Page #1
--------------------------------------------------------------------------
________________
તિથિ સમાધાન...પટ્ટક સમીક્ષા
સમીક્ષક
પ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના
પાદપઘરેણ કલ્યાણસાગર
પ્રકાશક
શ્રી મોક્ષકલ્યાણક સભ્ય શ્રુતનિધિ
મહેસાણા-૨ શ્રી વીર સંવત : ૨૫૧૨
વિ. સં. : ૨૦૪૨
Son
Page #2
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
પરમ પૂજ્ય આરાધ્યપાદ ગુરુદેવેશ આચાય પ્રવર શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. પ્રમુખ તારક ગુરુમહારાજાઓને સાદર સમપ ણુ....
પ્રકાશક :
શ્રી મેાક્ષકલ્યાણક સમ્યક્ શ્રુતનિધિ શ્રી સીમન્ધરસ્વામિ જિન મંદિર, હાઈવે, મહેસાણા (ઉ. ગુજ.) -૩૮૪ ૦૦૨
પ્રથમ સંસ્કરણું :
શ્રી વીર સૌં. ૨૫૧૨
પોષ વદ ૧૩ (મેરુ ત્રયેાદશી)
મુક : ભાગ્યમુદ્રા
૧૫૮, જીઆઈડીસી એસ્ટેટ મહેસાણા-૩૮૪ ૦૦૨
કલ્યાણસાગર
Page #3
--------------------------------------------------------------------------
________________
તિથિ સમાધાન..પટ્ટક સમીક્ષા
પ. પૂ. આચાર્ય શ્રી કૈ લાસસાગરસૂરીશ્વરજી મ.સા.નાં પાપારણુ કલ્યાણસાગર
கள श्री हेरालागासुरि ज्ञानमंदिर श्री महावीर जन आराधना केन्द्र, कोबा, गांधीनगर
શ્રી મેાક્ષકલ્યાણક સમ્યક્ શ્રુતનિધિ મહેસાણા-૨
શ્રી વીર સવત : ૨૫૧૨
પ્રકાશક
વિ. સં. : ૨૦૪૨
Page #4
--------------------------------------------------------------------------
________________
વિહરમાન દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામિ જિનમંદિર મહાતીર્થ
“રાજપથ, મહેસાણું (ઉત્તર ગુજરાત) શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ પિષ વદી દશમી
- સમીક્ષક : કલ્યાણસાગર * તિથિ-સમાધાન તથા સંઘ–આચરણ - પટ્ટક અંગે સમીક્ષા
શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪રના પોષ સુદી બારશ (૧૨) બુધવાર તા. ૨૨-૧-૧૯૮૬ના દિને ગુજરાત સમાચાર” નામના દૈનિકમાં પત્રાંક ૧૬ ઉપર તિથિ–સમાધાન તથા સંઘ-આચરણે પટ્ટક' એ શીર્ષક તળે કરાયેલ નિવેદનમાં કેટલુંક નિવેદન અનન્ત મહાતારક શ્રી જિનાજ્ઞાથી નિરપેક્ષ હેવાના કારણે અવિહિત તે છે જ. એ અવિહિત નિવેદન ભેંકાયેલ કાતિલ તીરની જેમ હૈયામાં ભારે ભાર તીવ્રતમ અક્ષમ્ય દુઃખદ આંચકા ઉપજાવી રહ્યું છે.
પરમ પૂજ્ય પરમારાપાદ પરમ ઉપકારક પરમ તારક પંચમ ગણધર શ્રી સુધર્મસ્વામીજી ગણધર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યો આવતે પરમારાથ્યપાદ શ્રી જૈન સંઘ પરમ પૂજ્યપાદ મહાઉગ્ર તપસ્વી, બહુશ્રુત, પરમ ગીતાર્થ અનન્ત મહાતારક શ્રી જિનશાસનના સમર્થ સંરક્ષક અને અજોડ મહાપ્રભાવક આચાર્યપ્રવર શ્રી જગશ્ચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીજીની મહા–ઉગ્ર તપશ્ચર્યા કઠોર આતાપના પ્રમુખ પરિષહે સહન કરવાપૂર્વક શક્ય
Page #5
--------------------------------------------------------------------------
________________
તેટલી વિશુદ્ધિપૂર્વક સંયમના ઉત્કટ પાલનના પરમ પ્રભાવે મહાપ્રભાવિત થયેલ રાજપૂતાના અન્તર્ગત પરમ શૌર્યવન્તી રત્નપ્રસૂ મેવાડ જેવી પવિત્ર ધરાના પરમ ખમીરવન્ત ધરાધિપતિ મહારાજાધિરાજરાજેશ્વર નરરત્નકેશરી શ્રી જેસિંહજીએ વિક્રમ સંવત ૧૨૮૫ તમે વર્ષે શ્રી આહs નગરે ચતુર્વિધ જૈન સંઘ તથા અતિ વિરાટ જનસમુદાયની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય પરમારાથ્યપાદ આચાર્યપ્રવર શ્રી જગશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીજીને “તપ” એવા પરમ-આરાધ્ધપાદ પદથી વિભૂષિત કર્યા ત્યારથી શ્રી જૈન સંઘ પરમ સુગૃહીત નામધેય શ્રી તપાગચ્છ જૈન સંઘરૂપે વિશ્વવિખ્યાત થયેલ. શ્રમણપ્રધાન તે પૂ. જેના સંઘમાં આજે પણ અનેક મહાસમર્થ પ. પૂ. આચાર્ય મહારાજાઓ, સેંકડો મહાસમર્થ વિદ્વાન પંન્યાસપ્રવરે, હજારેક મુનિવરે અને લગભગ ચારેક હજારથી અધિક મહાતપસ્વિની વિદુષી સાધ્વીજી મહારાજાઓ તપ, સંયમ, જ્ઞાન, ધ્યાન અને અજોડ પ્રભુભક્તિ આદિથી પોતાના આત્માને ભાવિત કરી રહ્યાં છે. તે પરમ આરાધ્ય પાક શ્રમણપ્રધાન શ્રી તપાગચ્છીય જૈન સંઘ વર્તમાનકાળે પરમ પૂજ્યપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ્છ જૈન સંઘ રૂપે પરમ સુવિખ્યાત છે.
અનન્ત મહાતારક શ્રી સિદ્ધાન્તાનુસારી અવિચ્છિના પરમ્પરાગત પરમ સુવિશુદ્ધ પ્રણાલિકા અનુસાર કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગિયાર
Page #6
--------------------------------------------------------------------------
________________
ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા મળીને એક માસમાં બાર પર્વતથિમાંથી એક પણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી નથી. એ પરમ સુવિહિત માન્યતા અનુસાર બારે પર્વ તિથિમાંથી એક પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કર્યા વિના બારે પર્વતિથિને અખંડ ઊભી રાખીને તે બારે પર્વતિથિની આરાધના ક્યારે કરવી ? અનન્તાનન્ત પરમપકારક પરમ તારક શ્રી જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણકોની આરાધના કયારે કરવી? અને સર્વપર્વશિરોમણિ પર્વાધિરાજરાજેશ્વર શ્રી પર્યુષણા મહાપર્વની આરાધના કયારે કરવી ? અર્થાત કઈ તિથિએ કરવી ? તે તિથિની ગણના કરવા માટે શ્રી વીર સંવત ૨૪૮૪, વિક્રમ સંવત ૨૦૧૪ તમે વર્ષે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની મૌખિક વિનતિથી પરમ પૂજ્ય પરમારાધ્ધપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ્છ જૈન સંઘના પ. પૂ. આચાર્ય મહારાજાદિ તારક ગુરુભગવતેએ “જન્મ ભૂમિ પંચાંગ”ને માન્યતા આપીને સ્વીકારેલ; ત્યારથી ૫. પૂ. શ્રી જૈન સંઘમાં પર્વતિથિ આદિની ગણના માટે અને શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા આદિનાં મુહૂર્તોની ગણના જન્મભૂમિ પંચાંગ”ના આધારે કરાય છે.
તે માન્યતાપૂર્વકની સ્વીકૃતિ અનુસાર આજે પણ જન્મભૂમિ પંચાંગ”ના આધારે જ બારે પર્વતિથિઓની ગણના, કલ્યાણકની તિથિઓની ગણના તેમ જ સર્વ પર્વ શિરોમણિ પર્વાધિરાજરાજેશ્વર શ્રી પર્યુષણા મહાપર્વ આદિ અન્ય પ–મહાપર્વોની આરાધના કઈ તિથિએ કરવી તે અંગેની ગણના કરવામાં આવે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
---
પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી કાલિકાચાર્યજી મહારાજથી શ્રી પર્યુષણ મહાપર્વ ભાદરવા સુદ પંચમીના પૂર્વના અનંતર પહેલે દિવસે એટલે ભાદરવા શુદિ ચોથને દિવસે પ્રવર્તેલ હોવાથી આ અવસર્પિણીમાં ભાદરવા શુતિ ચેથ નિત્યપર્વ થયેલ હોવાથી આ અવસર્પિણીમાં ભાદરવા શુદિ ચોથની ક્ષયવૃદ્ધિ ન થાય. શ્રીસંઘમાન્ય “જન્મભૂમિ પંચાંગ”માં જ્યારે જ્યારે ભાદરવા શુદિ ચોથ કે પંચમીની ક્ષયવૃદ્ધિ આવતી હોય, ત્યારે ત્યારે ઉક્ત પરમ સુવિહિત પ્રણાલિકાની માન્યતા અનુસાર ભાદરવા શુદિ ચેથ કે પંચમીની ક્ષયવૃદ્ધિ ન થતી હોવાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિ ભાદરવા સુદ ત્રીજની ક્ષયવૃદ્ધિ કર વાની ચાલી આવતી સુપ્રણાલિકા અનુસાર ભાદરવા શુદિ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરીને ભાદરવા સુદ ચોથ અને ભાદરવા શુદિ પંચમી વચ્ચે એક પણ દિવસના અંતર વિના અર્થાત ભાદરવા શુદિ ચોથ અને ભાદરવા શુદિ પંચમીને સંલગ્ન અખંડ રાખવાની અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા અનુસારી પરમ સુવિહિત પ્રણાલિકાને સર્વશે સમર્પિત રહીને પરમ પૂજ્ય પરમારાપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ૭ જેને સંઘ ભાદરવા શુદિ પંચમીના પહેલા દિવસે એટલે ભાજ રવા શુદિ ચોથે દિને શ્રી સાંવત્સરિક મહાપર્વની આરાધના અને તેના પછીના દિવસે અર્થાત ભાદરવા શુદિ પંચમીને દિવસે પર્વતિથિની આરાધના કરતું આવ્યું છે. અને એ જ પરમ સુવિહિત પ્રણાલિકાને સર્વીશે સમર્પિત રહીને ભવિષ્યમાં પણ આરાધના કરવાની પૂર્ણ ભાવનાવાળો છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય શ્રી જૈન સંઘની આરાધભાવપૂર્વકની આરાધનાનું ત્રિવિધ ત્રિવિધ ભૂરિશઃ અનુમોદન.
અનંત મહાતારક શ્રી જિનાજ્ઞાના પરમ મર્મજ્ઞ કઈ પણ સુજ્ઞ વાચક પ્રસ્તુત સમીક્ષાનું વાચન કરીને એટલું તારણ તો નિર્વિવાદ, નિઃશંકપણે તારવી શકશે કે અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા-અનુસારી પરંપરાગત પરમ સુવિશુદ્ધ પ્રણાલિકાને સર્વાશે સમર્પિત રહીને અદ્યાવધિ પર્વ તિથિ, મહાપર્વ તિથિ આદિ અંગે આચરણ કરાતી સુવિહિન આચરણું સચવાય કે ન સચવાય તેની અંશમાત્ર ખેવના કર્યા વિના, લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પંચમીની ક્ષયવૃદ્ધિએ પ.પૂ. શ્રી જૈન સંઘમાન્ય “જન્મભૂમિ પંચાંગ”માં ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિ ન આવે તે પણ ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કરવાના તીવ્રતમ પક્ષીય રાગે ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કરવા પૂરતું શ્રી સંઘમાન્ય પંચાંગને કારણે મૂકીને શ્રી સંઘે માન્યતા ન આપેલ એવા જે કોઈ પંચાંગમાં ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ આવતી હોય તેને આશરે લઈને ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કરવી, અને તેવું પંચાંગ ન મળે (અર્થાત ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિવાળું કોઈ પણ પંચાંગ ન મળે) તો ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી એ વિધાન જ સ્પષ્ટ કરે છે કે અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા સચવાય કે ન સચવાય પણ પિતે માનેલી વાત અર્થાત ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ તે કરવી જ. એગણત્રીશ (૨૯) વર્ષ પહેલાં
Page #9
--------------------------------------------------------------------------
________________
તે સમયના સમુદાયના વડેરા પરમ પૂજ્યપાદ તારક ગુરુ ભગવંતના સુવિહિત નિર્ણયથી છઠની ક્ષયવૃદ્ધિ યમસદને પહોંચીને યમરાજાની અતિથિ બની હતી, તેને પુનર્જીવન બક્ષવાની પૂર્ણ ખેવના રખાઈ છે. એ અવિહિત ખેવનાએ પ. પૂ. શ્રી જૈન સંઘની એકવાક્યતામાં કે ભયંકર અક્ષમ્ય તરખાટ મચાવીને શ્રી સંઘમાં કેવી ભયંકર તિરાડ પાડી છે, તે તો આજે આપણે સહુ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. શ્રી સંઘ માટે એ એક તીવ્રતમ પાપોદયવાળી અસહ્ય દુઃખદ ઘટના છે.
શ્રમણપ્રધાન પરમ પૂજ્ય પરમારાથ્યપાદ શ્રી વિજય દેવસૂર તથાગચ્છ જૈન સંઘે આજથી લગભગ ઓગણત્રી વર્ષ પહેલાં “જન્મભૂમિ પંચાંગ”ને માન્યતા આપીને સ્વીકારેલ ત્યારથી પતિથિની આરાધના, પર્વાધિરાજરાજે ધર શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના, કલ્યાણક આદિન આરાધના કયા દિવસે કરવી તે અંગેની તિથિના નિર્ણય તેમ જ શ્રીજિનમન્દિર-ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થાને ખનનવિધિ, શિલા સ્થાપનવિધિ શ્રી અંજનશલાકા-પ્રતિષ્ઠાધ્વજદંડ કળશ પ્રતિષ્ઠા, શ્રી શાંતિસ્નાત્ર-અષ્ટાદ્ધિક મહોત્સવ, આચાર્યાદિ પદપ્રદાન, દીક્ષા, સંઘપ્રયાણ તેમ જ માળારોપણ આદિ અનન્ત મહાતારક પુણ્ય પ્રસંગેનાં મહામાંગલિક શુ મુહૂર્તે શ્રી સંઘમાન્ય “જન્મભૂમિ પંચાંગ”ના આધારે અપાય છે. જન્મભૂમિ પંચાંગના સંકલન-કર્તાઓ તિથિ, ગ્રહ, નક્ષત્રાદિના ગણિતની ગણનામાં શક્ય તેટલી સૂક્ષ્મતાએ
Page #10
--------------------------------------------------------------------------
________________
< 1
પહેાંચવાની પૂણ ખેવના રાખવા છતાં ભાદરવા સુદિ છઠની ક્ષયવૃદ્ધિ ન થતી હોય તેા શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદ્ધિ છની ક્ષયવૃદ્ધિના ઉલ્લેખ ન કરે તે યુક્તિયુક્ત જ છે. એ જ રીતે આ વર્ષે એટલે શ્રીવીર સંવત ૨૫૧૨, વિક્રમ સવત ૨૦૪૨માં ભાદરવા શુદ્ધિ છöનેા ક્ષય થતા ન હાવાથી ભાદરવા શુદ્ધિ છઠના ક્ષયના ઉલ્લેખ ની કર્યાં. તથાપિ ભાદરવા દિ છને ક્ષય કરવાના બ્યામાહુમાં શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા શુદ્ઘિ ચેાથ કે પાંચમના ક્ષય આવે ત્યારે ત્યારે પરમ્પરાગત પરમ વિશુદ્ધ સુર્વિહિત પ્રણાલિકાને અનુસરીને પૂર્વ કે પૂતર અપતિથિ ભાદરવા શુદ્ધિ ત્રીજના ક્ષય કરવાની સુવિહિત પ્રણાલિકાને ભંગ કરવા એટલે અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા અને પ. પૂ. શ્રી જૈન સ`ઘની આણા ભાંગવાનું દુસ્સાહસ કર્યું ગણાય.
યાતિષજ્ઞોની સૂક્ષ્મ ગણુનાએ પણ ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કાઇ રીતે ન થતી હોય, તેા પણ ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ માન્ય રાખવા-રખાવવાના બ્યામેાહુમાં પડશું તેા જ્યાતિષજ્ઞો અને પડિતાની ષ્ટિમાં જૈનાચાર્યાં હઠાગ્રહી, અવિચારી અને હાસ્યસ્પદ લેખાશે.
સમુદાય પ્રત્યેના રાગના વ્યામેહમાં કે અન્ય ગમે તે કારણે ઉપર્યુક્ત અસિદ્ધાંતને સિદ્ધાંતરૂપે મનાવવા માટે સામાયિકામાં કરેલ-કરાવેલ નિવેદનેાને ક્ષણાના વિલમ્બ વિના પાછાં ખેચી લઈને સર્વથા તિલાંજલિ આપવામાં નહિ
Page #11
--------------------------------------------------------------------------
________________
આવે, તે અનન્ત મહાતારક શ્રી જિનાજ્ઞા સાથે જેને કશી જ લેવાદેવા કે સ્નાનસૂતક નથી, અર્થાત્ અનન્ત મહાનારક શ્રી જિનાજ્ઞા અને જિનશાસનથી સાવ નિરપેક્ષ એ વર્ગ સંખ્યાબળે અતિ બહેળે છે. એ વર્ગને તો એવાં અવિહિત નિવેદનનું એવું જ જોઈએ છે. અને એવા અવિહિત એઠા તળે તે મનસ્વી વર્ગને, મનફાવતા મનસ્વી નિર્ણય કરીને નિવેદન કરતાં તે ખૂબ સારી રીતે આવડે છે. અક્ષમ્ય મહાપાપમય નિવેદનોથી મહાપાપ ઘોડાપૂરે ફેલાશે. તેના અતિ કટુ ફળસ્વરૂપે અનન્ત મહાતારક શ્રી જિનશાસનના મૂળમાં અક૯ય મહાકાતિલ અગનગોળા મુકાશે ત્યારે તેને નિવારવામાં આપણે સહુ અતિ દુર્બળ અને સાવ પાંગળા પુરવાર થઈએ તે પણ હું તેને નકારી શકતું નથી.
શ્રી વીર સંવત ૨૪૬૨, વિક્રમ સંવત ૧૯૨માં ૫. પૂ. શ્રી જૈન સંઘની આણુ-મર્યાદા લાપીને, સકળ શ્રી સંઘથી જુદા પડીને, સકળ શ્રી સંઘે જે સાંવત્સરિક મહાપર્વની આરાધના કરેલ, તેના કરતાં એક દિવસ પછી એટલે ભાદરવા શુદિ પંચમીના દિને સંવત્સરી કરેલ. તે કારણે પરમ પૂજ્ય પરમારા ધ્યપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ્છ જૈન સંઘના અગ્રેસર આચાર્યપ્રવર આદિ ગુરુભગવન્ત કહેતા આવ્યા કે તમે શ્રી સંઘની આણું અને મર્યાદા લેપીને જુદી સંવત્સરી કરી-કરાવી તેને મિચ્છામિ દુક્કડ દઈને પરમ્પરાગત પરમ વિશુદ્ધ આચરણવાળી સુપ્રણાલિકાની મર્યાદામાં આવી જાઓ, પછી તમારી સાથે તિથિ અંગે
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
વાતચીત અને ચર્ચા-વિચારણું થાય. પ. પૂ. ગુરુભગવન્ત દ્વારા પરમ ઉદાર ભાવે એકાન્ત પરમ હિતબુદ્ધિથી અનેક વાર કહેવાયું, છતાં મિચ્છામિ દુક્કડું ન દેવાના કારણે પ.પૂ. તારક ગુરુભગવતે તેમની સાથે કોઈ પણ પ્રકારને વ્યવહાર રાખતા નથી.
- શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં આ વર્ષે ભાદરવા શુદિ છઠને ક્ષય ન હોવા છતાં યેનકેન પ્રકારે ભાદરવા શુદિ છઠને ક્ષય કરવાના આગ્રહે પ. પૂ. શ્રી સંઘની આણા અનુમતિ લીધા વિના તેમ જ પ પૂ. શ્રી સંઘની સાથે એકવાક્યતા સાધ્યા વિના, પ. પૂ. શ્રી સંઘે માન્ય ન કરેલ એવા પંચાંગનો આશરે લઈને ભાદરવા શુદિ છઠને કરેલ ક્ષય માન્ય રાખવા સામાયિકોમાં નિવેદન કરેલ છે તે શું વિહિત છે? ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિ કરવાની પ. પૂ.
શ્રી સંઘની માન્યતા ન હોવા છતાં ભાદરવા શુદિ છડની ક્ષયવૃદ્ધિ કરવી એવા ભાવવાળું લખાણ નિવેદન કરીને શ્રી સંઘની આણું લેપી તે અંગે મિચ્છામિ દુક્કડ દઈને પ્રાયશ્ચિત્ત લેશે ખરા ને ? કે માત્ર અપરાધ કરે તેને માટે જ મિચ્છામિ દુક્કડ અને પ્રાયશ્ચિત્ત!
પ. પૂ. શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં આ વ અર્થાત્ શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ ના વર્ષે ભાદરવા શુદિ પંચમીને ક્ષય કરેલ છે. પ. પૂ. શ્રી જૈન સંઘની સુવિહિત આચરણ પ્રમાણે જન્મભૂમિમાં જ્યારે જ્યારે ભાદરવા શુદિ પંચમીની ક્ષયવૃદ્ધિ આવે
Page #13
--------------------------------------------------------------------------
________________
[ 11
ત્યારે ત્યારે ભાદરવા સુદ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છીએ. તે સુવિહિત આચરણને અનુસરીને “તિથિ સમાધાન તથા સંઘ આચરણે પક” એ શીર્ષક તળે કરાયેલ નિવેદન નીચે હસ્તાક્ષર કરેલ નિવેદકોના અને નિવેદકના સમુદાયના આચાર્ય મહારાજના ઉપદેશાદિ દ્વારા પ્રકાશિત થયેલ લઘુ પુસ્તિકા આકારના શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ નાં પંચાંગના પ્રથમ પૃષ્ઠ ભાદરવા શુદિ ચોથ રવિવાર, તા. ૭-૯૧૯૮૬ દિને શ્રી સાંવત્સરિક મહાપર્વની આરાધના કરવી એવા ભાવવા શું લખાણ પ્રગટ થયેલ છે. શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ ના પોષ શુદિ અગિયારસ, મંગળવાર, તા. ૨૧-૧-૧૯૮૬ પર્યન્ત પ્રગટ કરાવેલ લખાણ સુવિહિત લાગ્યું. તે પછી તે જ દિવસે શ્રીમહાવિદેહક્ષેત્રથી ક્યા અનંત પરમ તારક પરમ પૂજ્યપાદ સર્વજ્ઞ ભગવંતે, કયા સભ્ય દષ્ટિ દેવને જણાવ્યું કે ભરતક્ષેત્રને શ્રીસંઘ આ વર્ષે ભાદરવા શુદિ ચોથ ને રવિવાર, તા. ૭-૯-૧૯૮૬ ને દિને સાંવત્સરિક મહાપર્વની આરાધના કરનાર છે તે વિહિત નથી, પરંતુ ભાદરવા શુદિ પંચમી ને સોમવાર, તા. ૮-૯-૧૯૮૬ ને દિને પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના કરવી એ વિહિત છે. અને તે સમ્યગ દષ્ટિ દેવે ક્યારે આવીને તમને જણાવ્યું કે જેથી વિક્રમ સંવત ૨૦૪૨ પૌષ શુદિ બારસ ને બુધવાર તા. ૨૨-૧-૧૯૮૬ ના ગુજરાત સમાચારમાં નિવેદન કરતાં કરાવતાં પહેલાં પરમ પૂજ્ય પરમારા ધ્યપાદ શ્રી વિજયદેવ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
સૂર તપાગચ્છ જૈન સંઘના સમસ્ત સમુદાયેના પ. પૂ. માચાર્ય મહારાજ પ્રમુખ વડેરા ગુરુ ભગવંતાને જાણુ કરવી પરમ અનિવાય હતી. તે લક્ષ્મણરેખા ઉલ્લંઘન કર વાનું અક્ષમ્ય દુસ્સાહસ કરીને કેટલાક સમુદાયના પ. પૂ. આચાર્ય મહારાજ પ્રમુખ વડેરા ગુરુ ભગવ તાને જાણુ કર્યાં વિના તેમ જ તે પરમ પૂજ્યપાદ ગુરુ ભગવંતેાની સાથે એકવાકયતા સાધ્યા વિના અર્થાત્ તે ૫. પૂ. ગુરુ ભગવતેાની સંમતિ મેળવ્યા વિના)ગુજરાત સમાચારમાં નિવેદન કરવું-કરાવવું પડ્યું તેની સ્પષ્ટતા નિવેદકા કરશે ખરા ને ?
વળી, “તિથિસમાધાન તથા સંઘચરણા પટ્ટક”ન ક્રમાંક છમાં જણાવા છે કે આ પટ્ટકનેા અમલ વિ. સં. ૨૦૪ર કારતક સુદ ૧ ને બુધવાર તા. ૧૩-૧૧-૮૫થી શરૂ કરવાના છે. અને “તિથિસમાધાન તથા સંધચરણા પટ્ટક”નું નિવેદન વિ. સં. ૨૦૪રના પૌષ શુદ્ઘિ બારસ, બુધ વાર તા. ૨૨-૧-૧૯૮૬ના દિને ગુજરાત સમાચારમાં પ્રગટ થાય છે. વિ. સં. ૨૦૪રના કાર્તિક શુદ્ધિ એકમથી વિ. સં. ૨૦૪રના પૌષ શુદિ ૧૧ પન્ત સિત્તેર (૭૦) દિવસ તા વ્યતીત થઈ ગયા. એ દિવસેામાં તિથિની આરાધના તિથિસમાધાન તથા સંઘ-આચરણા પટ્ટક”ના વિધાનથી ભિન્ન રીતે કરી હશે, તે જ રીતે અનન્તાનન્ત પરમ ઉપકારક પરમતારક શ્રી જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણુકે ભિન્ન દિને આરાધીને ઊજવ્યા હશે. તે તે વ્યતીત થયેલ
Page #15
--------------------------------------------------------------------------
________________
[ ૧૩
સિત્તેર દિવસની આરાધના એક સરખા દિવસે શી રીતે થાય તેની સ્પષ્ટતા નિવેદકો કરે.
ક્રમાંક પાંચવાળા નિવેદનમાં “મહાવીર ભગવાનના પાંચ કલ્યાણક પોષ દશમ ભેયણ મલ્લિનાથની વર્ષગાંઠ વગેરે જે મુખ્ય કલ્યાણ કે આવે છે તે પંચાંગમાં વિ. સં. ૧૯૯૨ પહેલાં જે રીતે દર્શાવાતા હતા તે રીતે દર્શાવવા. બીજા કલ્યાણકા સૌ પોતપોતાની યથારુચિ જણાવે પણ તેને પંચાંગમાં નિર્દેશ ન કર. પંચાંગ એક સરખાં નીકળવાં જોઈએ.” આ મૂળ લખાણમાં હ્રસ્વ-દીર્ઘની શુદ્ધિ કર્યા વિના તેમ જ શ્રી મહાવીર સ્વામીજી તેમ જ શ્રી મલ્લિનાથજી પરમાત્માના તારક નામ સાથે અનન્તાના પરમ ઉપકારક પરમ તારક દેવાધિદેવ શ્રી આદિ કોઈ વિશેપણની સંજના કર્યા વિના ગુજરાત સમાચારમાં જે પ્રમાણે પ્રગટ થયેલ છે તે પ્રમાણે અત્ર અવતરણ આપ્યું છે, તે નિવેદનમાં મહાવીર................વિ. જે મુખ્ય કલ્યાણકે આવે છે તે પંચાંગમાં વિ. સં. ૧૯૯૨..........તે રીતે દર્શાવવા. બીજા કલ્યાણ કે . પણ તેને પંચાંગમાં નિર્દેશન કરે. આ નિવેદનમાં ઉક્ત જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણકો મુખ્ય અને અન્ય અનન્તાનત પરમ ઉપકારક પરમ તારક દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણકે ગૌણ સમજવા ને ? અન્ય જિનેન્દ્ર પરમાત્માના પરમ તારક કલ્યાણક દિનને પંચાંગમાં ઉલ્લેખ કરવાથી અનન્ત મહાતારક જિનાજ્ઞા અનુસારના ક્યા સિદ્ધાન્તને ભંગ થાય
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
તેની સ્પષ્ટતા નિવેદનમાં કરી હત, તે સમીક્ષામાં આ અંગે ઉલ્લેખ ન કર પડત.
પ્રસ્તુત સમીક્ષામાં પરમ પૂજ્ય કે પ. પૂ. શ્રી જૈન સંઘ અથવા શ્રી સંઘ એ જ્યાં જ્યાં ઉલ્લેખ આવે ત્યાં ત્યાં સર્વત્ર પરમ પૂજ્ય પરમારાથ્યપાદ શ્રી વિજયદેવ સૂર તપાગચ્છ જૈન સંઘ સમજ. શ્રી વીર સંવત ૨૫૧૨ વિક્રમ સંવત ૨૦૪૨ ના વર્ષે પ. પૂ. શ્રી જૈન સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં તે પંચમીને ક્ષય છે, તથાપિ એક દિવસ પછી ભાદરવા શુદિ છઠને ક્ષય કરવાનું નિવેદન કરેલ તે કઈ રીતે વિહિત છે.
- પ. પૂ. શ્રી જૈન સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં શુક્લ કે કૃષ્ણ પક્ષમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તે બીજ, પાંચમ આદિ પર્વતિથિના પહેલા દિવસની એકમ, ચોથે, સાતમ, દશમ, તેરશ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ. ચૌદશ પૂનમ કે ચૌદશ–અમાવાસ્યા આ પર્વતિથિએ અનન્તર સંલગ્ન હોવાથી શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિ કરી હોય, ત્યારે તે ઉભયપર્વતિથિને અખંડ અનcર સંલગ્ન રાખવાની પરમ્પરાગત સુવિહિત આચરણ હેવાથી તે સુવિહિત આચરણને અનુસરીને ચૌદશ-પૂનમ કે ચૌદશ–અમાવાસ્યાને અખંડ સંલગ્ન રાખીને શુક્લ કે કૃષ્ણપક્ષની ચૌદશની અપેક્ષાએ પૂર્વ અને પૂનમ કે અમાવાસ્યાની અપેક્ષાએ
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૧
પૂર્વાંતર અપતિથિ તેરસની યવૃદ્ધિ કરતા આવ્યા છીએ તે સોંશે સત્ય છે
ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાવાસ્યાને સંલગ્ન રાખવા માટે સુવિહિત પ્રણાલિકા અનુસાર પૂર્વ કે પૂતર અપર્વ તિથિ તેરશની ક્ષયવૃદ્ધિ સિદ્ધાન્ત ગણાય. તેા પછી પૂ. સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદ્ઘિ ચેાથ કે શુદ્ધિ પંચમીની ક્ષયવૃદ્ધિ કરી હાય, ત્યારે ભાદરવા શિદ્દે ચેાથ શ્રી સાંવત્સરિક મહાપદિન અને ભાદરવા શુદ્ધિ પાંચમી પતિથ હાવાથી તે ઉભય મહાપર્વ પતિથિરૂપ ભાદરવા શુદ્ધિ ચેાથ અને ભાદરવા શુદ્ધિ પંચમીને અનન્તર સલગ્ન અખંડ રાખીને ભાદરવા શુદ્ધિ ચાથની અપેક્ષાએ પૂર્વ અને ભાદરવા શુદ્ધિ પંચમીની અપેક્ષાએ પૂતર અપતિધિ ભાદરવા શુદ્ધિ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવામાં કર્યા સૈદ્ધાન્તિક બાધ આવ્યું કે, ભાદરવા શુદ્ધિ ત્રીજના ક્ષય કરવાની સુવિહિત આચરણાના ત્યાગ કરીને જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદિ પંચમીના ક્ષયે અવિહિત ભાદરવા શુદ્ધિ છઠની ક્ષયવૃદ્ધિ કરવી એ પ્રમાણે નિવેદન કરવું કરાવવું પડયું ?
આ વર્ષે પૂ. શ્રી સંઘમાન્ય પોંચાંગમાં ભાદરવા શુદિ પંચમીના ક્ષય કરેલ છે. સુવિહિત પ્રણાલિકા અનુસાર તે ભાદરવા શુદિ ત્રીજના જ ક્ષય કરવા જોઇતા હતા, પણ તે સુવિહિત પ્રણાલિકાનું ઉલ્લંઘન કરીને, સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદ પંચમીની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ભાદરવા શુદિઢના ક્ષયવાળા પંચાંગને આશ
Page #18
--------------------------------------------------------------------------
________________
લઈને ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિ કરવી. અને તેવું પંચાંગ ન મળે તે ભાદરવા સુદ છઠ કબૂલ રાખવી. એ વિધાન અનુસાર પૂ. શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ કે અમાવાસ્યાને ક્ષય કરે છે, ત્યારે શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગના સ્થાને બીજા પંચાંગને આશરો લઈને બીજાને સ્થાને ત્રીજની, પાંચમના સ્થાને છઠની, આઠમને સ્થાને નમની, અગિયારશના સ્થાને બારશની અને ચૌદશ-પૂનમ અને અમાવાસ્યાના સ્થાને શુદિ વદિ એકમની ક્ષયવૃદ્ધિ જે પંચાંગમાં કરેલ હોય તેને આશરો લઈને તે પ્રમાણે ત્રીજ છઠ, નેમ, બારશ અને એકમની ક્ષયવૃદ્ધિ કેમ ન કરવી ? અને તે રીતની ત્રીજ, છડું, નેમ, બારશ અને એકમની ક્ષયવૃદ્ધિવાળું પંચાંગ ન મળતું હોય તે પણ (ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિવાળું પંચાંગ ન મળે તે પણ કબૂલ રાખવી. એ વિધાન પ્રમાણે.) ત્રીજ, છઠ, નોમ, બારસ અને એકમની ક્ષયવૃદ્ધિ કેમ ન કરવી? એ તર્ક સામે તમારું ભાદરવા શુદિ છઠના ક્ષયવાળું વિધાન ટકશે ખરું ને? તેની સ્પષ્ટતા નિવેદકે કરે.
પ્રસ્તુત સમીક્ષા કરતાં અનંત મહાતારક શ્રી જિનાજ્ઞાથી વિપરીત વિચારાયું કે લખાયું હોય તે ત્રિવિધ વિવિધ મિચ્છામિ દુક્કડં દેવાપૂર્વક વિરમું છું.
Page #19
--------------------------------------------------------------------------
________________
Page #20
--------------------------------------------------------------------------
________________ Mii. થી લાર દો ,ર Walin Education international For Private & Personal use only