________________
---
પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી કાલિકાચાર્યજી મહારાજથી શ્રી પર્યુષણ મહાપર્વ ભાદરવા સુદ પંચમીના પૂર્વના અનંતર પહેલે દિવસે એટલે ભાદરવા શુદિ ચોથને દિવસે પ્રવર્તેલ હોવાથી આ અવસર્પિણીમાં ભાદરવા શુતિ ચેથ નિત્યપર્વ થયેલ હોવાથી આ અવસર્પિણીમાં ભાદરવા શુદિ ચોથની ક્ષયવૃદ્ધિ ન થાય. શ્રીસંઘમાન્ય “જન્મભૂમિ પંચાંગ”માં જ્યારે જ્યારે ભાદરવા શુદિ ચોથ કે પંચમીની ક્ષયવૃદ્ધિ આવતી હોય, ત્યારે ત્યારે ઉક્ત પરમ સુવિહિત પ્રણાલિકાની માન્યતા અનુસાર ભાદરવા શુદિ ચેથ કે પંચમીની ક્ષયવૃદ્ધિ ન થતી હોવાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિ ભાદરવા સુદ ત્રીજની ક્ષયવૃદ્ધિ કર વાની ચાલી આવતી સુપ્રણાલિકા અનુસાર ભાદરવા શુદિ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરીને ભાદરવા સુદ ચોથ અને ભાદરવા શુદિ પંચમી વચ્ચે એક પણ દિવસના અંતર વિના અર્થાત ભાદરવા શુદિ ચોથ અને ભાદરવા શુદિ પંચમીને સંલગ્ન અખંડ રાખવાની અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા અનુસારી પરમ સુવિહિત પ્રણાલિકાને સર્વશે સમર્પિત રહીને પરમ પૂજ્ય પરમારાપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ૭ જેને સંઘ ભાદરવા શુદિ પંચમીના પહેલા દિવસે એટલે ભાજ રવા શુદિ ચોથે દિને શ્રી સાંવત્સરિક મહાપર્વની આરાધના અને તેના પછીના દિવસે અર્થાત ભાદરવા શુદિ પંચમીને દિવસે પર્વતિથિની આરાધના કરતું આવ્યું છે. અને એ જ પરમ સુવિહિત પ્રણાલિકાને સર્વીશે સમર્પિત રહીને ભવિષ્યમાં પણ આરાધના કરવાની પૂર્ણ ભાવનાવાળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org