
Previous | Next

Page 11
________________ આવે, તે અનન્ત મહાતારક શ્રી જિનાજ્ઞા સાથે જેને કશી જ લેવાદેવા કે સ્નાનસૂતક નથી, અર્થાત્ અનન્ત મહાનારક શ્રી જિનાજ્ઞા અને જિનશાસનથી સાવ નિરપેક્ષ એ વર્ગ સંખ્યાબળે અતિ બહેળે છે. એ વર્ગને તો એવાં અવિહિત નિવેદનનું એવું જ જોઈએ છે. અને એવા અવિહિત એઠા તળે તે મનસ્વી વર્ગને, મનફાવતા મનસ્વી નિર્ણય કરીને નિવેદન કરતાં તે ખૂબ સારી રીતે આવડે છે. અક્ષમ્ય મહાપાપમય નિવેદનોથી મહાપાપ ઘોડાપૂરે ફેલાશે. તેના અતિ કટુ ફળસ્વરૂપે અનન્ત મહાતારક શ્રી જિનશાસનના મૂળમાં અક૯ય મહાકાતિલ અગનગોળા મુકાશે ત્યારે તેને નિવારવામાં આપણે સહુ અતિ દુર્બળ અને સાવ પાંગળા પુરવાર થઈએ તે પણ હું તેને નકારી શકતું નથી. શ્રી વીર સંવત ૨૪૬૨, વિક્રમ સંવત ૧૯૨માં ૫. પૂ. શ્રી જૈન સંઘની આણુ-મર્યાદા લાપીને, સકળ શ્રી સંઘથી જુદા પડીને, સકળ શ્રી સંઘે જે સાંવત્સરિક મહાપર્વની આરાધના કરેલ, તેના કરતાં એક દિવસ પછી એટલે ભાદરવા શુદિ પંચમીના દિને સંવત્સરી કરેલ. તે કારણે પરમ પૂજ્ય પરમારા ધ્યપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ્છ જૈન સંઘના અગ્રેસર આચાર્યપ્રવર આદિ ગુરુભગવન્ત કહેતા આવ્યા કે તમે શ્રી સંઘની આણું અને મર્યાદા લેપીને જુદી સંવત્સરી કરી-કરાવી તેને મિચ્છામિ દુક્કડ દઈને પરમ્પરાગત પરમ વિશુદ્ધ આચરણવાળી સુપ્રણાલિકાની મર્યાદામાં આવી જાઓ, પછી તમારી સાથે તિથિ અંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20