________________
પરમ પૂજ્ય શ્રી જૈન સંઘની આરાધભાવપૂર્વકની આરાધનાનું ત્રિવિધ ત્રિવિધ ભૂરિશઃ અનુમોદન.
અનંત મહાતારક શ્રી જિનાજ્ઞાના પરમ મર્મજ્ઞ કઈ પણ સુજ્ઞ વાચક પ્રસ્તુત સમીક્ષાનું વાચન કરીને એટલું તારણ તો નિર્વિવાદ, નિઃશંકપણે તારવી શકશે કે અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા-અનુસારી પરંપરાગત પરમ સુવિશુદ્ધ પ્રણાલિકાને સર્વાશે સમર્પિત રહીને અદ્યાવધિ પર્વ તિથિ, મહાપર્વ તિથિ આદિ અંગે આચરણ કરાતી સુવિહિન આચરણું સચવાય કે ન સચવાય તેની અંશમાત્ર ખેવના કર્યા વિના, લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પંચમીની ક્ષયવૃદ્ધિએ પ.પૂ. શ્રી જૈન સંઘમાન્ય “જન્મભૂમિ પંચાંગ”માં ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિ ન આવે તે પણ ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કરવાના તીવ્રતમ પક્ષીય રાગે ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કરવા પૂરતું શ્રી સંઘમાન્ય પંચાંગને કારણે મૂકીને શ્રી સંઘે માન્યતા ન આપેલ એવા જે કોઈ પંચાંગમાં ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ આવતી હોય તેને આશરે લઈને ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કરવી, અને તેવું પંચાંગ ન મળે (અર્થાત ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિવાળું કોઈ પણ પંચાંગ ન મળે) તો ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી એ વિધાન જ સ્પષ્ટ કરે છે કે અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા સચવાય કે ન સચવાય પણ પિતે માનેલી વાત અર્થાત ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ તે કરવી જ. એગણત્રીશ (૨૯) વર્ષ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org