Book Title: Tithi Samadhan Pattak Samiksha Author(s): Kalyansagar Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi MahesanaPage 15
________________ [ ૧૩ સિત્તેર દિવસની આરાધના એક સરખા દિવસે શી રીતે થાય તેની સ્પષ્ટતા નિવેદકો કરે. ક્રમાંક પાંચવાળા નિવેદનમાં “મહાવીર ભગવાનના પાંચ કલ્યાણક પોષ દશમ ભેયણ મલ્લિનાથની વર્ષગાંઠ વગેરે જે મુખ્ય કલ્યાણ કે આવે છે તે પંચાંગમાં વિ. સં. ૧૯૯૨ પહેલાં જે રીતે દર્શાવાતા હતા તે રીતે દર્શાવવા. બીજા કલ્યાણકા સૌ પોતપોતાની યથારુચિ જણાવે પણ તેને પંચાંગમાં નિર્દેશ ન કર. પંચાંગ એક સરખાં નીકળવાં જોઈએ.” આ મૂળ લખાણમાં હ્રસ્વ-દીર્ઘની શુદ્ધિ કર્યા વિના તેમ જ શ્રી મહાવીર સ્વામીજી તેમ જ શ્રી મલ્લિનાથજી પરમાત્માના તારક નામ સાથે અનન્તાના પરમ ઉપકારક પરમ તારક દેવાધિદેવ શ્રી આદિ કોઈ વિશેપણની સંજના કર્યા વિના ગુજરાત સમાચારમાં જે પ્રમાણે પ્રગટ થયેલ છે તે પ્રમાણે અત્ર અવતરણ આપ્યું છે, તે નિવેદનમાં મહાવીર................વિ. જે મુખ્ય કલ્યાણકે આવે છે તે પંચાંગમાં વિ. સં. ૧૯૯૨..........તે રીતે દર્શાવવા. બીજા કલ્યાણ કે . પણ તેને પંચાંગમાં નિર્દેશન કરે. આ નિવેદનમાં ઉક્ત જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણકો મુખ્ય અને અન્ય અનન્તાનત પરમ ઉપકારક પરમ તારક દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણકે ગૌણ સમજવા ને ? અન્ય જિનેન્દ્ર પરમાત્માના પરમ તારક કલ્યાણક દિનને પંચાંગમાં ઉલ્લેખ કરવાથી અનન્ત મહાતારક જિનાજ્ઞા અનુસારના ક્યા સિદ્ધાન્તને ભંગ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20